લો બોલો, સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 20 લોકોને જેલની એક જ કોઠરી કરી દીધા બંધ

પાકિસ્તાનની મુર્ખામીનો વધુ એક નમુનો સામે આવ્યો છે. સામાજિક અંતરના ભંગ બદલ એક જ જેલમાં બધાને પૂરી દીધા. હવે સોશિયલ મીડિયા પર બની ગયો છે આ મજાકનો વિષય.

લો બોલો, સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 20 લોકોને જેલની એક જ કોઠરી કરી દીધા બંધ
20 લોકોને જેલની એક જ કોઠરી કરી દીધા બંધ
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 9:33 AM

આ સમયે કોરોનાના કહેરથી સમગ્ર વિશ્વ હેરાન પરેશાન છે. ત્યારે પાકિસ્તાનના લોકો તેના તંત્રની મુર્ખામીથી પણ પરેશાન છે. કોરોના સંક્રમણને રોકવા માટે ઘણા દેશોમાં નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જો કે ઘણી વખત એવું બને છે કે વહીવટી તંત્ર પોતે આ પ્રતિબંધોને અનુસરતી વખતે હાસ્યાસ્પદ ભૂલો કરે છે. અને આવા ઉદાહરણ તો પાકિસ્તાનમાં અવાર નવાર મળી આવતા હોય છે. તમને યાદ ના હોય તો જણાવી દઈએ તાજેતરમાં જ પાકિસ્તાનમાં એક ચોર બાજુની છત પર સંતાયો હતો અને એને પકડવા અનેક પોલીસ અધિકારીઓ ત્યાં જ ફાંફા મારી રહ્યા હતા. એ વિડીયો પણ વાયરલ થયો હતો.

આ વખતે પાકિસ્તાને બુદ્ધિના પ્રદર્શનમાં ચાર ચાંદ લગાવી દીધા છે. જી હા આ વખતે કોરોના સામે લડી રહેલા વિશ્વને પાકે ડર સાથે હસવા પણ મજબુર કરી દીધું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સામાજિક અંતરના ઉલ્લંઘન બદલ જેલના એક જ કોષમાં બંધ

વાત જાણે એમ છે કે પાકિસ્તાનના એક શહેર ફાલિયામાં, લગભગ 20 લોકોને કોરોના વાયરસ અંગે એસઓપી એટલે કે સામાજિક અંતરનું ઉલ્લંઘન કરવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તમને જાણીને એમ થશે કે આમાં શું મોટી વાત, આ તો સારી વાત છે. ના, પરંતુ વાત હવે શરુ થાય છે. રસપ્રદ વાત એ છે કે આ લોકોને જેલમાં તો ધકેલી દીધા. પરંતુ દરેકને જેલની એક જ કોઠરીમાં બંધ કરી દેવામાં આવ્યા. આ લોકો પણ મનમાં વિચારતા હશે, કે શું બહાર સામાજિક અંતર વગર ભેગા થવું ગુનો છે, કે તંત્રની હાજરી વગર ભેગા થવું ગુનો છે. કેમ કે અહિયાં તો તંત્રએ ખુદ બધાને એકસામટા ભરી દીધા છે. આ ફોટો પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે ટ્વીટ કર્યો હતો.

લોકો સોશિયલ મીડિયા પર ઉડાવવા લાગ્યા મજાક

જોતજોતામાં આ ફોટો ખુબ વાયરલ થઇ ગયો. થવાનો જ હતો, ઘટના જો એવી હતી. એક વપરાશકર્તાએ કોમેન્ટ કરી હતી કે કોરોનાની હજી ધરપકડ કરવામાં આવી નથી, તેથી તેનો જેલ સેલમાં હોવાનો કોઈ સવાલ નથી. તે જ સમયે, અન્ય એક વ્યક્તિએ લખ્યું કે કોરોના પાકિસ્તાન પોલીસ સુરક્ષા અને જેલ રેલિંગને ક્યારેય પાર કરી શકશે નહીં.

પાકિસ્તાન અનેકવાર આવી મુર્ખામી નોંધાવતું હોય છે. અને વિશ્વને મફતનું મનોરંજન પૂરું પાડતું રહેતું હોય છે.

આ પણ વાંચો : West Bengal Election 2021: મમતાએ માની BJP નેતાને ફોન કરવાની વાત, ફોન અંગે શું કહ્યું જાણો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">