શું તમારો આધાર કાર્ડ ગુમ થયું છે ?, ચિંતા કરવાની જરૂર નથી આ સરળ સ્ટેપ્સનો ફોલો કરી મેળવો ડુપ્લિકેટ આધાર કાર્ડ
હાલના સમયમાં આધાર કાર્ડ તમારા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ખૂબ જ જરૂરી બની રહ્યો છે. પરંતુ જો તમારું આધાર કાર્ડ ખોવાઇ ગયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સરળતાથી તમારા આધાર કાર્ડની ડિજિટલ કોપી ડોઉનલોડ કરી શકો છો. આ માટે તમારી પાસે તમારો આધાર નંબર હોવો જરૂરી છે. જો તમારી પાસે આધાર […]

હાલના સમયમાં આધાર કાર્ડ તમારા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ખૂબ જ જરૂરી બની રહ્યો છે. પરંતુ જો તમારું આધાર કાર્ડ ખોવાઇ ગયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સરળતાથી તમારા આધાર કાર્ડની ડિજિટલ કોપી ડોઉનલોડ કરી શકો છો. આ માટે તમારી પાસે તમારો આધાર નંબર હોવો જરૂરી છે. જો તમારી પાસે આધાર નંબર ન હોય તો તે પણ તમે આનલાઇન જાણી શકો છો.
12 અંકોનો આ સરકારી આઇડેન્ટિફિકેશન નંબર જરૂરી તો નથી પરંતુ તે સરકારી દસ્તાવેજોમાં ઓળખ પત્ર રૂપે કામ લાગે છે. તાજેતરમાં કેટલીક સરકારી સંસ્થાઓમાં આધાર ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
આધારકાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની ડિજિટલ કોપી પણ મેળવી શકાય છે. તેના UIDAIની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
આધારકાર્ડની ડિજિટલ કોપી ડાઉનલોડ કરવા માટે ફોલો કરો આ સરળ સ્ટેપ્સ ફોલો કરો :
- UIDAIની વેબસાઇટ પર જાઓ. www.uidai.gov.in
- સુનિશ્ચિત કરો કે સ્ક્રીનના ટોપ પર રહેલા ઓપ્શન માંથી Aadhaae No(UID) પસંદ કરવામાં આવ્યું છે.
- તમારું પૂરૂ નામ ટાઇપ કરો, જેવું તમારા આધાર કાર્ડમાં પ્રિન્ટેડ છે.
- ઈમેઇલ આઇડી અથવા ફોન નંબર માંથી એક ટાઇપ કરો. ધ્યાન રાખો કે આ વિગતો તમારા આધાર કાર્ડની વિગતોથી અલગ ન હોય.
- ઇમેજમાં દેખાતા કેરેક્ટર્સને Enter the security Code ઉપર રહેલા બોક્સમાં ટાઇપ કરો.
- OTP મેળવવા માટે ક્લિક કરો.
- વન ટાઇમ પાસવર્ડ તમારા ઈમેઇલ આઇડી અથવા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. Enter OTP બોક્સમાં પાસવર્ડ નાંખો.
- Verify OTP પર ક્લિક કરો.
- હવે તમારો આધાર નંબર તમારા ઇમેઇલ આઇડી અથવા મોબાઇલ નંબર પર મળી જશે.
જો તમારે આધાર કાર્ડ ડાઉન લોડ કરવો હોય તો આધાર નંબર મળ્યા બાદ તમે તેનો ઉપયોગ આધાર કાર્ડની ડિજિટલ કોપી ડાઉનલોડ કરવા માટે કરી શકો છો. આધાર ઓનલાઈન સર્વિસની અંદર તમને ‘રિટ્રીવ લોસ્ટ UDI/EDI’ વિકલ્પ પર ક્લિક કરો. આ ઓપ્શન પર ક્લિક કરવાથી એક નવું વેબપેજ થશે
જેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો :
- UIDAI ની વેબસાઇટ પર e-Aadhaar પેજ પર જાઓ. જેના માટે https://eaadhaar.uidai.gov.in/ અથવા https://portal.uidai.gov.in/uidwebportal/enrolmentStatusShow.do
- ત્યારબાદ I haveના બાજુમાં Aadhar સિલેક્ટ કરો.
- તમારો આધાર નંબર સિલેક્ટ કરો. પૂરૂ નામ અને પોતાના વિસ્તારનો પીનકોડ નાંખો.
- Enter above Image Text બોક્સમાં ઉપર દેખાતી ટેક્સટ ટાઇપ કરો.
- Get One Time Password પર ક્લિક કરો.
- તમે પોપ અપ બોક્સમાં કન્ફર્મ પર ક્લિક કરશો તો આ વન ટાઇમ પાસવર્ડ તમારા મોબાઇલ પર મોકલવામાં આવશે. તમે આ નંબર તમારા ઇમેઇલ આઇડી પર પણ મંગાવી શકો છો.
- Enter OTP ની બાજુમાં રહેલા બોક્સમાં પાસવર્ડ નાંખો.
- Validate & Download પર ક્લિક કરો.
આ રીતે તમે સરળતાથી ખોવાયેલો આધાર કાર્ડ તમે મેળવી શકશો તેમજ તમારા આધાર કાર્ડની ડિજીટલ કોપી ડાઉનલોડ કરી શકશો.