Mother’s Day : ચાર હજારથી પણ વધુ માતાઓએ કર્યું દૂધનું દાન, હજારો જરૂરિયાતમંદ બાળકો સુધી પહોચી અનોખી મમતા

|

May 09, 2021 | 8:19 AM

કોરોનાના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ધટે તેવા આશયથી સુરત સિવિલ હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે

Mothers Day : ચાર હજારથી પણ વધુ માતાઓએ કર્યું દૂધનું દાન, હજારો જરૂરિયાતમંદ બાળકો સુધી પહોચી અનોખી મમતા
ચાર હજારથી પણ વધુ માતાઓએ કર્યું દૂધનું દાન, હજારો જરૂરિયાતમંદ બાળકો સુધી પહોચી અનોખી મમતા

Follow us on

Happy Mother’s Day 2021 : આજે 9મી મે રવિવારના રોજ મધર્સ ડે છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલની વુમન મિલ્ક બેંકમાં દુધનું દાન કરી સુરતની ૪૭૦૪ માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની છે.

કોરોનાના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ધટે તેવા આશયથી સિવિલ હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક (Human Milk Bank, Surat Civil) કાર્યરત છે. તરછોડાયેલા બાળક હોય , અમુક માતાઓને બાળક જન્મ સમયે દુધ ન આવવાની સમસ્યા રહેતી હોય, પ્રિમેચ્યોર ડિલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવું જેવા કપરા સમયે નવજાત શિશુ માટે પ્રાણરક્ષક સાબિત થઈ રહી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ હ્યુમન મિલ્ક બેંક.


બાળ રોગ વિભાગના વડા ડો.વિજયભાઈ શાહે જણાવ્યું કે, નવી સિવિલમાં જે સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવીને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડના રીપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દુધ ડોનેશનમાં લેવામાં આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ ડોનેટ કરેલા દુધને પેશ્યરાઈઝ્ડ કરી તેનુ રેપીડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ લઈને માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટ રીપોર્ટ માટે મોકલવામાં આવે છે. દુધનો રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં (-20)ના ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરવામાં આવે છે. આ દુધની છ મહિના સુધી સાચવણી કરી શકાય છે.

આસી.પ્રોફેસર ડો.વૈશાલી ચૌધરીએ જણાવ્યું કે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન 368 માતાઓએ 73460 મિલી લીટર મિલ્ક ડોનેટ કરીને સાચા અર્થમાં માતા યશોદા બની છે. જયારે 413 જેટલા જરૂરીયાતમંદ બાળકોને 69830 મિલિ લિટર દુધ આપવામાં આવ્યું હતું. એપ્રિલ મહિના દરમિયાન એન.આઈ.સી.યુ.માં દાખલ ત્રણ પોઝીટીવ બાળકોને પણ 3480 મિલિ લિટર મિલ્ક આપવામાં આવ્યું હતું. આ હ્યુમન મિલ્ક બેંકમાં ડો.પન્ના બલસરીયા, ડો.ખુશ્બુ ચૌધરી, ડો.સુજીત ચૌધરી, સ્ટાફ નર્સ તન્વી પટેલ, મૌસમી પટેલ, ડિપલ સુરતી, વેશાલી ટંડેલ, અમિના મુલતાની સહિતની ટીમ દ્વારા અનેક બાળકોને નવજીવન મળ્યું છે.

નોંધનીય છે કે, આધુનિક હ્યુમન મિલ્ક બેંક તા.3મે 2019થી કાર્યરત છે. જેમાં આજદિન સુધીમાં કુલ 4704 માતાઓએ 350129 મિલિ લીટર દુધ ડોનેટ કર્યું છે. જે 3662 જરૂરીયાતમંદ બાળકોને આપવામાં આવ્યું હતું.

Published On - 7:25 am, Sun, 9 May 21

Next Article