ફોન ઉઠાવતા જ આપણે Hello કેમ બોલીએ છીએ ? જાણીએ જાણી-અજાણી વાતો

|

Mar 10, 2021 | 1:29 PM

આપણે કોઈને કોલ કરીએ છીએ કે કોઈનો કોલ ઉપાડયે છીએ તો સૌથી પહેલા આપણે Hello બોલીએ છીએ. તમે Hello બોલો છો બાદમાં જ સામેવાળાની વાત સાંભળીએ છીએ. શું તમને ક્યારે પણ વિચાર આવ્યો છે કે, Hello કેમ બોલવામાં આવે છે ? 

ફોન ઉઠાવતા જ આપણે Hello કેમ બોલીએ છીએ ? જાણીએ જાણી-અજાણી વાતો

Follow us on

આપણે કોઈને કોલ કરીએ છીએ કે કોઈનો કોલ ઉપાડયે છીએ તો સૌથી પહેલા આપણે Hello બોલીએ છીએ. તમે Hello બોલો છો બાદમાં જ સામેવાળાની વાત સાંભળીએ છીએ. શું તમને ક્યારે પણ વિચાર આવ્યો છે કે, Hello કેમ બોલવામાં આવે છે ?

આજે પણ આપણા હાથમાં સ્માર્ટ ફોન હોય પરંતુ 19મી સદીના ટેલિફોન આધુનિક હતા. આજે ભલે કંપની શાનદાર ફીચર વાળા ફોન બનાવી રહી છે પરંતુ તેની પાછળ ટેલિફોન આવિષ્કાર અલેક્ઝેન્ડર ગ્રેહામ બેલનો લીડ રોલ છે. સ્કોટિશ વૈજ્ઞાનિક ગ્રેહામ બેલે ઓપ્ટિકલ ફાઇબર સિસ્ટમ્સ, મેટલ-ડિટેક્ટર, ફોટોફોન્સ, બેલની શોધ પણ કરી હતી, પરંતુ તે મુખ્યત્વે ટેલિફોન માટે જાણીતા છે.

ગ્રેહામ બેલે 2 જૂન, 1875 ના રોજ ટેલિફોનની શોધ કરી, જેમાં તેણે સહાયક થોમસ વોટસનની મદદ લીધી હતી. 7 માર્ચ, 1876 ના રોજ, તેમણે ટેલિફોનને પેટન્ટ આપ્યો અને તે જ દિવસથી વૈજ્ઞાનિક ક ગ્રેહામ બેલ સત્તાવાર રીતે ટેલિફોનના શોધક બન્યા. ટેલિફોન પર વાત શરૂ થતાંની સાથે જ હેલો કહેવાનો ટ્રેન્ડ પણ એ જ યુગનો છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ટેલિફોન પર Hello બોલવાની પ્રથા વિશે ઘણું કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડનું નામ માર્ગારેટ હેલો હતું. તેથી તેણે ફોન પર વાત કરવાનું શરૂ કરતા પહેલા દર વખતે હેલો કહેવાનું શરૂ કર્યું.

જો કે, આ વાત પણ ખોટી લાગે છે કારણ કે આ વાતના કોઈ પુરાવા નથી. બીજી વાત એ છે કે બેલે તેની પ્રેમિકા સાથે લગ્ન કર્યા, એટલે કે તેની ગર્લફ્રેન્ડ તેની પત્ની બની. પરંતુ તેની પત્નીનું નામ મેબલ ગાર્ડિનર હબબાર્ડ હતું. વર્ષ 1877 માં તેમના લગ્ન પછી તેમની પત્નીએ તેનું નામ મેબલ હબબાર્ડ બેલ રાખ્યું હતું.

આ પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડ હેલો નામની સ્ત્રી નહોતી. તેનું નામ મેબેલ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન ટેલિગ્રાફ અને ટેલિફોન કંપનીના દસ્તાવેજોથી છતી થાય છે કે ગ્રેહામ બેલે ક્યારેય હેલો શબ્દનો ઉપયોગ કર્યો નથી. તેણે પહેલા તેના સહાયક સાથે વાત કરી અને તેને ફોન પર કહ્યું, “Come-here. I want to see you. એટલે કે “અહીં આવો, હું તમને મળવા માંગું છું અથવા તમને મળવા માંગું છું.”

જો કે, એવું માનવામાં આવે છે કે ગ્રેહામ બેલ ટેલિફોન પર વાત કરતી વખતે અહો (Ahoyનો ઉપયોગ કરતા હતા. જ્યારે લોકોએ ટેલિફોનની શોધ પછી તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. વાત કરતી વખતે, સૌ પ્રથમ તેઓ પૂછતા હતા કે Are you there? તેણે આ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો કે જેથી તે જાણી શકે કે તેનો અવાજ સામેની વ્યક્તિને સાંભળ્યો છે કે નહીં.

Hello બોલવાના વલણ વિશે ઘણી ગેરસમજો છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે આની પાછળનું અસલી કારણ ગેરસમજ છે. એવું કહેવામાં આવે છે કે એકવાર થોમસ એડિસને એહો (Ahoy) શબ્દને ખોટો ગણાવ્યો અને તેણે ગેરસમજમાં Hello બોલ્યો હતો.

એવું પણ કહેવામાં આવે છે કે એડિસનને આટલું લાંબું વાક્ય બોલવું ગમતું ન હતું Are you there?…. 1877 માં તેમણે હેલ્લો બોલવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે પીટસબર્ગની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ અને પ્રિન્ટિંગ ટેલિગ્રાફ કંપનીના અધ્યક્ષ ટીબીએ સ્મિથને પત્ર લખ્યો હતો કે ટેલિફોન પર સ્વાગત શબ્દ તરીકે Helloનો ઉપયોગ થવો જોઈએ. તેમની દરખાસ્ત સ્વીકારવામાં આવી.

પછી જ્યારે તેણે પહેલી વાર ફોન કર્યો ત્યારે તેણે પહેલી વાર ‘Hello’ શબ્દનો ઉપયોગ કર્યો. તે દિવસોમાં ટેલિફોન એક્સચેંજમાં કામ કરતા ઓપરેટરોને ‘હેલો ગર્લ્સ’ કહેવામાં આવતું હતું. આ રીતે તેનો ઉપયોગ શુભેચ્છાઓ માટે પણ થવાનું શરૂ થયું.

શબ્દકોશમાં હેલોનો અર્થ હેલો, નમસ્તે અથવા સલામ તરીકે થાય છે. તો આનો એક અર્થ પણ સાંભળવામાં આવે છે. ઓક્સફોર્ડ ડિક્શનરીમાં આવો જ અર્થ બતાવવામાં આવ્યો છે. તેથી આપણે જયારે મળીએ છે ત્યારે હેલો બોલીએ છીએ. અભિવાદન તરીકે પણ ઉપયોગ થાય છે.

Next Article