કોરોના મહામારીમાં સૌથી વધુ માનસિક સમસ્યાનો સામનો કરે છે મહિલાઓ, ઘર અને ઓફિસનું કામ બન્યું મોટું કારણ

|

Oct 10, 2021 | 6:10 PM

કોરોના વાઈરસ (Corona Virus) મહામારીના સમયે માનસિક બિમારીથી લગતા કેસ વધવા લાગ્યા છે. આ બિમારીનો શિકાર સૌથી વધુ મહિલાઓ થઈ છે. મહિલાઓ પર આ સમય દરમિયાન કામનો બોજ વધી ગયો છે.

કોરોના મહામારીમાં સૌથી વધુ માનસિક સમસ્યાનો સામનો કરે છે મહિલાઓ, ઘર અને ઓફિસનું કામ બન્યું મોટું કારણ
File photo

Follow us on

છેલ્લા ઘણા સમયથી કોરોના (Corona) મહામારીએ વિશ્વમાં ભરડો લીધો છે. કોરોના મહામારીથી લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. એક રિસર્ચમાં સામે આવ્યું કે આમાં સૌથી વધુ અસર મહિલાઓ પર પડી છે. 

 

એક સંશોધનમાં સામે આવ્યું છે કે કોરોના વાઈરસની શરૂઆતમાં ડિપ્રેશન અને ચિંતાને લગતા કેસ લગભગ 25 ટકાથી પણ વધારે હતા. આ કેસ દુનિયાભરના ડોક્ટરો માટે ખતરાની ઘંટી સમાન હતા. એમાં હેરાનીની વાત એ છે કે એમાં સૌથી વધુ મહિલાઓ શિકાર બની છે. એક રિપોર્ટ અનુસાર 2020થી ડિપ્રેશનના 37.4 કરોડ કેસ સામે આવ્યા છે. એમાંથી લગભગ 7.6 કરોડ કેસની પાછળનું કારણ કોરોના છે. 7.6 કરોડ આંકડામાંથી લગભગ 5.2 કરોડ કેસ મહિલાઓના છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

જ્યારે પુરુષોની સંખ્યા માત્ર 2.4 કરોડ છે. જે હેડવે 2023 મેન્ટલ હેલ્થ ઈન્ડેક્સમાં સામે આવેલા એક સંશોધનમાં સામે આવ્યું હતું કે 83 ટકા મહિલાઓ કોરોના મહામારી દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરી રહી છે.

 

સ્ત્રીઓએ શું સહન કરવું પડ્યું?


આ સમય દરમિયાન મહિલાઓએ ઘરેલુ હિંસા અને ગર્ભપાતનો સામનો કર્યો છે. પીરિયડ્સ દરમિયાન સગર્ભા સ્ત્રીઓ અને અન્ય મહિલાઓએ ગભરાટના હુમલાની ફરિયાદ કરી છે. મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કેસોમાં વધારો થવા પાછળનું બીજું કારણ તેમના પર ઘરકામ અને બાળ સંભાળનો વધારાનો બોજ છે.

 

મહામારી દરમિયાન લાગુ થયેલા લોકડાઉનમાં લોકોને તેમના ઘરોમાં બંધ રહેવાની ફરજ પડી હતી. આ સ્થિતિમાં મહિલાઓ માટે ઓફિસ કામ અને ઘરના કામ વચ્ચે સંતુલન બનાવવું પડકાર બની ગયું છે. આંકડા દર્શાવે છે કે બહુ ઓછા પુરુષો મહિલાઓને ઘરના કામમાં મદદ કરે છે.

 

પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં બેલેન્સ

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ધરાવતી મહિલાઓમાં 44 ટકાને વ્યાવસાયિક અને અંગત જીવનને સંતુલિત કરવું મુશ્કેલ લાગ્યું છે. જેની અસર તેના માનસિક સ્વાસ્થ્ય પર પડી હતી. ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના અલીજે ફેરારી કહે છે, ‘કોવિડ-19 મહામારી દરમિયાન હાલની અસમાનતાઓને અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંકળાયેલા સામાજિક નિર્ધારકોને ઊંડા કર્યા છે. માનસિક આરોગ્ય સેવાઓને મજબૂત કરવાના પગલાં તરીકે નીતિ નિર્માતાઓ પણ આ પરિબળોને ધ્યાનમાં લે તે હિતાવહ છે.

 

આ પણ વાંચો : શિવાંશ કેસમાં મોટો ઘટસ્ફોટ, પિતા સચિને જ ગળું દબાવી માતા મહેંદીની હત્યા કરી હોવાનો ખુલાસો

 

આ પણ વાંચો :Indian Railway: ભારતીય રેલવેએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત AC કોચમાં ચોકલેટ અને નુડલ્સને ગોવાથી દિલ્હી મોકલાયા

Next Article