વિશ્વમાં દર 40માં બાળક જોડિયા: 5 વર્ષના ડેટા પર સંશોધન કરીને વૈજ્ઞાનિકોએ જણાવ્યું જોડિયા બાળકનું કારણ

|

Mar 13, 2021 | 5:47 PM

વિશ્વનું દરેક 40મું બાળક એક જોડિયા બાળક તરીકે જન્મે છે. વૈજ્ઞાનિકોએ આઈવીએફ ટેકનોલોજીના કારણે થતાં જન્મને આના માટેનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે. સાયન્સ જર્નલ હ્યુમન રિપ્રોડક્શનમાં પ્રકાશિત સંશોધન મુજબ દર વર્ષે લગભગ 16 લાખ જોડિયા બાળક જન્મે છે.

વિશ્વમાં દર 40માં બાળક જોડિયા: 5 વર્ષના ડેટા પર સંશોધન કરીને વૈજ્ઞાનિકોએ જણાવ્યું જોડિયા બાળકનું કારણ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

વિશ્વનું દરેક 40મું બાળક એક જોડિયા બાળક તરીકે જન્મે છે. વૈજ્ઞાનિકોએ આઈવીએફ ટેકનોલોજીના કારણે થતાં જન્મને આના માટેનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે. સાયન્સ જર્નલ હ્યુમન રિપ્રોડક્શનમાં પ્રકાશિત સંશોધન મુજબ દર વર્ષે લગભગ 16 લાખ જોડિયા બાળક જન્મે છે. આ સંખ્યા છેલ્લા 50 વર્ષમાં સૌથી વધુ છે. સંશોધનકારોએ આ માટે 2010-2015 વચ્ચે સમયગાળાના 135 દેશોમાંથી ડેટા એકત્રિત કર્યા.

 

એવું જોવા મળ્યું હતું કે જોડિયા બાળકોનો જન્મ દર આફ્રિકામાં સૌથી વધુ છે. આ સંશોધન સાથે સંકળાયેલા ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિશ્ટિયાન મોન્ડેને જણાવ્યું છે કે ’20મી સદીના મધ્યભાગથી વિશ્વમાં જોડિયાઓની તુલનાત્મક સંખ્યા અત્યારે સૌથી વધુ છે. હવે આ આંક દિવસેને દિવસે વધતો જશે. ”તેમણે કહ્યું “વિકસિત દેશોમાં 1970ના દાયકાથી પ્રજનન તકનીક એઆરટી શરુ થઈ. જેના બાદ જોડિયા વધુ જન્મ્યા હતા. ઘણી સ્ત્રીઓ હવે મોટી ઉંમરે માતા બની રહી છે અને બાદમાં તેમને જોડિયા થવાની સંભાવના વધારે છે. ગર્ભનિરોધકનો ઉપયોગ વધ્યો છે. વૈજ્ઞાનિકોએ પણ પ્રજનન દરમાં ઘટાડાને જવાબદાર ગણાવ્યા છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં જોડિયા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, સંશોધન અહેવાલમાં સહ-લેખક જરોએન સ્મિથ કહે છે “જોડિયા બાળકો પર ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. સબ સહારા આફ્રિકામાં ખાસ કરીને ઘણા બાળકો જીવનના પ્રથમ વર્ષમાં જ પોતાના જોડિયાને ગુમાવે છે. સંશોધન મુજબ આ સંખ્યા દર વર્ષે 2-3 લાખ સુધીની હોય છે.

 

આ પણ વાંચો: દિલ્હી-હરિદ્વાર શતાબ્દી ટ્રેનના એક ડબ્બામાં લાગી આગ, ડ્રાઈવરની સમજને કારણે તમામ મુસાફરો સલામત

Next Article