માછીમારનું નસીબ ખુલી ગયું,જાળમાં ફસાઈ 800 કિલોની દુર્લભ માછલી,એક જ રાતમાં બન્યો લખપતિ

|

Jul 27, 2020 | 12:43 PM

પશ્ચિમ બંગાળનાં દિઘામાં એક માછીમારનું નસીબ ખુલી ગયું. તેની જાળમાં એક દુર્લભ માછલી આવી ગઈ જેનું વેચાણ કરીને તે રાતોરાત લખપતિ થઈ ગયો. આ એવા સમયે બન્યું કે જ્યારે કોરોનાની એફત અને અન્ય કુદરતી આફત સામે માછીમાર લડી રહ્યા છે. આ માછલીનો સોદો થતા જ માછીમાર લખપતિનાં સ્ટેટસમાં આવી ગયો. ફ્લાઈંગ શિપની જેમ દેખાતી 800 […]

માછીમારનું નસીબ ખુલી ગયું,જાળમાં ફસાઈ 800 કિલોની દુર્લભ માછલી,એક જ રાતમાં બન્યો લખપતિ
http://tv9gujarati.in/maachimar-nu-nas…-laakh-ma-vechai/ ‎

Follow us on

ફ્લાઈંગ શિપની જેમ દેખાતી 800 કિલો વજન વાળી આ માછલી જાળમાં આવતા જ અન્ય માછીમારો પણ ભેગા થઈ ગયા હતા કેમકે તેને કિનારે લાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. આ માછલી આશ્રર્યજનક રીતે 20 લાખ રૂપિયામાં વેચાતા જ માછીમારને ઘી કેળા થઈ ગયા હતા. આ એ દુર્લભ માછલી ગણવામાં આવે છે કે તે ક્યારેય આ વિસ્તારમાં જોવા નથી મળી. પશ્ચિમ બંગાળનાં દીઘામાં તે પકડાઈ હતી.
પશ્ચિમ બંગાળનાં દિઘામાં ટ્રોલરનાં માધ્યમથી 780 કિલોની આ માછલી પકડાઈ કે જેનું નામ ચિલશંકર ફિશ છે. માછીમારનાં હાથમાં આ માછલી આવવાથી તેમનો ખુશીનો પાર નથી.

સોમવારે જે ટ્રોલરથી આ વિશાળ કાળા રંગની માછલી પકડાઈ તે ટ્રોલરનો માલિક ઓડિશામાં રહે છે. દિઘામાં જ્યારે આ માછલી પકડાઈ ત્યારે તેની આસપાસ લોકોલ પ્રવાસીઓ સહિત માછીમારોની ભીડ લાગી ગઈ હતી. પોતાના ભારે વજનને લઈને આ માછલી હલનચલન પણ નોહતી કરી શકતી.

આ માછલીને દોરી સાથે બાંધીને એક વેનમાં મુકવામાં આવી કે જે મોહાના ફિશર એસોસિએશન પાસેથી લેવામાં આવી હતી. આ માછલીની જ્યારે માર્કેટમાં બોલી લાગી ત્યારે 2100 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો. એ મુજબ માછીમારને આશરે 20 લાખ રૂપિયાની રકમ મળી. લોકડાઉનનાં સમય દરમિયાન આ માછલી કોઈ લોટરીથી ઓછી સાબિત નથી થઈ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
એક સ્થાનિક માછીમારનાં જણાવ્યા પ્રમાણે આ એક ચિલશંકર ફીશ છે કે જેનું વજન 800 કિલોગ્રામ છે અને તેની બજારમાં કિંમત 2100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.તેણે જણાવ્યું કે આવી મોટી અને દુર્લભ માછલી તેણે પહેલા ક્યારેય જોઈ નથી.

આ માછલીના તેમ અને હાડકામાંથી દવા બને છે. બાકીનાં હિસ્સામાં વરસાદનાં સમયમાં ખાવાની ડિશ તરીકે વપરાશમાં લેવામાં આવે છે.

 

Next Article