AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુસીબતો મુખ્યમંત્રીઓની, એવી ને એવી?

આપ એક મનોરંજક પાર્ટી છે. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે” જાનમાં કોઈ જાણે નહિ, ને હું વરની ફોઈ!” આ લેખ લખતી વખતે હું આપના મુખ્યમંત્રી તરીકે જાહેર કરેલા ઉમેદવારનું નામ યાદ કરતો હતો. માંડ યાદ આવ્યું, તે ઈસુદાન ગઢવી માટે તેમની બેઠક જીતવી એ પહેલી કસોટી છે.

મુસીબતો મુખ્યમંત્રીઓની, એવી ને એવી?
Image Credit source: TV9 GFX
| Updated on: Nov 19, 2022 | 7:56 PM
Share

અમિત શાહે તો કહી દીધું કે પરિણામ પછી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી રહેશે. વડાપ્રધાને પણ પ્રશંસાના પુષ્પ કેટલીક સભાઓમાં કર્યા અને નરેન્દ્ર-ભૂપેન્દ્રની જુગલબંધી કહી. હજુ પ્રદેશ પ્રમુખ પાટીલ આવું બોલ્યા નથી પણ પ્રચાર સભામાં ક્યાંક કહે પણ ખરા. આનો એક અર્થ એવો કે આગામી સરકારમાં ભૂપેન્દ્ર પટેલ વળી પાછા મુખ્યમંત્રી બનશે અને પૂરા પાંચ વર્ષ શાસન કરશે.

આનાથી કેટલાકને નવાઈ લાગી છે, કેટલાક તેલ જુઓ, તેલની ધાર જુઓ નીતિ અપનાવીને ચૂપ બેઠા છે. વિરોધ પક્ષોને આ મુદ્દે ભાજપમાં ઘડભાંજ થશે એવી આશા હતી પણ ખટલે મોટી ખોડ એવી કે કોંગ્રેસ પોતાનો ભાવિ મુખ્યમંત્રી નક્કી કરી શકી નથી. થાકેલા કાર્યકર્તાઓનો એક વર્ગ હવે તો એવું કહી રહ્યો છે કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં આવે તો તેમનું નામ જ જાહેર કરી દો ને? મુખ્યમંત્રી તરીકેનો તેમને અનુભવ છે , બીજા કોંગ્રેસી નેતાઓને નથી પણ કોંગ્રેસમાં વાત એટલી સીધી સરળ નથી. રાહુલ ગાંધી આવે અને કોઈ નિર્ણય લેવાય તેના પર નજર છે.

આપ એક મનોરંજક પાર્ટી છે. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે” જાનમાં કોઈ જાણે નહિ, ને હું વરની ફોઈ!” આ લેખ લખતી વખતે હું આપના મુખ્યમંત્રી તરીકે જાહેર કરેલા ઉમેદવારનું નામ યાદ કરતો હતો. માંડ યાદ આવ્યું, તે ઈસુદાન ગઢવી માટે તેમની બેઠક જીતવી એ પહેલી કસોટી છે. ટીવી પર કોઈ કાર્યક્રમ આપવો અને “હું બેઠો છું ને” એમ અભિનેતા ખાન-શૈલીમાં “મૈ હું ના…”એમ કહેવું અને ગુજરાતની કોઈ બેઠક પર જીત મેળવવી એમાં આસમાન-જમીનનો ફર્ક છે એવું તો ખુદ કેજરીવાલ પણ માને છે.

કેજરીવાલને આપના ઉમેદવારો જીતે તેમાં પ્રાથમિક રસ નથી, માત્ર મતો મળે જેથી રાષ્ટ્રીય સ્તરે આપની રાષ્ટ્રીય પક્ષ તરીકે ગણના થાય તેવી વ્યૂહરચના છે. તીર નહિ તો તુક્કો એવી કહેવતને તેઓ અનુસરી રહ્યા છે. આ પક્ષ પાસે ગુજરાતનાં વિકાસનો કોઈ નક્શો નથી. માત્ર ભ્રષ્ટાચારની એચ એમ વી રેકર્ડ વગાડવી અને રેવડી બજાર ખુલ્લી મૂકવી એટલી જ તેની નીતિરીતિ! પંજાબમાં જીતી ગયા, ખાલીસ્થાની ટેકો મેળવીને એવું કર્યું પણ ત્યાં ભાંગી પડેલી કોંગ્રેસ હતી. ખુદ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ કહી કહીને થાક્યા કે પાકિસ્તાનમાં જઈને હાથ મેળવનાર હરભજન સિંહને માથે ના ચઢાવો પણ રાહુલ બાબા માન્યા નહીં એટ્લે સિંઘે પક્ષમાંથી રાજીનામું આપવું પડ્યું. આ કોંગ્રેસ જીતી શકાઈ પણ અહીં તેની સ્પર્ધા કોંગ્રેસની સામે નહીં ભાજપની સામે છે. અહીં તેનું નસીબ કોંગ્રેસનાં મત કાપવાથી વધુ કશું નથી.

કોંગ્રેસ ભલે હાકોટા મારે પણ તેની સ્થિતિ પરોપજીવી છે. જ્યાં બીજા પક્ષના ઉમેદવાર નબળા હોય ત્યાં થોડીઘણી શક્યતાઓ સાથે આ પક્ષ ચૂંટણી લડી રહ્યો છે. તેમની પાસે સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય હોય તેવો નેતા નથી, સ્થાનિક હાલત પણ ખેંચાખેંચની. રાહુલને કથિત ભારત જોડો યાત્રામાંથી સમય કાઢીને ગુજરાતમાં આવવાની આજીજી છેક હવે સાંભળવામાં આવી એટ્લે તેની અને પ્રિયંકાની સભાઓ ગોઠવાઈ. બાકીના “સ્ટાર પ્રચારકો”ની દશા માઠી છે. ખડગેને અહીં કોણ ઓળખે? હ, પ્રિયંકાને ઈન્દિરા ગાંધીની પૌત્રી તરીકે ઓળખાવી શકાય પણ તેનાથી મત મળે?

ભાજપે પણ સ્ટાર પ્રચારકો મૂક્યા છે. યોગી આદિત્યનાથ તેમાં સૌથી અધિક જાણીતા. તેજસ્વી સાધુ રામ જન્મભૂમિ મંદિરના પ્રદેશઠી આવે છે, ભલભલા માફિયાઓને ખેદાનમેદાન કરી નાખ્યા અને બુલડોઝર ચલાવ્યા એવી ખ્યાતિ છે. કેટલાક તેમને ભાવિ વડાપ્રધાન તરીકે જુએ છે. તેની સભાઓનો પ્રભાવ પડે. ફડનવીસ પણ જાણીતા અને પાડોશી મહારાષ્ટ્રમાંથી આવ્યા તેનું આકર્ષણ લોકોને રહે. સ્મૃતિ ઈરાની પાસે ધારદાર વાણી છે.

આપનું એક હથિયાર પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંઘ માન છે, સિસોદિયા પણ ખરા. માનને વિદેશની વિમાન યાત્રામાંથી ઉતારી દેવામાં આવ્યા હતા, તેમણે દારૂબંધી પ્રદેશમાં પ્રચાર માટે મોકલાયા છે. આપ એવું આશ્વાસન લઈ શકે કે લોકશાહીમાં હવે કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી બનવું, લોપરીય રહેવું અને સત્તાને સાંભળવી એ કામ ક્યારેય આસાન નથી રહ્યું તેવી તવારીખ છે. ગુજરાતનું પોતાનું રાજ્ય બન્યું તેના પહેલા મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાની સામે કોંગ્રેસની સંગઠન પાંખે બળવો પોકાર્યો હતો અને કોંગ્રેસ પ્રમુખ સંજીવ રેડ્ડીની “દસ વર્ષથી વધુ હોદ્દો નહીં” ફોર્મ્યુલા લાગુ પાડવાની માંગ થઈ હતી. ચૂંટણીમાં જીત્યા હોવા છતાં તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. કોંગ્રેસે જેને ભાવિ મુખ્યમંત્રી ગણાવ્યા હતા તે બળવંતરાય મહેતા ચૂંટણીમાં હારી ગયા હતા. હિતેન્દ્ર દેસાઈએ પક્ષપલટાની સરકાર ચલાવી.

ચીમનભાઈ પટેલ અને કાંતિલાલ ઘીયા- બની મુખ્યમંત્રી તરીકેના એક જ પક્ષના ઉમેદવારો, તેમાં ચીમનભાઈ પટેલનું પંચવટી પ્રકરણ થયું, મુખ્યમંત્રી તો બન્યા પણ ભ્રષ્ટાચારના મુદ્દે રાજીનામું આપવું પડ્યું અને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા તો નવો પક્ષ રચ્યો. સમય આવ્યે કોંગ્રેસમાં પક્ષને વિલીન કર્યો અને ફરીવાર મુખ્યમંત્રી બન્યા. માધવસિંહ સોલંકી પણ રાજીનામાં-વીર બન્યા અને તેમના સમયમાં અનામત-તરફેણ-વિરોધ આંદોલનોમાં વ્યાપક હિંસાચાર થયો. શંકર સિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, દિલિપ પરિખ, આનંદી બહેન પટેલ અને વિજય રુપાણી સુધીની યાદી મુખ્યમંત્રી તરીકેની સમસ્યા, સિદ્ધિ અને રાજીનામાઓની છે. ભૂપેન્દ્ર પટેલ આમ તો સીધા સાદા માણસ છે પણ રાજકારણને બરાબર સમજે છે, હવે વધુ સમજતા થયા છે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">