કારમાં કેમ ન પહેર્યું હેલમેટ? વાંચો કેમ મળ્યો E-Memo

|

Feb 23, 2021 | 5:34 PM

ગાઝિયાબાદમાં એક મામલો સામે આવ્યો છે જ્યાં પોલીસે કારની અંદર હેલ્મેટ ન પહેરવા બદલ એક શખ્સને દંડ ફટકાર્યો હતો.

કારમાં કેમ ન પહેર્યું હેલમેટ? વાંચો કેમ મળ્યો E-Memo
સાંકેતિક ફોટો

Follow us on

તમે જોયું હશે કે પોલીસે ખોટા પાર્કિંગ માટે, વધુ ઝડપે વાહન ચલાવવું, આ દિવસોમાં માસ્ક ન પહેરવાનું, હેલમેટ ન પહેર્યું હોય તો દંડ ફટકારતા, પરંતુ શું તમે ક્યારેય કોઈને કાર ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવાનો દંડ ભરતો જોયો છે? જી હા, તમે સાચું સાંભળ્યું ગાઝિયાબાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પોલીસે કારની અંદર હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો.

ગાઝિયાબાદના નંદગ્રામમાં રહેતા સુરેશ કુમારે જણાવ્યું હતું કે તેમની પાસે એક ચલણ (E-Memo) પહોંચ્યો છે જે 10 મહિના જૂનો છે. ચલણ ઉપર કારમાં બેઠો તેનો ફોટો છે. પરંતુ તેમની પાસે જે ચલણ (E-Memo) આવ્યું છે, તે હેલ્મેટ ન પહેરવા બદલ 500 રૂપિયાના ચલણ (E-Memo) કાપવામાં આવ્યા છે. સુરેશે જણાવ્યું હતું કે E-Memo 19 એપ્રિલ, 2020 તારીખ લખી છે. તેમણે કહ્યું કે કાર ચલાવતા સમયે કોઈ હેલ્મેટ કેવી રીતે પહેરી શકે છે. કાર ચલાવતા સમયે હેલ્મેટ પહેરવાનો કોઈ નિયમ નથી. જો ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસે આવો નિયમ બનાવ્યો છે, તો લોકોને જાગૃત કરો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તેમણે અધિકારીઓ પાસે માંગ કરી છે કે આ મેમો રદ કરવામાં આવે.

Next Article