
કપાલભાતિ: કપાલભાતિ માત્ર રક્ત પરિભ્રમણને યોગ્ય રાખે છે, પરંતુ તેનો નિયમિત અભ્યાસ સ્વાદુપિંડને એક્ટિવ કરવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે ડાયાબિટીસથી પીડિત છો, તો દરરોજ સવારે કપાલભાતિનો અભ્યાસ ચોક્કસ કરો. આનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થશે.

મંડુકાસન: ડાયાબિટીસના દર્દીઓને પણ મંડુકાસન કરવાથી ફાયદો થાય છે. આ આસન સ્વાદુપિંડને પણ ઉત્તેજિત કરે છે અને ઇન્સ્યુલિનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. તેમજ જ્યારે શરીરમાં પૂરતી માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે, ત્યારે બ્લડ સુગર લેવલ આપમેળે નિયંત્રિત રહે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)
Published On - 8:43 am, Sat, 31 May 25