સ્મશાનમાંથી નિકળી વરરાજાની જાન,ગધેડા પર બેઠા વરરાજા,જાણો શું છે આખું રહસ્ય

|

Jul 27, 2020 | 2:28 PM

સ્મશાનમાંથી શબયાત્રાના બદલે અગર કોઈના લગ્નની જાન નિકળે, વરરાજા ગધેડા પર બેઠેલા હોય. આ બધુ માનવામાં આવે એમ છે? પણ તમામ વાત સાચી છે. વાંચો શું છે આ ઘટનાનું રહસ્ય. મધ્યપ્રદેશનાં શહેર ઈન્દોર જિલ્લામાં સ્મશાનમાંથી એક અલગ જ જાન નિકળી કે જેમાં વરરાજા ગધેડા પર બેઠા હતા. આ વરરાજા બીજુ કોઈ નહી પરંતુ નગર પંચાયતનાં […]

સ્મશાનમાંથી નિકળી વરરાજાની જાન,ગધેડા પર બેઠા વરરાજા,જાણો શું છે આખું રહસ્ય
http://tv9gujarati.in/smashan-maathi-n…o-shu-che-rahsya/

Follow us on

મધ્યપ્રદેશનાં શહેર ઈન્દોર જિલ્લામાં સ્મશાનમાંથી એક અલગ જ જાન નિકળી કે જેમાં વરરાજા ગધેડા પર બેઠા હતા. આ વરરાજા બીજુ કોઈ નહી પરંતુ નગર પંચાયતનાં અધ્યક્ષ હતા. આ અનોખી જાનનું રહસ્ય પણ એવું જ ખાસ છે.

ગધેડા પર કાઢવામાં આવેલી વરયાત્રા ઈન્દોરની બાજુમાં આવેલા ગામ રાઉ વિસ્તારની છે કે જ્યાં નગર પંચાયત શિવા ડીંગુ તેના પર બેઠલા છે

વરસાદની સિઝનનો મહત્વનો તબક્કો પુરો થઈ ગયો અને હજુ સુધી ઈન્દોર અને આસપાસનાં ગામમાં આશા મુજબ વરસાદ નથી નોંધાયો. શિવા ડિંગુ માને છે કે જુની માન્યતા મુજબ જ્યારે ગામમાં વરસાદ નોહતી થતી ત્યારે ગામનાં પ્રમુખને ગધેડાની સવારી કરાવવામાં આવતી હતી જે પછી વરસાદ માટેનો આ ઉપાય કામ કરી જતો હતો.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
નગર પંચાયતનાં અધ્યક્ષ રાઉનાં જણાવ્યા પ્રમાણે જીવન ચક્રની ઉંધી દિશા નક્કી કરીને આ જાન કાઢવી પડે છે જેને લઈને સ્મશાનમાં સૌથી પહેલા રાઈ અને મીઠુ છાંટીને જાનને ઉંધી દિશામાં ભ્રમણ કરાવવામાં આવે છે જે પછી વરસાદ પડે છે.

શિવા ડિંગુની વાત માનીએ તો આ પહેલા તે ત્રણ ચાર વાર આવું કરી ચુક્યા છે અને તેનું પરિણામ પણ સફળ રહ્યું છે. આ વખતે પણ તેમને આશા છે કે તેમનો આ ઉપાય સફળ રહેશે અને વરસાદ આવશે. હાલમાં ઈન્દોર, કોરોનાની આફત વચ્ચે આ અલગ પ્રકારની જાનની ચોમેર ચર્ચા છે અને તેની પાછળનાં રહસ્યને જાણીને પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

 

Next Article