કેવી રીતે ચૂંટણી પંચે 1951 થી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી રહેલાં દેશના સૌ પ્રથમ મતદાર શ્યામ સરણ નેગીને શોધી કાઢ્યા ?, Ph.D થી ઓછી ચેલેન્જ ન હતી અધિકારીઓ માટે

લોકસભાની ચૂંટણી સાથે ઘણાં રસપ્રદ કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આજે આપણે વાત કરીશું દેશના સૌ પ્રથમ મતદાતા શ્યામ સરણ નેગી અંગે, કે જેમની ઉંમર 102 વર્ષ છે અને તેમણે 1951ની પ્રથમ લોકસભાની ચૂંટણીથી લઈ 2014 સુધીની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. સૌ પ્રથમ વખત તેમણે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લા ખાતેથી પોતાના મતદાનના અધિકારનો […]

કેવી રીતે ચૂંટણી પંચે 1951 થી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી રહેલાં દેશના સૌ પ્રથમ મતદાર શ્યામ સરણ નેગીને શોધી કાઢ્યા ?, Ph.D થી ઓછી ચેલેન્જ ન હતી અધિકારીઓ માટે
Follow Us:
| Updated on: Mar 29, 2019 | 7:22 AM

લોકસભાની ચૂંટણી સાથે ઘણાં રસપ્રદ કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આજે આપણે વાત કરીશું દેશના સૌ પ્રથમ મતદાતા શ્યામ સરણ નેગી અંગે, કે જેમની ઉંમર 102 વર્ષ છે અને તેમણે 1951ની પ્રથમ લોકસભાની ચૂંટણીથી લઈ 2014 સુધીની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે.

સૌ પ્રથમ વખત તેમણે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લા ખાતેથી પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે રસપ્રદ વાત એ છેકે જુલાઇ 2007માં ચૂંટણી પંચે નેગીને શોધી કાઢ્યા તે પહેલા તેઓ 45 વર્ષ સુધી વિસરાયેલી રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ક્યાં થી શરૂ થઈ સમગ્ર ઘટના ?

IAS અધિકારી મનીષા નંદા જ્યારે ફોટો સાથેની મતદાર યાદી તપાસી રહ્યા હતા ત્યારે તેમને સૌપ્રથમ વખત નેગી વિશે માહિતી મળી હતી. જેના અંગે મનીષા નંદાએ કહ્યું કે, કિન્નૌરમાં બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં બીજા સ્થળો કરતા પહેલા જ ચૂંટણી યોજાતી હતી તે જાણીને હું ખૂબ જ ઉત્સાહિત હતી. એ દિવસે હું 90 વર્ષથી વધુ ઉંમર હોય તેવા મતદાતાઓની ફોટોવાળી યાદી તપાસી રહી હતી.

આ પણ વાંચો : તેલંગાણાની આ બેઠક પર વોટિંગ મશીન નહીં પરંતુ બેલેટ પેપરનો થશે ઉપયોગ, કેમ કેન્દ્રીય ચૂંટણીપંચે પણ બદલવો પડ્યો પોતાનો નિયમ?

જ્યારે 2007માં નેગીનું નામ અને ઉંમર જોઈને અચાનક તેમના તરફ મારું ધ્યાન ગયું હતું. મેં ચૂંટણી વિભાગના અધિકારીઓને નેગીના ઘરની મુલાકાત લેવાનું કહ્યું હતું. આ સમયે તેમની ઉંમર 92 વર્ષ હતી. આ અંગે સૂચના મળ્યાં બાદ એમ સુધા દેવી કે જેઓ કિન્નૌર ખાતે ડેપ્યૂટી કમિશ્નરના પદે કાર્યરત હતા તેમણે નેગીના ઘરની મુલાકાત લીધી હતી. તેઓ કલ્પા ગામ ખાતે રહેતા હતા. નેગીએ દેવીને જણાવ્યું હતું કે તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા છે. એટલું જ નહીં તેઓ પોતાની જિંદગીમાં એક પણ વખત મતદાન કરવાનું ચૂક્યા નથી.

શું કહેવું છે નેગીના પુત્રનુ ? 

તમને જણાવી દઇકે નેગીનો જન્મ જુલાઈ 1, 1917માં થયો હતો. નેગી એ સમયે સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી વખતે તેમને ચૂંટણીની ફરજ પર મૂકવામાં આવ્યા હતા. દેવીની મુલાકાત દરમિયાન નેગીના 53 વર્ષીય પુત્ર ચંદર પ્રકાશે જણાવ્યું કે, મારા પિતાએ ચૂંટણી અધિકારીને વિનંતી કરી હતી કે ચૂંટણીની ફરજ પર હાજર થતાં પહેલા તેમને મત આપવા દેવામાં આવે. અધિકારીએ તેમની વાત માની હતી અને આ રીતે તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા બન્યા હતા.

નેગીના પ્રબળ અને લોકશાહીમાં વિશ્વાસના દાવા પછી અધિકારીઓએ ચૂંટણીના રેકોર્ડ તપાસવાનું શરૂ કર્યું હતું. આ અંગે નંદાએ જણાવ્યું કે, અમે ચાર મહિના સુધી ફાઇલો તપાસી હતી. ચૂંટણી પંચે પણ નવી દિલ્હીના હેડક્વાર્ટર ખાતે રેકોર્ડની તપાસ કરી હતી. મારા માટે દેશના પ્રથમ મતદાતાને શોધી કાઢવાનો પ્રયાસ પીએચડી કરવા બરાબર હતો.

વર્ષ 2012માં દેશના તત્કાલિન ચૂંટણી કમિશ્નર નવીન ચાવલા નેગીના હાલચાલ પૂછવા માટે કિન્નૌરના કાલ્પા ગામ ખાતે આવેલા તેના ઘરે પહોંચ્યા હતા. એટલું જ નહીં વર્ષ 2014માં ચૂંટણી દરમિયાન ગૂગલે નેગીને લઈને એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેઓ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">