Diwali 2021: દરેક ઉજવણીનું અભિન્ન અંગ ગણાતા ફટાકડાની શોધ એક ભૂલથી થઈ હતી, જાણો કેવી રીતે થઈ શરૂઆત?

|

Nov 03, 2021 | 5:10 PM

Diwali 2021: ભારત ઉપરાંત સમગ્ર વિશ્વમાં ફટાકડાને ખુશીની ઉજવણીનો એક ભાગ માનવામાં આવે છે. વિદેશમાં નવું વર્ષ હોય કે વિજયની ઉજવણી હોય, તેઓ તમામ મહત્વના પ્રસંગો પર જોરદાર ફટાકડા ફોડે છે.

Diwali 2021: દરેક ઉજવણીનું અભિન્ન અંગ ગણાતા ફટાકડાની શોધ એક ભૂલથી થઈ હતી, જાણો કેવી રીતે થઈ શરૂઆત?

Follow us on

દરેક વ્યક્તિ તહેવારની ઉજવણી માટે ખૂબ જ ઉત્સાહિત છે. હવે દિવાળી 2021 (Diwali2021)ના અવસર પર દરેક જગ્યાએ સજાવટ, તૈયારીઓ અને અન્ય વસ્તુઓ જોવા મળી રહી છે. લોકો દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત છે. બજારની સુંદરતા હોય કે ઘરની સ્વચ્છતા. દિવાળીનો તહેવાર નજીક આવતા જ બધા ફટાકડા (Firecrackers) ફોડતા હોય છે. ફટાકડા દરેક ઉજવણીનો એક ભાગ છે. ચૂંટણી હોય મેચ હોય કે પછી કોઈ ખુશીનો પ્રસંગ હોય આ તમામ પ્રસંગે ફટાકડા ફોડવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ ફટાકડાનો ઈતિહાસ.

 

ફટાકડા ક્યાંથી શરૂ થયા અને કોણે સૌથી પહેલા બનાવ્યા?

ભારત સિવાય સમગ્ર વિશ્વમાં ફટાકડાને ખુશીની ઉજવણીનો એક ભાગ માનવામાં આવે છે. વિદેશમાં નવું વર્ષ હોય કે વિજયની ઉજવણી હોય, તેઓ તમામ મહત્વના પ્રસંગો પર જોરદાર ફટાકડા ફોડે છે. ભારતમાં લગ્ન પ્રસંગે પણ પુષ્કળ ફટાકડા ફોડવામાં આવે છે. આપને જણાવી દઈએ કે ફટાકડાની ઉત્પત્તિ વિશે ઘણી વાર્તાઓ છે. પરંતુ લોકો પ્રમાણે તેની શરૂઆત છઠ્ઠી સદી દરમિયાન ચીનમાં થઈ હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

અહેવાલો અનુસાર એવું કહેવાય છે કે ફટાકડાની શોધ ભૂલથી થઈ હતી. જેમાં રસોઈયાએ રસોઈ બનાવતી વખતે અકસ્માતે સોલ્ટપીટર આગમાં ફેંકી દીધું હતું. જે બાદ તેમાંથી રંગીન જ્વાળાઓ નીકળવા લાગી. જ્યારે રસોડામાં નોકરે આગમાં કોલસો અને સલ્ફર પાવડર તેની સાથે નાખ્યો ત્યારે ખૂબ જોરથી વિસ્ફોટ થયો હતો. આ રીતે ગનપાઉડરની શોધ થઈ હતી.

 

જો આપણે ભારત વિશે વાત કરીએ તો પંજાબ યુનિવર્સિટીના પ્રોફેસર રાજીવ લોચને કહ્યું કે – ભારતમાં તેની શરૂઆત 15મી સદીમાં થઈ છે. એવી ઘણી પેઈન્ટિંગ્સ પણ છે જેમાં લોકો ફટાકડા બનાવતા જોવા મળ્યા છે. આપને જણાવી દઈએ કે યુદ્ધમાં પણ ગનપાઉડરનો ઉપયોગ થતો હતો. આ સાથે લગ્નમાં પણ લોકો ફટાકડા ફોડી રહ્યા છે. અહેવાલો અનુસાર દેશના 80 ટકા ફટાકડા શિવાકાશીમાં બનાવવામાં આવે છે. આપને જણાવી દઈએ કે લોકો ઘણીવાર ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરે છે.

 

આ પણ વાંચો: શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા

 

આ પણ વાંચો: COP26 ગ્લોબલ ક્લાઈમેન્ટ સમિટમાં વડાપ્રધાને કહ્યું ‘જળવાયું પરિવર્તન કૃષિ ક્ષેત્ર માટે પડકાર’

Next Article