સુરતમાં ચાના શોખીનો માટે નવો કોન્સેપ્ટ : ચા પણ પીઓ, કપ પણ ખાઓ

|

Oct 31, 2020 | 9:37 PM

ચાના શોખીનોએ અત્યાર સુધી જાતજાતની ચા પીધી હશે. ફુદીનાવાળી ચા, આદુ વાળી ચા, પુદીનાવાળી ચા, immunity booster વાળી ચા પીધી હશે. પણ તમે ક્યારેક ચા સાથે ચા નો કપ પણ ખાધો છે ? નહીં ને ? પણ સુરતમાં ગુજરાતમાં પહેલી વખત એવી ચા પીરસવામાં આવે છે છે જેને પીધા પછી તમે તેનો કપ ફેંકવાને બદલે […]

સુરતમાં ચાના શોખીનો માટે નવો કોન્સેપ્ટ : ચા પણ પીઓ, કપ પણ ખાઓ

Follow us on

ચાના શોખીનોએ અત્યાર સુધી જાતજાતની ચા પીધી હશે. ફુદીનાવાળી ચા, આદુ વાળી ચા, પુદીનાવાળી ચા, immunity booster વાળી ચા પીધી હશે. પણ તમે ક્યારેક ચા સાથે ચા નો કપ પણ ખાધો છે ? નહીં ને ? પણ સુરતમાં ગુજરાતમાં પહેલી વખત એવી ચા પીરસવામાં આવે છે છે જેને પીધા પછી તમે તેનો કપ ફેંકવાને બદલે ખાઈ શકો છો.

આ સ્પેશ્યલ કપ બિસ્કીટના મટીરીયલ થી બનાવવામાં આવ્યો છે. સુરતમાં એક ટી શોપમાં ચા સાથે કપ પણ ખાઈ શકાય એ કોન્સેપ્ટ ગુજરાતમાં પહેલી વખત જ લાવવામાં આવ્યો છે. જ્યાં ચા શોખીનો માટે એક આ શોપ ની મુલાકાત લેવી ચોક્કસ ગમશે જ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ખૂબ જ યુનિક આઈડિયા સાથે તેઓ અહીં આવ્યા છે. દક્ષિણ ભારતમાંથી આ કપ ખાસ અહીં મંગાવવામાં આવે છે. સુરતમાં આમ પણ ખાણીપીણીની નવી વસ્તુઓ તો મળી જ આવે અને એને ધ્યાનમાં રાખીને સુરતીઓને એક નવો કોન્સેપ્ટ આપવાના વિચાર સાથે ટી શોપ ખોલવામાં આવી છે

અત્યાર સુધી આપણે ચાની લારી પર પ્લાસ્ટિકના કપ અથવા તો કાચના ગ્લાસમાં ચા પીધી હશે. પરંતુ આ કપની ખાસિયત એ છે કે ચા પીધા પછી તમારે તેને ફેંકવાની જરૂર નથી રહેતી. બિસ્કિટ જેવા જ મટિરિયલમાંથી આ કપ બનાવવામાં આવ્યા છે. જેની અંદર ગરમાગરમ ચા સર્વ કરવામાં આવે છે. ચા પૂરી થઈ જાય એટલે કપને ફેંકવા ને બદલે તમે તેને સીધો જ ખાઈ શકો છો. ચા ની ચા અને બિસ્કિટની બિસ્કિટની મજા માણવા તમારે ફક્ત 25 રૂપિયા ખર્ચવા પડશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article