ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન, પરિણામ અને પ્રતિનિધિઓમાંથી રચાયેલી ભાજપ સરકાર

ઘાટલોડિયા મત વિસ્તારમાંથી મોટી બહુમતીથી ચૂંટાઈ આવેલા ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમની સાથે કેટલાક અનુભવી અને બીજા અનુભવી મથી રહેલા મંત્રીઓ છે. અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરીની પસંદગી થઈ.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન, પરિણામ અને પ્રતિનિધિઓમાંથી રચાયેલી ભાજપ સરકાર
BJP
Follow Us:
| Updated on: Jan 01, 2023 | 9:32 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન, પરિણામ અને પ્રતિનિધિઓમાંથી રચાયેલી ભાજપ સરકાર : આ ત્રણે રાજકીય પડાવ પસાર થઈ ગયા. હવે તેનું મૂલ્યાંકન અનેક રીતે થઈ રહ્યું છે. નિપક્ષો સોની કંગાળ સંખ્યા સૌની નજરમાં છે. ભાજપ સરકારનું નવું મંત્રીમંડળ નવા-જૂના, અનુભવી-બિનઅનુભવી ધારાસભ્યોમાંથી બન્યું છે. સંભવ છે કે આગામી દિવસોમાં તેમાં ઉમેરો થાય કે બાદબાકી થાય.

આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ બંને એકદમ સક્રિય રહ્યા. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ પણ ગુજરાતમાં પુન: ભાજપ સત્તા પર આવે તેવી રચનામાં સામેલ થયા. કોંગ્રેસમાં રાહુલ ગાંધી ‘ભારત જોડો’ એ યાત્રાને લીધે આ ચૂંટણી પ્રચારમાં એકાદ વાર જ આવ્યા. કોંગ્રેસ પ્રમુખ આવ્યા તો ખરા પણ મોદીને ‘રાવણ’ સાથે સરખાવવામાં ફસાઈ ગયા. સુવા નેતાઓને ખબર નહિ પડતી હોય કે નાગરિકના દિમાગ પર આવાં વિધાનોને વિપરીત અસર પડતી હોય છે?

આરોપ-પ્રત્યારોપોના વંટોળની વચ્ચે મતદાન થયું, શરૂઆતમાં લાગ્યું કે ટકાવારીનું પ્રમાણ ઓછું હતું પણ સરેરાશ 60-65 ટકા સુધી તો પહોંચી જવાયું.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

ચૂંટણી જીતવાની આગાહીઓ કરવામાં કોઈ પાછળ ન હતું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પોતાની સરકાર બનશે તેમ જણાવતી રહી. આ પ્રમુખ અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી કહી દીધું કે લખીને આપું છું કે સત્તા પર આવશે. દિલ્હીમાં તેમણે તો ‘આપ’ પોતાના પક્ષ માટે કહ્યું હતું, પણ મતદારે ‘આપ’નો અર્થ બદલાવી નાખ્યો!

એ તો તદ્દન સ્પષ્ટ થઈ ગયું કે નરેન્દ્ર મોદી સ્ટારના પણ સ્ટાર પ્રચારક સાબિત થયા. ગુજરાતના ઘણા ખરા મતવિસ્તારોને આવરી લેતી જનસભાઓ અને માર્ગ-પ્રદર્શન (રોડ શો) કર્યા અને તેનું પરિણામ ભાજપ માટે જે બેઠકો કાચી-પાકી લાગતી હતી તેમાં પણ ભાજપ તરફી પરિણામ આવ્યું.

મોદીનો પ્રભાવ ગુજરાતમાં તેઓએ મુખ્યમંત્રી હતા ત્યારથી રહ્યો છે. ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સહિતના તેમની યોજનાઓની ભારે અસર રહી છે. કામ પણ દેખાય છે તેમાં સરકારના મંત્રીમંડળમાં સમૂળગા ફેરફારો સહિતની બાબતો ગૌણ થઈ, પ્રજાકીય પ્રશ્નો તો હતા જ પરંતુ આજની ઘડીએ ‘આ મોદી-એકમાત્ર આશા’ માનસિકતા સર્વત્ર રહી. યુવકો, મહિલાઓ, મધ્યમ વર્ગ, ગ્રામજનો, આદિવાસી દલિત અને મુસ્લિમોએ પણ ભાજપની તરફેણ કરી.

આ તરફેણમાં કારણો કયાં હતા? તેની ગણતરી તો થઈ શકે તેમ છે, મુખ્ય છે વિશ્વાસ – ભાજપે પોતાના પ્રચારમાં ‘ભરોસો’ શબ્દ ચલાવ્યો ત્યારે કેટલાકે તેમની મશ્કરી કરી હતી અને ‘ભરોસાની ભેંસે પાડો જન્મયો ‘ કહેવત કઈ હતી. પણ આ તો સાવ વિપરીત થયું! તેનો અર્થ એટલો જ કે બીજા પક્ષોમાં, તેના વાયદા-વચનોમાં, તેમની રેવડી બજારમાં સામાન્ય પણ મતગણતરી પૂર્વકના મતદારને જરાય વિશ્વાસ ન હતો.

બીજું કારણ પણ છે, હવે લોકો માનસમાં એકલો પોતે, પોતાની જાતિ, પોતાનો સંપ્રદાય, પોતાનો મતવિસ્તાર, પોતાના પ્રદેશ નથી રહેતા, તે દેશ વિશે પણ વિચારતો થયો છે. એટલે કશ્મીરમાં 370મી કલમની નાબૂદી, ત્રિ તલાખ કાયદાની નાબૂદી, રામભૂમી મંદિરનો નિર્ણય જેવા મુદ્દાઓ તેને સ્પર્શી ગયા. મોદી તેવા પક્ષ અને સરકારનું નેતૃત્વ સંભાળે છે, તે જોખમી નિર્ણયો લે છે, તે વિશ્વના દેશોમાં આદર ધરાવતા થયા છે, તેનો પક્ષ અને સરકાર અનેક નિર્ણયોની સાથે સ્થિરતાથી ચાલ્યા છે, આ બધું તેમના પક્ષે જમા છે, સામે તો ઉધાર જ ઉધાર છે એવું લોકોને લાગ્યું એટલે અસ્તિત્વ રહે એટલા પૂરતા વિપક્ષોને મત આપ્યા ! વિરોધ પક્ષને સંવેધાનિક અધિકારીક પદ બે માંથી કોઈને – ના કોંગ્રેસને, ના આમ આદમી પાર્ટીને પ્રાપ્ત થયું.

ગુજરાત વિધાનસભા 2022ની આ તસ્વીર છે અગાઉ ગુજરાતમાં આનંદીબેન પટેલ, ત્યાર પછી વિજય રૂપાણી અને વીતેલા વર્ષે ભુપેન્દ્રભાઈ પટેલ – એમ ત્રણ મુખ્યમંત્રી રહ્યા, મંત્રીઓ બદલાયા. 2022ની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લડાય છે એવી જાહેરાત અમિત શાહ એ કરી હતી. મોદીનું ‘નરેન્દ્ર-ભુપેન્દ્ર’ જુગલબંધી વિધાનથી તે પ્રમાણિત થયું. ઘાટલોડિયા મત વિસ્તારમાંથી મોટી બહુમતીથી ચૂંટાઈ આવેલા ભુપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમની સાથે કેટલાક અનુભવી અને બીજા અનુભવી મથી રહેલા મંત્રીઓ છે. અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરીની પસંદગી થઈ.

ગુજરાત વિધાનસભાનો આ ચહેરો છે. આગામી દિવસોમાં ગુજરાતની સમસ્યાઓ સહિત 2024ની લોકસભા ચૂંટણીના પડકારો છે અને આ તો દેશને વડાપ્રધાન, ગ્રુહપ્રધાન, આરોગ્ય પ્રધાન, કાપડ પ્રધાન આપનારા ગુજરાતની જમીન છે, તેણે પોતાના ‘ગુજરાત મોડલ’ની આબરૂ કઈ રીતે જાળવવી એ તેમના પોતાનાં હાથમાં છે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">