
હવે અમદાવાદ બહારથી આવનારા લોકોને EV વાહન ક્યા ચાર્જ કરવા તેની સમસ્યા રહેશે નહીં.2-3 અને 4 વ્હીલર વાહનો ચાર્જ કરવા સરળ બનશે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર EV વાહનોને સતત પ્રોત્સાહન આપે છે.એના જ કારણે EV વાહનોના વેચાણમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે અમદાવાદમાં આજથી EV વાહનોના ચાર્જિંગની સમસ્યા દૂર થઇ છે.

અમદાવાદમાં પ્રહલાદનગર, ઇન્કમટેક્સ બ્રિજ, સિંધુભવન સહિત 12 સ્થળે ચાર્જિંગ સ્ટેશન શરુ કરવામાં આવ્યા છે.