શું તમે જાણો છો, ટ્રેનમાં કેટલા ગિયર્સ હોય છે? જાણો ટ્રેનના ગિયર્સ વિશે આ સાવ અજાણી વાત

|

Jun 26, 2021 | 3:34 PM

ટ્રેનમાં તો તમે ઘણી વાર બેઠા હશો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટ્રેનમાં કેટલા ગિયર્સ હોય છે. ચાલો આજે તમને જણાવીએ ટ્રેન વિશે રસપ્રદ વાત.

શું તમે જાણો છો, ટ્રેનમાં કેટલા ગિયર્સ હોય છે? જાણો ટ્રેનના ગિયર્સ વિશે આ સાવ અજાણી વાત
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

કારથી લઈને એરોપ્લેન સુધી આપણે તેના વિશે ઘણું જાણવા માંગતા હોઈએ છીએ. કાર અને બાઈક વિશે ઘણું જાણતા પણ હોઈએ છીએ. તેના ગિયર વિશે પણ આપણે ઘણું જાણતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે ટ્રેનમાં ગિયર હોય છે. અને હોય છે તો કેટલા હોય છે? આજે તમને જાનાવશું તેના વિશે રસપ્રદ જાણકારી.

ટ્રેનમાં ગિયર્સ હોય છે એને શું કહેવાય છે?

ટ્રેનમાં સામાન્ય ગાડીઓ જેવા ગિયર્સ પણ હોય છે. તે ગતિ અનુસાર પણ બદલાય છે. પરંતુ તેનો તકનીકી શબ્દ ગિયર નથી, પરંતુ તેને નોચ કહેવામાં આવે છે. ડીઝલ એન્જિનો અને ઇલેક્ટ્રોનિક એન્જિન્સમાં અલગ અલગ નોચ હોય છે જે ગતિ પર આધારીત છે. જો કે ગતિ પણ મોટા પ્રમાણમાં ટ્રેનના રૂટ પર આધારીત છે, જેને સેક્શન કહેવામાં આવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટ્રેનમાં કેટલા ગિયર હોય છે?

અગેવાલો અનુસ્સાર જણાવવામાં આવે છે કે ડીઝલ એન્જિનમાં 8 નોચ હોય છે. ઘણી જગ્યાએ તેની સંખ્યા અલગ અલગ મળે છે. જે ટ્રેનોની બનાવટ પર નિર્ભર હોય છે. ઇલેક્ટ્રોનિક ટ્રેનની બનાવટમાં પણ આવું જ હોય છે. અલગ અલગ ગાડીઓની જેમ ટ્રેનોમાં પણ અલગ અલગ ગિયર હોય છે.

કઈ રીતે કામ કરે છે નોચ?

એકવાર નોચ ફિક્સ કરી દેવામાં આવે છે. બાદમાં તેને ફરીથી ફરીથી બદલવાની જરૂર નથી રહેતી. જ્યારે ગતિને ઘટાડવાની જરૂર હોય ત્યારે નોચ ડાઉન કરી દેવામાં આવે છે. બીજી બાજુ, જો આપણે ટોપ ગિયર વિશે વાત કરીએ, તો તે દરેક ટ્રેન માટે અલગ છે. જેમ કે જો ડીઝલ એન્જિન 100 ની ગતિ સુધી ચાલે તો તેને 8 નોચ આપવા પડે છે. જો કે હાલમાં દેશમાં આનાથી પણ વધારે ગતિની ટ્રેનો કાર્યરત છે.

 

આ પણ વાંચો: Photos: આ છે વિશ્વની સૌથી ઉંચી Top 5 હોટલ, વાદળો વચ્ચે હોવાનો થશે અહેસાસ

આ પણ વાંચો: ખાસ વાંચો: વરસાદની સીઝનમાં કોવિડ અને અન્ય બીમારીઓથી કેવી રીતે બચશો?

Next Article