ભારતનું એક એવું શહેર જ્યાંના એક ખાસ વિસ્તારમાં રસ્તો બનાવવા PM મોદીએ પણ લેવી પડે છે બ્રિટનની મહારાણીની પરવાનગી, ભારતમાં આજે પણ ચાલી રહ્યું છે બ્રિટીશરાજ

|

Jan 31, 2019 | 9:30 AM

ભલે તમને આ વાંચીને કંઈક અટપટું લાગે પરંતુ આ હકીકત છે. આઝાદ ભારતમાં આજે પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં કંઈ પણ કરવા માટે બ્રિટનની પરવાનગી લેવી પડે છે. જો તમે તે જગ્યાનો ફોટો પાડવા માગતા હોવ કે પછી ત્યાં છોડ મૂકવો હોય કે પછી કોઈ પણ બાબત, તમે અહીં કંઈ પણ બ્રિટનની પરવાનગી વગર […]

ભારતનું એક એવું શહેર જ્યાંના એક ખાસ વિસ્તારમાં રસ્તો બનાવવા PM મોદીએ પણ લેવી પડે છે બ્રિટનની મહારાણીની પરવાનગી, ભારતમાં આજે પણ ચાલી રહ્યું છે બ્રિટીશરાજ

Follow us on

ભલે તમને આ વાંચીને કંઈક અટપટું લાગે પરંતુ આ હકીકત છે. આઝાદ ભારતમાં આજે પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં કંઈ પણ કરવા માટે બ્રિટનની પરવાનગી લેવી પડે છે. જો તમે તે જગ્યાનો ફોટો પાડવા માગતા હોવ કે પછી ત્યાં છોડ મૂકવો હોય કે પછી કોઈ પણ બાબત, તમે અહીં કંઈ પણ બ્રિટનની પરવાનગી વગર ન કરી શકો. તેના માટે તમારે બ્રિટનની સરકારને અરજી કરવાની રહેશે. પરવાનગી મળે તો ઠીક બાકી બેસી રહો.

 

આજે પણ ભારતમાં 330 એવી જગ્યાઓ છે જ્યાં બ્રિટનની પરવાનગી વગર તમે કંઈ પણ નથી કરી શકતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલી કોહિમા વૉર ઈતિહાસમાં ખાસ સ્થાન ધરાવે છે. તેમાં જાપાની ફોજ અને આઝાદ હિંદ ફોજે બ્રિટીશ આર્મી પર અટેક કર્યો હતો. આશરે 2700 બ્રિટિશ સૈનિક મરી ગયા હતા જેમાં 1420 ઈસાઈ અને મુસ્લિમ હતા. હિંદૂ અને શીખોની સંખ્યા 917 હતી. જાપાની સેના બર્માથી આવી હતી, અને ચિંડવિન નદી પર યૂ આકારમાં હુમલો કરી દીધો.

તે સમયે ડીસીના નિવાસ રહેલા ગેરિસન હિલ પર બંને તરફની સેનાઓ વચ્ચે જોરદાર લડાઈ થઈ. તેમના ટેનિસ કોર્ટને કબ્રગાહનું રૂપ આપવામાં આવ્યું. બર્માની 14 આર્મીના કમાન્ડર માર્શલ સર વિલિયમ સ્લિમે ખુદ આ કબ્રગાહની બનાવટની જવાબદારી લીધી.

નેતાજી સુભાષ સંસ્થાના પદાધિકારી તમાલ સાન્યાલ કે જે અહીંના પ્રશાસન સાથે વાત કરવા બનારસના કોહિમા આવેલા છે, તેમનું કહેવું છે કે આ પ્રકારની કબ્રગાહ અન્ય દેશોમાં પણ છે. જેમ કે, ઓસ્ટ્રેલિયામાં 3, કેનેડામાં 5, ભારતમાં 330 અને બ્રિટનમાં 1082. આ તમામ જગ્યાઓ પર બ્રિટન સરકારનું નિયંત્રણ છે. બ્રિટશ નેશનલ મ્યૂઝિયમે 2013માં બેટલ ઓફ કોહિમા-ઈમ્ફાલને મોટી લડાઈની ઉપાધિ આપી. આ તમામ કબ્રગાહોની દેખરેખ કોમનવેલ્થ વૉર ગ્રેવ કમીશન કરે છે. સાન્યાલના કહેવા પ્રમાણે, જો અહીં કોઈ વ્યક્તિને ફોટો પણ પાડવો હોય તો બ્રિટન સરકારની પરવાનગી લેવી પડે છે.

ગયા વર્ષે કબ્રગાહ પાસેથી પસાર થઈ રહેલો રસ્તો પહોળો કરવા ઈંગ્લેન્ડ સરકાર પાસે પરવાનગી માગી હતી, જે ન મળી. આવી જ રીતે જો કોઈ ભારતીય અહીં આવીને કોઈ જાણકાર સૈનિકની કબરની સાફ-સફાઈ કરવા માગે અથવા પથ્થર લગાવવા માગે તો પણ તેણે ઈંગ્લેન્ડ સરકારની પરવાનગી લેવી પડે છે.

1944ની એ ટૅંક, જેણે 6 સૈનિકોને બચાવ્યા, આજે પણ એ જ હાલતમાં છે

કોહિમાની લડાઈ દરમિયાન મેજર એજરા રોડ સહિત 6 સૈનિક એક ટેંકમાં સવાર હતા. ચારેય બાજુ ફાયરિંગ થઈ રહી હતી. ટેંક પર્વત પર ચડી ગઈ. તે પહેલા કે તેઓ આઘળ વધે, ટેંક પાછળની બાજુ ખેંચાઈ. આ ઘટના 6 મે, 1944ની છે. જે જગ્યા પર ટેંક પડી, ત્યાં કોઈ વસ્તુના ભારથી મશીનગનનું ટ્રિગર દબાઈ ગયું. મશીન ગન ફરતા ફરતા ફાયરિંગ કરતી રહી. આ કવર ફાયરની મદદથી ટેંકમાં હાજર તમામ સૈનિક સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા.

[yop_poll id=923]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:28 am, Thu, 31 January 19

Next Article