પ્રતિ દિવસ ફોન પર 4.9 કલાક વિતાવે છે ભારતીય લોકો, દુનિયાભરના દેશોમાં મેળવ્યુ આ નંબરનું સ્થાન

સરેરાશ 4.9 કલાકના દૈનિક સ્માર્ટફોન વપરાશની સાથે ભારત. તેના બાદ 4.8 કલાક કોરિયા, 4.7 કલાક મેક્સિકો, 4.5 કલાક તૂર્કી, 4.4 કલાક જાપાન, 4.1 કલાક કેનેડા, 3.9 કલાક અમેરીકા, 3.8 કલાક બ્રિટનનો નંબર આવે છે.

પ્રતિ દિવસ ફોન પર 4.9 કલાક વિતાવે છે ભારતીય લોકો, દુનિયાભરના દેશોમાં મેળવ્યુ આ નંબરનું સ્થાન
India ranks 3rd on average smartphone usage globally spending 4.9 hours everyday

જ્યારથી સ્માર્ટફોન બજારમાં સસ્તા ભાવે મળવા લાગ્યા છે ત્યારથી જ તેના યૂઝર્સ વધવા લાગ્યા છે. વિદ્યાર્થીઓથી લઇને વૃદ્ધો, મહિલાઓ, ફેરિયાઓ બધા પાસે જ હાલના સમયમાં સારા  સ્માર્ટફોન (SmartPhone) હોય છે. કોરોના કાળમાં સ્માર્ટફોનનો વપરાશ ખૂબ વધી ગયો છે. વર્ક ફ્રોમ (Work From Home) હોમ હોય કે પછી ઓનલાઈન એજ્યુકેશનથી લોકો વધુને વધુ સમય ફોન પર વિતાવી રહ્યા છે.

 

જો ભારતની વાત કરવામાં આવે તો ફોન પર સૌથી વધુ સમય વિતાવતાના મામલે ભારત (India) વિશ્વભરમાં ત્રીજા નંબર પર આવે છે. જ્યારે પહેલા નંબર પર બ્રાઝિલ અને બીજા નંબર પર ઇન્ડોનેશિયા આવે છે. ગત વર્ષે બ્રાઝિલ (Brazil) ઇન્ડોનેશિયા (Indonesia) પછી બીજા નંબરનો એવો દેશ હતો કે જ્યાં લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વધુ કરે છે. હવે તે પ્રતિ દિવસ આશરે 5.3 કલાક સ્માર્ટફોનના ઉપયોગ સાથે બીજા નંબર પર છે.

 

એક રિપોર્ટ પ્રમાણે, સરેરાશ 4.9 કલાકના દૈનિક સ્માર્ટફોન વપરાશની સાથે ભારત. તેના બાદ 4.8 કલાક કોરિયા, 4.7 કલાક મેક્સિકો, 4.5 કલાક તૂર્કી, 4.4 કલાક જાપાન, 4.1 કલાક કેનેડા, 3.9 કલાક અમેરીકા, 3.8 કલાક બ્રિટનનો નંબર આવે છે.

 

જ્યારે સોશિયલ નેટવર્કિંગ એપ્સ સાથેના જોડાણની વાત કરવામાં આવે તો બ્રાઝિલમાં 2019 માં 26.2 કલાકની તુલનામાં વોટ્સએપ 2020 માં પ્રતિ માસ સરેરાશ 30.3 કલાકની સૌથી વધુ ઉપયોગ થનારી એપ રહી

 

વિશેષ રૂપથી, બ્રાઝિલમાં ટીકટોકનો ઉપયોગ 2019 માં 6.8 કલાકની સામે 2020 માં 14 કલાક નોંધાયો હતો. તે ફેસબુકની સરખામણીમાં ઝડપથી વધી રહ્યુ છે. જે 2020 માં પ્રતિ માસ 15.6 કલાક હતો તે જ 2019 માં 14 કલાક પ્રતિ મહિનાનો હતો. ઇન્સ્ટાગ્રામ પર વિતાવવામાં આવેલા સમયની જો વાત કરીએ તો તે 2020 માં 14 કલાક હતો જ્યારે તે 2019 માં તે 11.5 કલાક હતો. ટ્વીટરની વાત કરીએ તો તેના વપરાશમાં પણ વધારો થયો છે. 2020 માં તે 5.4 કલાક પ્રતિ માસ નોંધાયો છે જે 2019 માં 5.1 કલાક હતો.

 

આ પણ વાંચો – ચોમાસાંની ઋતુમાં પશુઓની દેખભાળ કેવી રીતે કરી શકાય ? જાણો બીમારી, લક્ષણ અને બચાવની રીત

આ પણ વાંચો – Tokyo Olympics: મનુ ભાકરની પિસ્તોલે એવો તે શુ દગો આપ્યો કે, સહેજ માટે મેડલની રેસમાંથી બહાર થવુ પડ્યુ, જાણો

Click on your DTH Provider to Add TV9 Gujarati