ગુજરાતમાં એન.આર.જીની મૌસમ

|

Jan 07, 2023 | 9:54 PM

ગુજરાત (Gujarat) માટે એનઆરજી શબ્દ નવો નથી. એકાદ કરોડથી વધુ લોકો દુનિયાના દેશોમાં વસે છે અને દરેક ક્ષેત્રમાં પુરુષાર્થથી કમાણી કરે છે. કચ્છનાં ગામડા એવા પણ છે જ્યાં એન.આર.જી.ની કમાણીથી બેંકોની ડિપોઝિટમાં મોટી રકમો જમા થાય છે.

ગુજરાતમાં એન.આર.જીની મૌસમ
NRG and NRI season in Gujarat

Follow us on

ફ્લેમિંગો પંખી તો નહીં પણ તેનો અણસાર આપતા આ પ્રવાસીઓ (એન.આર.આઈ) ઉમટવા માંડ્યા છે. કોરોનાની તેમને પરવા નથી. કેટલાક તો કોરોના લઈને પણ આવે! આપણા એન.આર.જી.નું મુખ્ય આકર્ષણ પ્રમુખસ્વામી ઉત્સવનું બની રહ્યું. ‘જય સ્વામિનારાયણ’નો સવાંદ સૌરાષ્ટ્રમાં ગાજ્યો હતો, તે સ્વામિનારાયણ સંપ્રદાયના આદિ સ્થાપક સહજાનંદ સ્વામી તરફથી, એટલે ગાંધીનગરના આંગણે પ્રમુખસ્વામી મહોત્સવ પણ એક ઉચિત પર્વ બની ગયો.

યોગાનુયોગ આ દિવસો પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના છે. ગુજરાત તો એન.આર.જી. સાથે તમામ રીતે વણાયેલું છે. દૂરના દેશો સુધી મારો ગુજરાતી પહોંચ્યો તે આજમલનો નહીં, ઓછામાં ઓછા 5000 વર્ષોથી દરેક જગ્યાએ તેણે પોતાની પ્રતિષ્ઠા ઉભી કરી, ત્યાંના સમાજ અને રાજનીતિ, વ્યાપાર અને ઉદ્યોગને સામર્થ્યવાન બનાવવામાં સહયોગ આપ્યો. અમેરિકા-બ્રિટન-ફ્રાન્સમાં અને આફ્રિકા-એશિયાના દેશોમાં “વિશ્વ ગુજરાતીઓ” સ્થાપિત થયા, સન્માન આપ્યું અને સન્માન પામ્યા. એકાદ કરોડ જેટલા આ ગુજરાતીઓ (થોડી ઘણી) સાહિત્ય પ્રવૃત્તિ પણ કરે છે. મદુરાય, પન્ના નાયક, લંડનના વોરા દંપતી જેવા નામો યાદ આવે. સી.બી. પટેલ અને સોલંકી-પરિવાર સરસ સામાયિકોના પ્રણેતા રહ્યા છે. ઇતિહાસ-સર્જકોની તો લાંબી યાદી છે. ગાંધી અને શ્યામજી કૃષ્ણચાર્ય આપણા ઐતિહાસિક એન.આર.જી. હતા. ગાંધીજી તો ભારત આવી શક્યા પણ શ્યામજી તો કાયમ જલાવતન રહ્યા હતા એવા 50 સ્વાતંત્ર સેનાની યાદી પણ બનાવી શકાય.

એન.આર.આઈ. અને એન.આર.જી.ને “આપ્રવાસી ભારતીય” કહેવાયા છે. અગાઉ વર્ધા ગાંધી યુનિવર્સિટીમાં અને આજે ઈન્દોરમાં રાષ્ટ્રીય કક્ષાના પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થઈ રહી છે. તેની પૂર્વ સંધ્યાએ વિવિધ નિષ્ણાતો, વિદ્યાર્થી મહાનુભવોના પરિસંવાદમાં મેં આ પ્રવાસી કે એન.આર.આઈ. ને માટે “વિશ્વ પ્રવાસી” શબ્દ પ્રયોજ્યો. કારણ એ છે કે લગભગ બધા જ દેશોમાં ભારતીય અને બેશક, તેમાં સમાવાયેલા ગુજરાતીઓ વસી ગયા છે. (આપણે એવું છે કે ગેરકાયદેસર દિવાલ કૂદીને આપઘાત તરફ જવાનો ઘાતક પ્રયોગ કોઈ ‘ગુજરાતીપણાં’ને કલંકિત ન બનાવે.)

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સાતમી જાન્યુઆરીએ ઇન્દોરમાં એક સરસ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી ગઈ. વહેલી સવારે – આમ તો મોડી રાત્રે ત્રણ વાગે – વિમાન મથકે પહોંચીને ઇન્દોર જવાનું વિમાન પકડ્યું ત્યારે કોઈ ખાસ નકશો મનમાં ન હતો. ક્યાં જઈને વહેલી સવારના સૂર્યોદય સમયે જોયું તો ફાઈવ સ્ટાર હોટલનું ભવ્ય વાતાવરણ, ત્યાંથી સીધા પરિસંવાદ સ્થાને. ત્યાં પણ એકદમ થનગનતું વાતાવરણ, ચિત્રપ્રદર્શની, આધુનિક ડિજિટલ આયોજન. સાચી ભારતીય બૌદ્ધ સંશોધન યુનિવર્સિટી અને પીઆઈઓસીસીઆઈ (પીપલ ઓફ ઇન્ડિયન ઓરીજન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી)ના સંયુક્ત આયોજનમાં અનેક સમસ્યાઓ અને સમાધાનની ચર્ચા થઈ. વધુ અસર કારક એમ મેં પણ કહ્યું હતું.

ગુજરાત માટે એનઆરજી શબ્દ નવો નથી. એકાદ કરોડથી વધુ લોકો દુનિયાના દેશોમાં વસે છે અને દરેક ક્ષેત્રમાં પુરુષાર્થથી કમાણી કરે છે. કચ્છનાં ગામડા એવા પણ છે જ્યાં એન.આર.જી.ની કમાણીથી બેંકોની ડિપોઝિટમાં મોટી રકમો જમા થાય છે. કેટલાક એન.આર.જી. યુરોપ અમેરિકા કે નાના દેશો આવે ત્યારે પોતાના ગામડામાં જાય છે. ત્યાં શાળા, મંદિર, દવાખાનામાં દાન આપે છે. લંડન અને બીજે સ્વામિનારાયણ મંદિરો કે જૈન સ્થાનો પાછળ કરોડોનો ખર્ચ કરનારા ગુજરાતીઓ છે, પંજાબીઓ ગુરુદ્વારા બાંધે છે. હવે તેમણે ભારતમાં, ગુજરાતમાં વિકાસ કાર્યો સામે આર્થિક અને સામાજિક રીતે જોડાવું જોઈએ એવી ગુજરાત સરકાર જ નહીં, સમાજો ઈચ્છા રાખે તો તે યોગ્ય છે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Published On - 9:54 pm, Sat, 7 January 23

Next Article