વ્યક્તિ ટોયલેટમાં ફ્રેશ થવા ગયો, ત્યાં કોબ્રા સાપને જોઈ જતા જોવા જેવી થઈ હાલત!

|

Jun 03, 2021 | 7:36 PM

Rajasthan: આપણે અત્યાર સુધી કોબ્રા(Cobra) સાપને જંગલ અને વનમાં(Forest) જોયા હશે, પરંતુ કલ્પના કરો કે જો તમે સવારે શૌચાલયમાં (Toilet) ફ્રેસ થવા માટે જાવ અને ત્યાં શૌચાલયની સીટ પર કોબ્રા જુઓ તો શું થાય?

વ્યક્તિ ટોયલેટમાં ફ્રેશ થવા ગયો, ત્યાં કોબ્રા સાપને જોઈ જતા જોવા જેવી થઈ હાલત!
ક્રોબા સાપ

Follow us on

Rajasthan: આપણે અત્યાર સુધી કોબ્રા(Cobra) સાપને જંગલ અને વનમાં(Forest) જોયા હશે, પરંતુ કલ્પના કરો કે જો તમે સવારે શૌચાલયમાં (Toilet) ફ્રેસ થવા માટે જાવ અને ત્યાં શૌચાલયની સીટ પર કોબ્રા જુઓ તો શું થાય?

 

રાજસ્થાનમાં એક એવો કિસ્સો (Case)સામે આવ્યો છે, જેણે લોકોને વિચારતા કરી દીધા છે. તમે અત્યાર સુધી કોબ્રા સાપ વિશે જાણ્યું હશે, આ સાપ બહુ તો જંગલ જેવા વિસ્તારોમાં જોવા મળે અથવા તો ખંઢેર કે બંધિયાર(Captive) જગ્યામાં જોવા મળે. પરંતુ રાજસ્થાનમાં એક શખ્સને ટોયલેટમાં કોબ્રાનો ભેટો થઈ ગયો અને પછી થઈ જોયા જેવી થઈ.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

 

આપણે જેની કલ્પના પણ ન કરી શકીએ તે ઘટના રાજસ્થાનના પુષ્કર(Pushkar) નજીક બાસેલી ગામમાં જોવા મળી હતી. ઘરના સભ્ય ફ્રેશ થવા બાથરૂમમાં ગયા કે તરત જ ટોઈલેટ સીટમાંથી ફેણ ચઢાવેલ કોબ્રા સાપને જોઈ જતાં વ્યકિતનાં હોંશ ઉડી ગયા અને પરિવાર સહિત આસપાસના વિસ્તારમાં પણ હડકંપ (Stammer)મચી ગયો હતો.

 

જો કે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં કોબ્રા સાપનું રેસ્કયુ કરીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે,સ્પેક્ટ્રલ કોબ્રાને(Spectral Cobra) રસોડામાંથી રેસ્ક્યુ (Rascue)કરવામાં આવ્યું હતું.

 

બચાવ ટીમના ઈન્ચાર્જ (Incharge)અમિત ભટ્ટે જણાવ્યું હતું કે “ટીમ પાસેથી માહિતી મળતાં પુષ્કર પોલીસ અધિકારી રાજેશ મીણાએ બાસેલી ગામ ખાતે રસોડામાંથી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત જંગલમાં (Protected forest) છોડવામાં આવ્યો હતો અને આ કોબ્રા સાપની લંબાઈ લગભગ સાતથી આઠ ફૂટ હતી.”

 

સ્થાનિક લોકોનું  કહેવું છે કે ” સાપ ઘણીવાર આસપાસના જંગલમાંથી રહેણાંક વિસ્તારોમાં(Residential areas) જાય છે. આ એક મોટી અનિચ્છનીય ઘટના તરફ દોરી જાય છે. આ મામલે વન વિભાગને ઘણી વાર જાણ કરી છે, પરંતુ વન વિભાગ પાસે સમય જ ન હોય તેવું લાગી રહ્યું છે.” સામાન્ય રીતે વરસાદની(Monsoon) ઋતુમાં સાપ સલામત સ્થળો માટે રહેણાંક વિસ્તારોમાં પહોંચે છે. આ પહેલા મંગળવારે આગ્રાના(Agra) એક ઘરમાંથી શૌચાલયમાં ફ્લશ પર સાપ બેઠેલો જોવા મળ્યો હતો.

 

આ પણ વાંચો: કિચનમાં ધુમ મચાવી રહી છે આ નાનકડી શેફ, જુઓ આ Viral Video

Next Article