રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજી શરૂ, ભેજવાળી મગફળીને કારણે ખેડૂતોને નથી મળી રહ્યાં પૂરતા ભાવ

|

Sep 28, 2020 | 1:00 PM

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજથી મગફળી હરાજીની શરૂઆત થઇ છે. જેથી રાજકોટ, હળવદ, કાલાવડ પંથકના ખેડૂતો મગફળી વેચવા યાર્ડમાં પહોંચ્યા છે. આજે પ્રથમ દિવસે ખેડૂતોને મગફળીના 800થી 970 રૂપિયાના ભાવ મળ્યા છે. જોકે, મગફળી ભાવને લઇને ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે. ખેડૂતો તેમને 1100 રૂપિયા સુધીના ભાવ મળે તેવી આશા સેવી રહ્યાં છે. મહત્વનું છેકે […]

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજી શરૂ, ભેજવાળી મગફળીને કારણે ખેડૂતોને નથી મળી રહ્યાં પૂરતા ભાવ

Follow us on

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજથી મગફળી હરાજીની શરૂઆત થઇ છે. જેથી રાજકોટ, હળવદ, કાલાવડ પંથકના ખેડૂતો મગફળી વેચવા યાર્ડમાં પહોંચ્યા છે. આજે પ્રથમ દિવસે ખેડૂતોને મગફળીના 800થી 970 રૂપિયાના ભાવ મળ્યા છે. જોકે, મગફળી ભાવને લઇને ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે. ખેડૂતો તેમને 1100 રૂપિયા સુધીના ભાવ મળે તેવી આશા સેવી રહ્યાં છે. મહત્વનું છેકે વધારે વરસાદને કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધું જોવા મળ્યું છે. અને, ભેજવાળી મગફળીને કારણે ખેડૂતોને પુરતા ભાવ મળતા નથી. આ સાથે જ મગફળીનું વાવેતર પણ ભારે વરસાદને કારણે બગડયું છે. જેથી માર્કેટ યાર્ડમાં મગફળીની આવક પણ ઘટી છે.. નોંધનીય છેકે વધુ ભેજવાળી મગફળીને કારણે જ બેડી માર્કેટયાર્ડમાં છેલ્લા પાંચ દિવસથી હરાજી બંધ કરાઇ હતી.

 

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article