નોકરી કરો તો આ મહાશય જેવી જેમણે એક પણ દિવસ રજા ન લીધી અને કમાયા કરોડો રૂપિયા !

જો તમે પણ ઓફિસમાં નોકરી કરવા દરમિયાન રજા નથી લેતા તો તેનાથી તમને કેટલો ફાયદો થઈ શકે છે. કદાચ તમને આ વાત કોઈ પુછે તો તમારો જવાબ હશે 50 હજાર કે લાખ રૂપિયા. પણ એક વ્યકિતીને તેની રજા ન લેવા ના બદલામાં પુરા 21 કરોડ રૂપિયા કમાયા છે. આ સાંભળીને તમને ભલે વિશ્વાસ ના થાય પણ આ વાત […]

નોકરી કરો તો આ મહાશય જેવી જેમણે એક પણ દિવસ રજા ન લીધી અને કમાયા કરોડો રૂપિયા !
Anil Naik Tv9
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 30, 2019 | 10:26 AM

જો તમે પણ ઓફિસમાં નોકરી કરવા દરમિયાન રજા નથી લેતા તો તેનાથી તમને કેટલો ફાયદો થઈ શકે છે. કદાચ તમને આ વાત કોઈ પુછે તો તમારો જવાબ હશે 50 હજાર કે લાખ રૂપિયા. પણ એક વ્યકિતીને તેની રજા ન લેવા ના બદલામાં પુરા 21 કરોડ રૂપિયા કમાયા છે.

આ સાંભળીને તમને ભલે વિશ્વાસ ના થાય પણ આ વાત સાચી છે. દુનિયાભરમાં ભારતીયોની કામ પ્રત્યે પ્રેમ અને કામ કરવાની રીતની પ્રશંસા કરવામાં આવે છે. મોટભાગના ભારતીય કર્મચારીઓ તેમની સિક લીવ (SL)નો ઉપયોગ નથી કરતા અને વર્ષના અંતે તેને રૂપિયામાં વટાવી લે છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

એક એવા જ ભારતીય કર્મચારીએ તેની સિક લીવના બદલે 21 કરોડ રૂપિયા કમાઈ લીધા છે તે વ્યકિતીનું નામ અનિલ મણિભાઈ નાયક છે. તેમને તાજેતરમાંજ Larsen & Toubro (L&T) કંપનીમાં બિન-કાર્યકારી અધ્યક્ષના પદેથી નિવૃતિ લીધી છે. ત્યાં તેમને જે રજાઓ નથી લીધી, તેના બદલામાં તેમને પુરા 21કરોડ રૂપિયા મળશે. L&T ગ્રૃપને આગળ લઈ જવાવાળા અનિલ નાયકને ભારતના બીજા મોટા નાગરિક સમ્માન પદ્મ વિભુષણ માટે પસંદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી નવસારીના દાંડીમાં ‘નમક સત્યાગ્રહ સંગ્રહાલય’નું ઉદ્ઘાટન કરે તે પહેલા જુઓ તેની EXCLUSIVE તસવીરો

નાયકએ 1965માં L&T કંપનીમાં જુનિયર એન્જીનીયર તરીકે જોડાયા હતા. તેમને આના પહેલા 2009માં પદ્મ ભુષણથી પણ સન્માન કરવામાં આવ્યું હતું. L&T કંપનીના વાર્ષિક રિપોર્ટ 2017-18માં નાયકે તેમની રજાઓનો ઉપયોગ નહિં કરવાના બદલામાં 21.33કરોડ રૂપિયા મળશે. તેમની કુલ પગાર 137 કરોડથી પણ વધારે હતો. તેમની નિવૃતી વખતે ગ્રેજયુટી અને અન્ય લાભો લગભગ 100કરોડ રૂપિયા છે. અનિલ નાયક એક પ્રાથમિક સ્કુલ શિક્ષકના પુત્ર છે.

[yop_poll id=”905″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">