જાણો ચોમાસામાં ચાલુ ટ્રેન પર વીજળી પડે તો અંદર બેસેલા યાત્રીઓનું શું થાય ?

|

Jul 25, 2021 | 6:03 PM

આજે અમે તમને પ્રાકૃતિક વીજળીની ક્ષમતા એટલે કે તેના વોલ્ટેજ વિશે જણાવીશું સાથે જ અમે એ પણ જણાવીશું કે ચાલુ ટ્રેન પર વીજળી પડે છે તો અંદર બેસેલા યાત્રીઓ સાથે શું થાય છે

જાણો ચોમાસામાં ચાલુ ટ્રેન પર વીજળી પડે તો અંદર બેસેલા યાત્રીઓનું શું થાય ?
What happens to the passengers inside if there is lightning on a running train in monsoon?

Follow us on

ભારતના (Indian) કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા એક મહિનાની અંદર જ ભારતના કેટલાક રાજ્યોમાંથી વીજળી (Lightning) પડવાની ઘટના સામે આવી. જયપુર અને ઉત્તર પ્રદેશમાં જ વીજળી પડવાને લીધે આ વર્ષે 40 જેટલા લોકોના મોત થયા હતા. આમ તો ચોમાસામાં વીજળી પડવાની ઘટના સામાન્ય છે પરંતુ આ વીજળી એટલી શક્તિશાળી હોય છે કે તે જે પણ વ્યક્તિ પર પડે છે તેને એક સેકન્ડ માટેનો પણ સમય નથી મળતો. આજે અમે આ પ્રાકૃતિક વીજળી પડવાની ઘટનાને લઇને બે જરૂરી બાબત જણાવવા જઇ રહ્યા છે જેના વિશે તમે નહી જાણતા હોવ.

 

આજે અમે તમને પ્રાકૃતિક વીજળીની ક્ષમતા એટલે કે તેના વોલ્ટેજ વિશે જણાવીશું સાથે જ અમે એ પણ જણાવીશું કે ચાલુ ટ્રેન પર વીજળી પડે છે તો અંદર બેસેલા યાત્રીઓ સાથે શું થાય છે. તમને જણાવી દઇએ કે, આખી ટ્રેન મેટલની હોય છે જે વીજળીનું સુવાહક હોય છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

કેટલા વોલ્ટની હોય છે વીજળી ?

ભારતમાં ટ્રેન ચલાવવા માટે જે વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે તે 25 હજાર વોલ્ટની હોય છે. ટ્રેનમાં સપ્લાય થતી આ વીજળીની જપેટમાં કોઇ આવી જાય તો સેકન્ડ્સમાં તે બળીને ખાખ થઇ જાય છે. હવે વિચારો કે જો માનવ નિર્મિત વીજળી આટલી શક્તિશાળી હોય તો પ્રાકૃતિક વીજળી કેટલી શક્તિશાળી હશે. આપણા ઘરમાં જે વીજળી વપરાય છે તે 120 વોલ્ટ અને 15 એમ્પીયરની હોય છે. આટલી વીજળીમાં આપણે એસી અને અન્ય ઉપકરણોને સરળતાથી ચલાવી શકાય છે. અમેરીકી સરકારની વેબસાઇટ weather.gov પ્રમાણે, આકાશીય વીજળીની ક્ષમતા લગભગ 30 કરોડ વોલ્ટ અને 30 હજાર એમ્પિયર હોય છે. હવે તમે સરળતાથી પ્રાકૃતિક વીજળીની ક્રૂરતાનો અંદાજ લગાવી શક્શો

 

ચાલતી ટ્રેન પર વીજળી પડે તો શું થશે ?

ભારતીય રેલવે (Indian Railways) દ્વારા યાત્રીઓને આપવામાં આવતી રેલ સેવાઓ કોઇ પણ ઋુતુમાં અટકતી નથી. પરિસ્થિતી વધારે બગડવા પર જ ટ્રેનને કેન્સલ કરવામાં આવે છે. કેટલો પણ વરસાદ હોય ટ્રેન સેવા ક્યારે અટકતી નથી. ફક્ત ટ્રેનના પાટા પર પાણી ભરાવાની સ્થિતીમાં જ ટ્રેન થોડી લેટ થાય છે અથવા તો કેન્સલ થાય છે. ટ્રેન કેટલીક વાર વીજળીની વચ્ચેથી પસાર થાય છે. તેમ છતાં અંદર બેસેલા લોકોને કઇં નથી થતુ

 

ટ્રેનની બહારની બોડી હંમેશા સ્ટીલ અથવા તો લોખંડની બનેલી હોય છે. તેની આંતરીક બોડીને બનાવવા ધાતુનો ઉપયોગ નથી કરવામાં આવતો. જો ચોમાસામાં ટ્રેન પર વીજળી પડે તો તે બહારની બોડી મારફતે અને પછી ટ્રેનના પાટા થકી અર્થિંગ ડિવાઇસ દ્વારા જમીનમાં ઉતરી જાય છે. રેલવે થોડી થોડી દૂર અર્થિંગ ડિવાઇઝને ઇન્સ્ટોલ કરે છે. આ ડિવાઇઝ આ પ્રકારના જોખમ સામે રક્ષણ આપે છે.

 

આ પણ વાંચો – પ્રતિ દિવસ ફોન પર 4.9 કલાક વિતાવે છે ભારતીય લોકો, દુનિયાભરના દેશોમાં મેળવ્યુ આ નંબરનું સ્થાન

Next Article