Gujarati NewsPhoto gallery2 strong pillars of the Sangh..., PM Modi remembered Hedgewar Golwalkar in this way at RSS headquarters
સંઘના 2 મજબૂત સ્તંભ…, પીએમ મોદીએ RSS મુખ્યાલયમાં હેડગેવાર-ગોલવલકરને આ રીતે યાદ કર્યા
સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી, પીએમ મોદી, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના જૂના કાર્યકરોને મળ્યા અને તેમના જૂના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે. આજે નવા વર્ષ પર અહીં આવવું એ એક લહાવો છે. આ સાથે તેમણે એક સંદેશ પણ લખ્યો હતો.
મોદી એવા સમયે નાગપુર ખાતેના સ્મૃતિ મંદિર પહોંચ્યા, જ્યારે રવિવારે સંઘનો પ્રતિપદા કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે, જે હિન્દુ નવા વર્ષની શરૂઆત તરીકે ગુડી પડવાના દિવસે આરએસએસ દ્વારા ઉજવવામાં આવે છે.
5 / 5
નરેન્દ્ર મોદીની પહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીએ 27 ઓગસ્ટ, 2000 ના રોજ ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી હતી. તે સમયે તેઓ દેશના પ્રધાનમંત્રી હતા.