AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પપ્પાજીની પૌત્રી, સ્મગલર્સ ઓફ ટ્રૂથના લેખક અને…અદ્દલ માસ્તર!

2022ની ચૂંટણીના ઉમેદવારોની પસંદગીએ અલગ અલગ પ્રતિક્રિયા પેદા કરી છે. એક મોટો વર્ગ-જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બીજા મોટાભાગના મંત્રીઓ પક્ષમાં જે નિર્ણય લેવાયા તેને માથે ચડાવવા જોઈએ એમ પ્રમાણિક્તાથી માને છે.

પપ્પાજીની પૌત્રી, સ્મગલર્સ ઓફ ટ્રૂથના લેખક અને...અદ્દલ માસ્તર!
Image Credit source: File Image
| Updated on: Nov 16, 2022 | 10:40 PM
Share

તમને થશે કે ચૂંટણીના આવા માહોલમાં વાર્તા લખવા બેઠા? આમ તો આખી ચૂંટણી પોતે જ કોઈ વાર્તા કે નવલકથા જેવી છે. એટલું નક્કી કરવું પડે કે વાર્તા સુખાંત છે કોઈને માટે, કોઈ દુખાન્ત વર્તના નાયક હશે. હોરર વાર્તા પણ હોવાની અને નાટકથી વધુ નાટકીય મનોરંજન તો છે ને છે જ. પણ આપણે તો કેટલાંક અનોખા પાત્રોની વાત કરવી છે. જેની આસપાસ એવી ઘટનાઓ અને પ્રવૃત્તિ છે કે જેની ઓળખ રસપ્રદ થઈ રહે.

રાજકોટ પશ્ચિમની વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર છે, ડો. દર્શિતા શાહ. ક્યાંય છાપાના મથાળામાં ચમક્યું નહીં હોય. આમેય આ વખતે ઉમેદવારોની પસંદગી થઈ તે શુદ્ધ “નરેંદ્ર શૈલી” ની છે. અમિત શાહ પણ આ વાતને અનુસર્યા કે નવીન પર્વ કે લીયે , નવીન પ્રાણ ચાહીએ. આ ગીત સંઘની શાખાઓમાં ગવાતું. રાજકીય તખતા પર ઘણી તોડજોડ અને સમજૂતીઓ હોય જ, એટ્લે આ પસંદગી રાજકીય હોવા છ્તાં તેમાં એક હેતુ એવો છે કે નવા લોકો આવતા જાય, જૂના ધીરે ધીરે પાછળ રહીને તેમણે ટેકો આપે. આવું બધે એકસરખું તો થતું નથી પણ મોદી વડાપ્રધાન પદે રહીને, અને પછી પણ ભાજપને એવા રસ્તે લઈ જવા માગે છે કે તેની હાલત કોંગ્રેસ જેવી ના થાય. તેને માટે તેવા નિર્ણય પણ લે છે. મુસીબત એ છે કે તેને લીધે-અનેકોની સલાહ પછી નિર્ણય લેવાતા હોવા છ્તા- એક છાપ એવી પણ ઊભી થઈ છે કે મોદી આપમુખત્યાર છે!

2022ની ચૂંટણીના ઉમેદવારોની પસંદગીએ અલગ અલગ પ્રતિક્રિયા પેદા કરી છે. એક મોટો વર્ગ-જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બીજા મોટાભાગના મંત્રીઓ પક્ષમાં જે નિર્ણય લેવાયા તેને માથે ચડાવવા જોઈએ એમ પ્રમાણિક્તાથી માને છે. એક વર્ગ એવો છે કે શાંતિથી પ્રવાહોને જુવે છે અને કોઈ અભિપ્રાય આપતા નથી વિરોધ પક્ષ અને મોદી-વિરોધી છાવણી, જેમાં કથિત ઉદારવાદીઓ અને એન.જી.ઑનો સમાવેશ થાય છે કે હવે પક્ષમાં બળવો થશે. કેટલીક વૈશ્વિક તાકતો પણ ઈચ્છે છે કે 2024માં મોદીની જમણેરી હિન્દુ સરકાર આવવી જોઈએ નહીં, આ બધાની વચ્ચે મોદી-શૈલીનું મતવ વધી જાય છે.

1962થી ગુજરાતની ચૂંટણી નિહાળતો આવ્યો છુ, સાધનાનો તંત્રી હતો એટ્લે ભારતીય જનસંઘની બેઠકોમાં જવાનું થતું. તે સંજોગોમાં એક દૂબળો પાતળો પક્ષ હતો જનસંઘ. હા, તેની મજબૂતી જેવા કાર્યકર્તાઓ હતા, જાતે ખર્ચ કરીને, કોઈ કાર્યકર્તા કે સ્વજન કે ધર્મશાળા અને પક્ષના કાર્યાલયમાં રહીને તેઓ પ્રચાર કરતાં. ઈન્દુલાલ યાજ્ઞિકનું ચા અને ચવાણું તેમની પહેલા જ આ કાર્યકર્તાઓએ અપનાવી લીધું. સામે કોંગ્રેસનો દબદબો, સમાજવાદી પક્ષના આગેવાનો, સામ્યવાદીઓનો પ્રચાર, દેશ એટ્લે કોંગ્રેસ અને કોંગ્રેસ એટ્લે નેહરુ એવી હવા…

ગામડામાં પ્રચાર કરવા જાય ભાંગીતૂટી મોટરમાં તો પાદરમાં ઓટલે બેઠેલા મૂછાળા પહેલા પૂછે કે કોના તરફથી આવો છો. પછી ઝાડ પરનું પાટીયું બતાવે જેમાં લખ્યું હોય કે વિરોધ પક્ષોએ આ ગામમાં જવાની તસ્દી લેવી નહીં. આવા સંજોગોમાં જીતવું તો ઠીક અનામત પણ ગુમાવવી પડે. ઉમેદવાર માંડ શોધ્યો હોય, તેનું અપહરણ પણ થઈ જાય. પરિણામ પછી જેની ડિપોઝિટ બચી હોય તેનું સન્માન કરવામાં આવે!

જનસંઘના હાલના ઉમેદવારો પહેલા પાંચ સાત ચૂંટણીના ઉમેદવારો રહ્યા હશે. ચીમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, સૂર્યકાંત આચાર્ય, ચીમનભાઈ શેઠ, વસંત રાવ ગજેન્દ્રગડકર, હરિસિંહજી ગોહિલ, મકરંદ દેસાઈ, અરવિંદ મણિયાર, નગીનદાસ શાહ, મંગલસેન ચોપરા, હરિપ્રસાદ પંડ્યા, વજુભાઈ વાળા, હરિશ્ચંદ્ર પટેલ, બાબુભાઈ પટેલ … પહેલી પંક્તિ પછી બીજી આવી. તેમના ચાર તો મુખ્યમંત્રી બન્યા, હેમા બહેન, નરસિંહભાઈ પઢિયાર, દેવદત્ત પટેલ, પણ ખરા. પછી તો આ પંક્તિ ઘણી લાંબી થઈ. 1975-76ની જેલોમાં ઘણા ઘડાયા.

આ નામોની યાદી અધૂરી જ છે. વર્તમાન ઉમેદવારોમાં નવા ચહેરા ઘણા. જનસંઘની ભૂમિકા નથી, કેટલાક કોંગ્રેસમાંથી આવ્યા અને અનુકૂલન સાધી લીધું. 1980 પછી પક્ષમાં બીજા ઉમેરાયા. અમિત શાહ તેમના એક છે. નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા લગભગ સમાન સમયે જનસંઘમાં આવ્યા હતા.

2022ના ઉમેદવારોમાં એક ડો. દર્શિતા શાહ છે. આખો પરિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોથી સજ્જ. દર્શિતાના પિતા ડો. પ્રફુલ્લભાઈ અને તેમના પિતાજી ડો. પ્રાણલાલ દોશી. પ્રાણલાલ ભાઈ દોશી આર.એસ.એસ. ના ગુજરાતના પ્રાંત સંઘચાલક હતા. આખા ગુજરાતના કાર્યકર્તાઓ તેમણે “પપ્પાજી”ના નામે ઓળખે. અત્યંત ભલા, સહજ અને સમર્પિત વ્યક્તિ. તત્કાલિન કોંગ્રેસ અને ઢેબર ભાઈ પણ તેમનો આદર કરતાં. 1942 પછી સંઘ પ્રચારકની પહેલી ટુકડી ગુજરાતમાં આવી તેમાં રાજાભાઈ નેને પણ હતા. પછીથી મુંબઈ ગયા.

મરાઠી વિવેક સાપ્તાહિકના તંત્રી અને દીનદયાળ ઉપાધ્યાય સાહિત્ય શ્રેણીના સંપાદક બન્યા,દોશી સાહેબને સંઘની સમજ આપનારા રાજાભાઈ હતા. તેમના પછી લક્ષ્મણ રાવ વકીલ સાહેબ આવ્યા, દોશી સાહેબ એટ્લે કે પપ્પાજીની પૌત્રી ડિસેમ્બરમાં ક્લિનિક છોડીને ગાંધીનગરની રાજકીય પ્રયોગશાળામાં ધારાસભ્ય તરીકે આવશે. કદાચ આરોગ્ય મંત્રી પણ બને, આ પહેલા 1974માં આ પદે જનસંઘના હેમાબહેન આચાર્ય હતા.

રાજકોટથી અમદાવાદ આવતા એક હોટેલ આવે છે, જમુના હોટેલ. આ હાઈવે પરની પહેલી હોટેલમાંની એક. જનસંઘના કાર્યકર્તા, કોઈ ઉમેદવાર થવા તૈયાર નહોતું થતું ત્યારે ઉમેદવાર બનેલા જીતુભા રાણાનું આ સાહસ. તેમના પુત્ર કિરીટ સિંહ રાણાને ફરીવાર ટિકિટ મળતા મેદાનમાં છે. ત્રીજું નામ વડોદરાનું છે. ચૈતન્ય દેસાઈ મકરંદ દેસાઈના પુત્ર. તેમનું પુસ્તક સ્મગલર્સ ઓફ ટ્રૂથની કહાની જાણવા જેવી છે, વળી આ દિવસોમાં તેમની રાજકીય કારકિર્દીને આજના સંદર્ભે યાદ કરીશું.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">