Insurance: શું તમે જાણો છો? ટર્મ, લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ વચ્ચે શું તફાવત હોય છે?
તમે અલગ અલગ પ્રકારના ઘણા વીમા સાંભળ્યા હશે અને કયો વીમો લેવો અને કયો ના લેવો તેને લઈને મૂંઝવણ પણ થઇ હશે. ચાલો તમને જણાવીએ વીમા વિશે.
અત્યારના સમયે વીમાને એટલે ઢાલ માનવામાં આવે છે. હેલ્થ, સેવિંગ અને વારસામાં પરિવારને કંઈ તકલીફ ના પડે તે અર્થે લોકો વીમો લેતા હોય છે. વીમા એજન્ટ અને વીમા કંપનીની જાહેરાતોમાં તમે ઘણી વાર અમુક શાબ્દો સાંભળ્યા હશે. ટર્મ, લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ આ શાબ્દો તમે ઘણીવાર સાંભળ્યા હશે. પરંતુ તમને આ ત્રણ વચ્ચે ફરક ના ખબર હોય તો આજે તમને અમે જણાવવા જઈ રહ્યા છીએ. એમ તો આ ત્રણેય વીમા ફાયદાકારક છે પરંતુ જરૂરીયાત મુજબ લઇ શાકય.
ભવિષ્યમાં કોઈ પણ અનિચ્છનીય ઘટનામાં વીમા દ્વારા ખુબ મદદ થાય છે. જીવન વીમો અને આરોગ્ય વીમો આ માટે લેવામાં આવે છે. જ્યારે આ વીમા પાકે છે ત્યારે સારું વળતર પણ મળે છે. આ સિવાય ટેક્સ બેનિફિટ પણ મળે છે.
જીવન વીમો (Life Insurance)
જીવન વીમો એ જીવંત વ્યક્તિના વીમાનો સંદર્ભ છે. આ હેઠળ લોકો જીવનનો વીમો લે છે. જો કોઈ વ્યક્તિએ જીવન વીમો લઇ રાખેલો છે, અને તે વ્યક્તિનું આકસ્મિક મોત થાય છે, તો તે જ સ્થિતિમાં મૃત વ્યક્તિના વારસદારને વળતર મળે છે. બીજી બાજુ જો જીવન વીમો પરિપક્વ થાય છે અને વીમો લીધેલ વ્યક્તિ હયાત છે, તો આ સ્થિતિમાં પરિપક્વતાનું સારું એવું વળતરમળે છે.
આરોગ્ય વીમો (Health Insurance)
જ્યારે કોઈ રોગની સારવાર માટે આર્થિક સંકટ પેદા થાય છે ત્યારે આરોગ્ય વીમો કામ લાગે છે. હાલમાં કોઈ પણ રોગની સારવાર ખૂબ ખર્ચાળ સાબિત થાય છે. આવી સ્થિતિમાં આરોગ્ય વીમો સારવાર માટે થતા ખર્ચ ચૂકવવા માટે ખૂબ ઉપયોગી છે. જો કોઈ વ્યક્તિ બીમાર પડે છે અને આરોગ્ય વીમો લે છે, તો પછી વીમા કંપની તેની સારવારનો ખર્ચ ઉઠાવશે. જો કે કોઈપણ રોગ પર ખર્ચની મર્યાદા આરોગ્ય વીમા પોલીસી પર આધારિત હોય છે.
ટર્મ વીમો (Term Insurance)
ટર્મ વીમાની પોલિસી જીવન વીમાથી થોડી અલગ છે. જો ટર્મ વીમો લીધેલ વ્યક્તિનું વીમાની મુદત દરમિયાન અવસાન થાય છે, તો તેનો લાભ આપવામાં આવે છે. જો કે જીવન વીમાના વ્યક્તિના મૃત્યુ પછી તેને મૃત્યુ અને પરિપક્વતા બંનેના લાભ મળે છે. તે જ સમયે ટર્મ વીમા હેઠળ મૃત્યુ લાભની રકમ જીવન વીમામાં ઉપલબ્ધ પરિપક્વતા લાભ કરતાં વધુ હોય છે.
આ ઉપરાંત જીવન વીમાની જેમ ટર્મ વીમામાં પાકતું વળતર મળતું નથી. જો મુદત દરમિયાન વીમાવાળી વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો આવી સ્થિતિમાં તેના પરિવારને લાભ મળે છે. બીજી બાજુ જો કોઈ વ્યક્તિ ઓછું પ્રીમિયમ ચૂકવવા માંગે છે અને તે ફક્ત મૃત્યુ પછી પરિવારની ચિંતા ધરાવે છે તો તેના માટે ટર્મ વીમો ફાયદાકારક છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુ પછી પરિવાર તેમજ જીવન દરમિયાન રોકાણ કરવાનું લક્ષ્ય રાખે છે, તો તે જીવન વીમાની પસંદગી કરી શકે છે. આ સાથે જીવન વીમા પોલીસી કરતાં ટર્મ વીમા પોલિસી પૂરી કરવી સરળ છે.
આ પણ વાંચો: Shreya Ghoshal: સિંગર શ્રેયા ઘોષાલના ઘરે કિલકારી ગુંજી ઉઠી, શ્રેયાએ આપ્યો પુત્રને જન્મ
આ પણ વાંચો: IMA એ બાબા રામદેવ સામે કાર્યવાહીની કરવાની કરી માંગ, એલોપથી પરના આ નિવેદનથી વિવાદ