₹1,000 ની SIP કરવી સારી કે ₹1 લાખનું લમ્પ સમ રોકાણ ? 20 વર્ષમાં વધારે રિટર્ન ક્યાંથી મળશે? જવાબ જાણીને તમે પણ ચોંકી જશો

રોકાણ તો બધા કરે છે પણ સ્માર્ટ રોકાણ એ જ છે કે, જે સમય અને કમ્પાઉન્ડિંગની તાકાતને સમજે. જો તમારી પાસે 1 લાખ રૂપિયા છે, તો તમારે તેને શું લમ્પ સમમાં રોકવા જોઈએ કે પછી દર મહિને SIP કરવી જોઈએ?

| Updated on: Apr 10, 2026 | 4:31 PM
1 / 7
હાલના સમયમાં જ્યારે પણ લાંબાગાળા માટે એસેટ બનાવવાની વાત આવે છે, ત્યારે 'મ્યુચ્યુઅલ ફંડ' રોકાણકારો સામે સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે, SIP (Systematic Investment Plan) કરાય કે લમ્પ સમ (Lump sum) રોકાણ કરાય? બંનેમાં પૈસા એક જ જગ્યાએ રોકાય છે પરંતુ તેની પદ્ધતિ અલગ હોય છે અને આ જ તફાવત આગળ જતાં રિટર્નમાં જોવા મળે છે. હવે આને સમજવા માટે 20 વર્ષના સમયગાળામાં 1,000 રૂપિયાની માસિક SIP અને 1 લાખ રૂપિયાના લમ્પ સમ રોકાણની તુલના કરીએ, જેમાં બંનેમાં 15% વાર્ષિક રિટર્ન માની લઈએ.

2 / 7
20 વર્ષ માટે 15% CAGR (ખાસ કરીને ઇક્વિટી રોકાણ માટે) માનવો તે બહુ વધારે રિસ્કી નથી. ભારતના મોટા ફંડ હાઉસિસના અંદાજે 300 એક્ટિવ ઇક્વિટી ફંડ્સના ડેટા દર્શાવે છે કે, ઘણા ફંડ્સે 20 વર્ષમાં 15% થી વધુનું રિટર્ન આપ્યું છે, જે કેટલાક કિસ્સાઓમાં 18% સુધી પણ પહોંચ્યું છે. ખાસ વાત એ છે કે, માત્ર લમ્પ સમ જ નહીં 'SIP' દ્વારા પણ ઘણા ફંડ્સે આ જ સમયગાળામાં 15% થી વધુનું રિટર્ન આપ્યું છે. આ ફંડ્સ મોટાભાગે મિડકેપ, ફ્લેક્સિકેપ, મલ્ટિકેપ, વેલ્યુ અને સેક્ટોરલ/થીમેટિક કેટેગરી સાથે જોડાયેલા હોય છે. ટૂંકમાં, જો યોગ્ય ફંડ પસંદ કરવામાં આવે અને ધીરજ રાખવામાં આવે, તો 15% નું લોન્ગ ટર્મ રિટર્ન મેળવવું શક્ય છે.

3 / 7
બીજીબાજુ SIP માં તમે દર મહિને એક નક્કી કરેલી રકમ રોકાણ કરો છો. આનાથી રોકાણની આદત પડે છે અને બજારના ઉતાર-ચઢાવની અસર આપોઆપ સરેરાશ (Average) થઈ જાય છે. આ જ કારણ છે કે, પગારદાર અને નવા રોકાણકારો માટે આ પદ્ધતિ વધુ સરળ તેમજ અનુકૂળ માનવામાં આવે છે. બીજી તરફ લમ્પ સમમાં તમે એકસાથે મોટી રકમ લગાવો છો અને તેને લાંબા સમય સુધી રોકાણ માટે છોડી દો છો. જો કે, અહીં રોકાણકારોને કમ્પાઉન્ડિંગનો પૂરો ફાયદો મળે છે. ખાસ કરીને ત્યારે, જ્યારે પૈસા યોગ્ય સમયે રોકવામાં આવ્યા હોય.

4 / 7
જો તમે દર મહિને 1,000 રૂપિયાની SIP કરો છો અને 20 વર્ષ સુધી 15% રિટર્ન મળે છે, તો તમારું કુલ રોકાણ 2,40,000 રૂપિયા થશે. આના પર અંદાજિત રિટર્ન અંદાજે 10,87,073 રૂપિયા બને છે અને કુલ વેલ્યુ લગભગ 13,27,073 રૂપિયા સુધી પહોંચી શકે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, નાની રકમ પણ સમય જતાં મોટું ફંડ બનાવી શકે છે, બસ નિયમિત રોકાણની જરૂરી છે.

5 / 7
જો તમે 1 લાખ રૂપિયા એકસાથે (લમ્પ સમ) રોકાણ કરો છો અને 20 વર્ષ સુધી 15% રિટર્ન મળે છે, તો તેના પર અંદાજે 15,36,654 રૂપિયાનું રિટર્ન બની શકે છે. આ રીતે કુલ વેલ્યુ અંદાજે 16,36,654 રૂપિયા થઈ જાય છે. સરળ રીતે સમજીએ તો, તમારા પૈસા લગભગ 16 ગણા સુધી વધી શકે છે, જે કમ્પાઉન્ડિંગની તાકાત બતાવે છે. 1,000 રૂપિયાની SIP માં 20 વર્ષ પછી કુલ વેલ્યુ અંદાજે 13.27 લાખ રૂપિયા બની, જ્યારે 1 લાખ રૂપિયાના લમ્પ સમ રોકાણની વેલ્યુ અંદાજે 16.36 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ.

6 / 7
રિટર્નની દૃષ્ટિએ લમ્પ સમ આગળ રહ્યું, કારણ કે પૂરેપૂરા પૈસા શરૂઆતમાં જ રોકાઈ ગયા અને તેને 20 વર્ષ સુધી કમ્પાઉન્ડ થવાની તક મળી. બીજીબાજુ SIP માં પૈસા ધીરે ધીરે રોકાય છે, તેથી દરેક હપ્તાને પૂરા 20 વર્ષ મળતા નથી. હવે સવાલ એ છે કે, SIP અને લમ્પ સમમાં કયું શ્રેષ્ઠ છે? જો કે, આનો જવાબ તમારા પૈસા અને પરિસ્થિતિ પર નિર્ભર કરે છે.

7 / 7
નિષ્ણાતોના મતે, જો તમારી પાસે એકસાથે મોટી રકમ છે અને તમે લાંબાગાળા માટે રોકાણ કરી શકો છો, તો લમ્પ સમ વધુ ફાયદો આપી શકે છે.  લમ્પ સમમાં કમ્પાઉન્ડિંગ શરૂઆતથી જ કામ કરે છે. જો તમે દર મહિને બચત કરો છો અથવા બજારના ઉતાર-ચઢાવથી બચવા માંગો છો, તો SIP વધુ સારો વિકલ્પ છે. આમાં ધીરે ધીરે રોકાણ થાય છે અને જોખમ ઓછું રહે છે.

Follow Us