એકલા શિંઝો જ નહિ, જાપાન વર્ષોથી ભારત-મિત્ર!

|

Jul 11, 2022 | 4:43 PM

રવિવારે ચૂટણીમાં પોતાના પક્ષના ઉમેદવારની જીત માટે તેમણે અપીલ કરી અને થોડીક મિનિટોમાં તેના પર એક બંદૂકથી ગોળીબાર થયો. ગોળી વાગવાથી તે રસ્તા પર ઢળી પડ્યા, છાતીમાં ગોળી વાગી હતી અને કપડાં પર લોહીના રેલા.

એકલા શિંઝો જ નહિ, જાપાન વર્ષોથી ભારત-મિત્ર!
Shinzo Abe and Narendra Modi (PC: Twitter)

Follow us on

શુક્રવાર માત્ર જાપાન (Japan) નહિ, દુનિયાને માટે “કાળો શુક્રવાર” સાબિત થયો. જેણે જાપાનને બિસ્માર અર્થતંત્રથી બચાવી લીધું હતું તે પૂર્વ વડાપ્રધાન શિંઝો એબે (Shinzo Abe) ને પશ્ચિમ જાપાનની એક શેરીમાં રસ્તા પર એક હત્યારાએ પોતે બનાવેલી ગનથી મારી નાખ્યા. હત્યારો એકતાળીસ વર્ષના તેત્સુયા યામાગામી નૌસેનામાં અફસર હતો.શિઝો એક રેલ્વે સ્ટેશન પાસે ચૂટણી પ્રચાર સભાને સંબોધન કરીને જવા નીકળ્યા ત્યારે આ ઘટના બની. રવિવારે ચૂટણીમાં પોતાના પક્ષના ઉમેદવારની જીત માટે તેણે અપીલ કરી અને થોડીક મિનિટોમાં તેના પર એક બંદૂકથી ગોળીબાર થયો. ગોળી વાગવાથી તે રસ્તા પર ઢળી પડ્યા, છાતીમાં ગોળી વાગી હતી અને કપડાં પર લોહીના રેલા. સરકારના કહેવા મુજબ તો ચુસ્ત સુરક્ષા હતી પણ ટીવી કે અખબારોમાં દેખાતી તસવીરોમાં એવું લાગતું નથી.

શિઝોની હત્યા પાછળ કોણ જવાબદાર તે હજુ તો નક્કી થઈ શક્યું નથી. પેલો પાગલ હત્યારો એવું કહે છે કે કેટલીક અફવાઓ સાંભળ્યા પછી મે આ નિર્ણય લીધો હતો. કઈ અફવા? અને કેવો અંજામ? એક વાત ચોક્કસ છે કે શિઝો પાક્કા રાષ્ટ્રવાદી હતા. તેના “લિબરલ ડેમોક્રેટિક પાર્ટી “ના જુથ “સીવાકાઈ” નું નેતૃત્વ કરતા હતા. સ્વાભિમાની શ્રેષ્ઠ જાપાન તેનું સપનું હતું.

સપ્ટેમ્બર-બોર્ન (21.9.1954) શિઝોએ રાજ્યશાસ્ત્રમાં પદવી મેળવી, પક્ષમાં જોડાયા અને તેના રાષ્ટ્રવાદી જુથ “સીવાકાઈ “ ના નેતા તરીકે પિતા પાસેથી નેતૃત્વ સ્વીકાર્યું. 1993 માં પહેલીવાર ચૂંટાયા, વડાપ્રધાનના કેબિનેટ સેક્રેટરી થ્ય, 2006માં વડાપ્રધાન. કોલાઈટીસની બીમારી બચપણથી તેણે કારણે એકવાર તો રાજીનામું આપવું પડ્યું. પછી બીજીવાર વડાપ્રધાન થ્ય. એબીનોમિક્સ પ્રચલિત કર્યું, ચાર વર્ષ દેશનું બંધારણીય નેતૃત્વ કર્યું, 2020ના ઓગષ્ટમાં તો હજુ વડાપ્રધાન પદના રહ્યું પણ પોતાના પક્ષના પ્રચારમાં એક્દમ સક્રીય રહ્યા. 2022ના જુલાઈની આઠમીએ તેમની હત્યા થઈ.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

જાપાનની રાજનીતિ કોઈ એક વાડામાં બંધાયેલી રહી નથી, બદલાતી રહે છે. લોકતંત્ર એટલું તીવ્ર માત્રામાં છે કે વડાપ્રધાન કે બીજા વરિષ્ઠ રાજકારણીઑ પર ભ્રષ્ટાચારના આક્ષેપ થાય તો તે રાજીનામું આપી દે અને ક્યારેક તો ફેર ચૂટણી પણ થાય. રાજકીય પક્ષોમાં ડાબેરી નહિ પણ લિબરલ, રૂઢિચુસ્ત, જમણેરી, એવા વિચારભેદ સાથેના જુથ છે. સૌનું લક્ષ્ય જાપાનને કઈ રીતે મજબૂત બનાવવું એતો હોય જ.

શિઝો લિબરલ પક્ષમાં પણ એક શક્તિશાળી જૂથનું નેતૃત્વ કરતા હતા તેનું જાપાનીઝ નામ જુઓ:” seiwa seisaku kenkukai”( આનું ગુજરાતી કરવાનો પરિશ્રમ કરવા જેવો નથી. એકવાર બાંગલા દેશના એક પક્ષના નામનો અનુવાદ “સેકસી પાર્ટી” અને બીજો “જાતિવાદી પક્ષ“ એવો કર્યો. મૂળ બંગાલીમાં “જાતિય પાર્ટી”નો અર્થ રાષ્ટ્રીય પક્ષ થાય છે!) આ જુથ જાપાનમાં આર્થિક, સામાજિક, આરોગ્ય અને વિદેશી સંબંધોને કેન્દ્રમાં રાખીને જાપાનને ઊંચાઈ સુધી લઈ જવા માગે છે.

આપણા વડાપ્રધાને તેમને ઊર્મિસભર અંજલિ આપી તેમાં વ્યક્તિગત અને રાષ્ટ્રીય મિત્ર બતાવ્યા તે વાત સાચી છે. મહત્વની વાત આ છે કે એશિયામાં “ઓરિયેન્ટલ” સંસ્કૃતિ આપણને પશ્ચિમથી અલગ અને અનોખી પ્રમાણિત કરે છે. એટ્લે વારંવાર એશિયાની અલગ શક્તિના પ્રયોગો થતાં રહ્યા છે. પશ્ચિમી દેશો કરતાં જાપાન, ભારત, જર્મની અને બીજા એશિયાઈ દેશોનું સાહિત્ય, રાજકારણ, જીવનશૈલી અલગ છે. જર્મન પ્રજા ભારતની સાથે એકલી રાજકીય નહિ, સંસ્કૃત ભાષા સાથે પણ દ્રઢ સંબંધ ધરાવે છે. આજે પીએન જર્મનીમાં રેડિયો, ટીવી, યુનિવર્સિટીઑ, સંશોધન સંસ્થાઓમાં હિન્દી અને સંસ્કૃતને ભારે મહત્વ અપાય છે.

બીજા વિસ્વયુદ્ધ દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ક્રાંતિકાર્યના પિતામહ રાસબિહારી બોઝ “મહાન એશિયા”ની યોજના ઘડી કાઢી તેના અંતર્ગત ભારતની આઝાદીનું સૈનિકી યુદ્ધ શરૂ કરવામાં આવ્યું હતું. જાપાને તમામ ભારતીય યુદ્ધ કેદીઓ નેતાજીને સોંપી દીધા હતા. હિટલરે પણ એવું જ કર્યું હતું. જાપાનના તે સમયના રાજવી હિરોહિતો અને વડાપ્રધાન સેનાપતિ જનરલ તોજો બંનેની શુભેચ્છા અને સહયોગથી આઝાદ હિન્દ સરકાર રચવામાં આવી અને આઝાદ હિન્દ ફોજે છેક રંગૂન થઈને ઇમ્ફાલ સુધી પહોંચીને 1943માં મુક્ત ભૂમિનો ઇતિહાસ રચ્યો હતો. જો બીજા વિશ્વ યુદ્ધમાં જાપાન, જર્મની જીત્યા હોત તો એશિયયાનો નક્શો બદલાઈ ગયો હોત.

સુભાષ બોઝે સિંગાપુર, બેંકોક, ટોકિયો, રંગુનની પરિષદોમાં “મહાન એશિયા” નું સૂત્ર આપ્યું તેને એજ મંચ પરથી જનરલ તોજોએ અને સમ્રાટ હિરોહિતોએ સમર્થન આપ્યું હતું તેનાથી ગભરાયેલા બ્રિટન, અમેરિકા, રશિયાએ આ મુદ્દાથી બીજે ધ્યાન દોરવા માટે મોટું પ્રચાર તંત્ર ગોઠવ્યું તેને ભારતમાં સામ્યવાદીઑ અને કેટલાક કોંગ્રેસ નેતાઑ આગળ ચલાવ્યું.હિટલર ભારતને પચાવી પાડવા માગે છે એવો પ્રચાર શરૂ કર્યો તેનાથી પ્રેરિત પંડિત જવાહરલાલે જાહેરમાં એવું કહ્યું કે આસામ ઇમ્ફાલ મોરચે જો (નેતાજી બોઝની) આઝાદ હિન્દ ફોજ આવશે તો તેની સામે લડવા માટે હું પહેલો જઈશ!

જાપાન અત્યારે ભારત-મિત્ર છે. તેના પૂર્વ વડાપ્રધાનની હત્યા એકલદોકલ બનાવ છે કે ચીન સહિતના કેટલાક પરિબળો દ્વારા આંતર રાષ્ટ્રીય ષડયંત્રનું પરિણામ છે એવી ચર્ચા ચાલુ થઈ છે. કેનેડી,આર્થર પામ, ગાંધીજી, લિંકન, રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, શ્યામપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ટ્રોટસ્કી શેખ મુજીબુર રહેમાન .. આ તમામના મૃત્યુ કાન તો ઉઘાડી રીતે હત્યાઓ હતી અથવા તેમના મૃત્યુ સંદેહાસ્પદ હતા જેને પડદા પાછળની હત્યા જ કહી શકાય. આવા બીજા ઘણા નામો ઇતિહાસના ચોપડે ચડેલા છે. શિઝોનું નામ તેમાં હવે જોડાઈ ગયું છે. એશિયન રાજનીતિને નવો આકાર આપવા માટે શિઝો જેવા નેતાઓ જોઈશે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા ૪૦ વર્ષો થી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Published On - 11:22 am, Sun, 10 July 22

Next Article