…..તો, આપણા મહાનાયકની પ્રતિમાની સાથે, તેમના મૃત્યુની વિસ્ફોટ્ક વિગતો પ્રાપ્ત થઈ હોત!

|

Sep 18, 2022 | 4:29 PM

શું આ બધુ ઊંડી તપાસ માંગતુ નહોતું? નેહરૂ સરકારે પ્રજાકીય દબાણને લીધે પહેલી તપાસ સમિતિ શાહનવાઝ ખાનની બનાવી, પછી જી.ડી. ખોસલાનું તપાસ પંચ બન્યું. બંનેએ કોઈ જાત તપાસ વિના જ કહી દીધું કે નેતાજીનું પેલા વિમાની અકસ્માતમાં જ મૃત્યુ થયું છે.

.....તો, આપણા મહાનાયકની પ્રતિમાની સાથે, તેમના મૃત્યુની વિસ્ફોટ્ક વિગતો પ્રાપ્ત થઈ હોત!
Image Credit source: TV9 GFX

Follow us on

એક અભિશાપ આપણાં દેશને લાગેલો છે તે ભૂલી જવાનો શાપ. એવું ઘણું આપણે વિસ્મૃત કરી દઈએ છીએ કે જેને યાદ રાખવું જરૂરી હતું અને છે. કોઈ પણ દેશ કે સમાજ પોતાના ઈતિહાસને- ખાસ કરીને ગૌરવવ્ંતા ઈતિહાસને- ભૂલી જાય તેની શક્તિ અને સંસ્કૃતિ રહેતા નથી. આઝાદીના 75 વર્ષે આપણે સુભાષ ચંદ્ર બોઝને (Subhash Chandra Bose) તેમની પ્રતિમા દિલ્હીના કર્તવ્ય પથ પર સ્થાપી તે ઉચિત અંજલિ તો પંદરમી ઓગસ્ટ, 1947ના રોજ સ્થાપિત કરીને આપવી જોઈતી હતી પણ એવું થાય તો જવાહરલાલ નેહરુની પ્રતિભાનું શું થાય? એમણે તો આઝાદ હિન્દ ફોજના સ્વાધીનતા સંગ્રામની નિંદા કરીને એવું જાહેરમાં લલકાર્યું હતું કે જો સુભાષ ભારતની સરહદે આવશે તો તેની સામે લડવામાં હું પહેલો જઈશ! લોર્ડ અને લેડી માઉન્ટબેટનના કહેવાથી તેઓ આઝાદ હિન્દ ફોજના સ્વાતંત્ર્ય સ્મારક પર અંજલી આપવા પણ નહોતા ગયા! એટ્લે નેતાજીનું ઈરાદાપૂર્વક સ્મરણ ભૂંસી નાખવાના પ્રયાસો થયા.

તેમના મૃત્યુની તપાસ માટે અમેરિકા ઇંગ્લેન્ડમાં પોલીસ અને ગુપ્તચરો તપાસ કરી રહ્યા હતા પણ ભારતીય સંસદમાં એક જ જવાબ ટ્રેઝરી બેન્ચથી મળતો રહ્યો કે સુભાષ ચંદ્ર 1945ની 18 ઓગસ્ટે તાઈહોકુ વિમાન મથકે વિમાન તૂટી પડ્યું તેમાં તેમનું અવસાન થયું હતું. સમર ગુહા, હરિ વિષ્ણુ કામઠ, અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓએ સવાલ ઉઠાવ્યો તો અમેરિકન સમિતિ એવું કેમ કહે છે કે જાપાને સુભાષને બચાવી લેવા વિમાની અકસ્માતની વાર્તા વહેતી કરી હતી, તે પણ તેમના કહેવાતા મૃત્યુ પછી છ દિવસે! અમેરિકન ગુપ્તચર સમિતિનો અહેવાલ 1956માં બહાર પડ્યો તેમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું કે નેતાજી જીવિત હોવાની સંપૂર્ણ શક્યતાઓ છે.

ગાંધીજીએ આ કથિત દુર્ઘટનાને માનવાની ના પાડી. મિલીટરી નોટમાં પૂછવામાં આવ્યું કે 18 ઓગસ્ટ પછી બોઝ સાઈગોનમાં જોવા મળ્યા હતા. ફિલિપ ફેને 6 ઓક્ટોબર 1945ની અંગત ડાયરીમાં લખ્યું કે નેતાજી જાપાન અંકુશના વિસ્તારમાંથી સહી સલામત રશિયન હકૂમત હેઠળના વિસ્તારમાં પહોંચી ગયા હતા. સાઈગોન કંટ્રોલ કમિશનના અહેવાલમાં એવું કહેવામા આવ્યું કે 17 ઓગસ્ટે નેતાજી સીંગપુરથી ટોકિયો જવા રવાના થયા પણ પછી 18 મીએ તેઓ ક્યાંથી ક્યાં પહોંચ્યા તેની કોઈ સાચી માહિતી નથી. નેતાજીની સાથે અકસ્માતમાં દાઝી ગયેલા હબીબુર રહેમાનના નિવેદન પર ભરોસો થઈ શકે તેમ નથી. તેના નિવેદનોમાં વિરોધાભાસ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બર્મામાં સી આઈ સી બી . ઈન્ટેલિજન્સ ક્વાર્ટરના વડા યંગે માર્ચ 1946માં બ્રિટિશ તપાસપંચને લેખિતમાં જણાવ્યુ કે “ નેતાજીને સહિ સલામત બ્રિટિશ સેનાની આંખમાં ધૂળ નાખીને જે યોજના કરવામાં આવી તે ઘણી બાહોશીથી બનાવવામાં આવી. …” આઝાદ હિન્દ ફોજના સેનાની જે.કે, ભોંસલે, આનંદ મોહન સહાય, પ્રીતમ સિંઘ ..કોઈ કરતાં કોઈ કશું કહેતા નહોતા. ભોંસલે ઘણું બધુ જાણતા હતા પણ બ્રિટિશ સમિતિ તેમની પાસેથી કોઈ જ માહિતી કઢાવવામાં સફળ થઈ નહીં. તેહરાનના અહેવાલ પ્રમાણે રશિયન વાઈસ કોન્સલ જનરલ મોરડોફે તો માર્ચ 1946માં કહ્યું કે સુભાષ તો રશિયા પહોંચી ગયા હતા.

શું આ બધુ ઊંડી તપાસ માંગતુ નહોતું? નેહરૂ સરકારે પ્રજાકીય દબાણને લીધે પહેલી તપાસ સમિતિ શાહનવાઝ ખાનની બનાવી, પછી જી.ડી. ખોસલાનું તપાસ પંચ બન્યું. બંનેએ કોઈ જાત તપાસ વિના જ કહી દીધું કે નેતાજીનું પેલા વિમાની અકસ્માતમાં જ મૃત્યુ થયું છે. તેના સંદર્ભમાં જે પ્રમાણ મૂક્યા તે પોતે જ સાવ ખોટાં પુરવાર થયા છે. જેમ કે એક ગુજરાતી પત્રકાર હરીન શાહે જાપાનની મુલાકાત લઈને પોતાના પુસ્તકમાં જે ગપ્પાં માર્યા તેને આ પંચે માની લીધા છે.

પુસ્તકમાં વિમાની અકસ્માત દરમિયાનના જે સાક્ષીના નામ અને વિગતો આપવામાં આવી છે, જસ્ટિસ મુખર્જી પંચની તપાસમાં સત્ય બહાર આવ્યું કે આમાના કોઈનું અસ્તિત્વ જ નહોતું. ત્રીજા તપાસ પંચ જસ્ટિસ મનોજ કુમાર મુખર્જી પંચે ઘણી આધારભૂત તપાસ કરી પણ રશિયામાં નેતાજીને સાઈબીરિયાની જેલમાં રાખવામાં આવ્યા હતા તે દસ્તાવેજો રશિયન સરકારે આપ્યા નહીં એટ્લે એક મોટી બાબત બાકી રહી ગઈ. તે તથ્યો અને દસ્તાવેજો પ્રાપ્ત થયા હોત તો દુનિયાને આપણા મહાનાયકના અંતિમ દિવસો ક્યાં અને કેવા પસાર થયા હતા તેની વિસ્ફોટ્ક માહિતી મળી હોત.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Next Article