Explained: કેવા સંજોગોમાં મળી શકે છે જામીન? જેલ અને જામીનને લઈને સમજી લો આ કાયદા

|

Oct 30, 2021 | 8:40 PM

ચાર્જશીટ દાખલ થયા બાદ કેસના મેરિટના આધારે જામીનનો નિર્ણય લેવામાં આવશે. ચાર્જશીટનો અર્થ એ છે કે પોલીસે પૂરતી પૂછપરછ કરી છે અને તેમના તરફથી તપાસ પૂર્ણ કરી છે.

Explained: કેવા સંજોગોમાં મળી શકે છે જામીન? જેલ અને જામીનને લઈને સમજી લો આ કાયદા
પ્રતિકાત્મક ફોટો

Follow us on

મુંબઈ ડ્રગ્સ કેસમાં (Mumbai Drugs Case) બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને શરતી જામીન આપ્યા છે. આર્યન ખાનને 1 લાખ રૂપિયાના પીઆર બોન્ડ પર જામીન (Aryan Khan Bail)  આપવામાં આવ્યા છે. આર્યનને દર શુક્રવારે એનસીબી મુંબઈ ઓફિસમાં (NCB Mumbai Office) હાજર રહેવું પડશે. ઉપરાંત, તે એનડીપીએસ કોર્ટની (NDPS Court) પરવાનગી વગર દેશ છોડી શકશે નહીં. જેમ ગુનામાં સામેલ થયા પછી ધરપકડ એ કાનૂની પ્રક્રિયાનો એક ભાગ છે, તેમ જામીન મેળવવું પણ એ જ કાનૂની પ્રક્રિયાનો એક ભાગ છે.

 

જ્યાં સુધી જામીન મેળવવાની વાત છે, કાયદાની કલમોના આધારે ગુનાને 2 શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો કેસ જામીનપાત્ર સેક્શનમાં નોંધાયેલો છે અને બીજો જેમાં બિનજામીનપાત્ર કલમોમાં કેસ નોંધવામાં આવ્યા છે. જામીન આપવાનો અર્થ શું છે, જામીન કેટલા પ્રકારના છે, કયા પ્રકારના ગુનામાં, જામીન કેવી રીતે મળે છે, કયા કારણોસર જામીન મળવામાં વિલંબ થાય છે… આવા તમામ પ્રશ્નોના જવાબો અહીં આપણે સમજવાનો પ્રયાસ કરીશું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

સૌ પ્રથમ કોગ્નિઝેબલ અને નોન-કોગ્નિઝેબલ ગુના વિશે જાણો

ઘણીવાર તમે કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ ગુના વિશે સાંભળશો. સૌ પ્રથમ જાણી લો કે દેશમાં કાયદાના 2 કોડ છે. IPC એટલે ભારતીય દંડ સંહિતા અને CrPC એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડ. IPCની કલમો ગુના અને તેની સજા વિશે જણાવે છે, જ્યારે CrPC ગુનાના નિર્ધારણ અને સજાની પ્રક્રિયા વિશે જણાવે છે. CrPC 1973ની કલમ 2-C મુજબ, કોગ્નિઝેબલ ગુનો એવો છે જેમાં પોલીસને વોરંટ વિના આરોપીની ધરપકડ કરવાની સત્તા હોય છે. હત્યા, બળાત્કાર, અપહરણ, દહેજ મૃત્યુ, રમખાણો વગેરે આ હેઠળ આવે છે.

 

જ્યારે  CrPC 1973ની કલમ 2-L મુજબ, પોલીસ નોન-કોગ્નિઝેબલ ગુનામાં વોરંટ વિના આરોપીની ધરપકડ કરી શકતી નથી. ફ્રોડ, છેતરપિંડી, બદનક્ષી વગેરે આમાં આવે છે. ગુનાઓની સંપૂર્ણ યાદી માટે તમારે CrPCનું શેડ્યૂલ જોવાની જરૂર છે.

 

જામીનનો અર્થ શું છે, તેના કેટલા પ્રકાર છે ?

દિલ્હીની તીસ હજારી કોર્ટના એડવોકેટ શુભમ ભારતીએ અમારી સહયોગી ચેનલ TV9 હિન્દી સાથેની વાતચીતમાં જણાવ્યું કે જામીન એટલે કે નિશ્ચિત સમય મર્યાદા માટે આરોપીને જેલમાંથી રાહત એટલે કે આઝાદી. તે અમુક શરતો પર આપવામાં આવેલી સ્વતંત્રતા છે. કેસમાં જરૂર પડ્યે આરોપીએ હાજર રહેવું પડશે. જામીનનો અર્થ એવો નથી કે આરોપી કેસમાંથી નિર્દોષ છૂટી ગયો. કાયદામાં અનેક પ્રકારના જામીનની જોગવાઈઓ છે.

 

  1. નિયમિત જામીન  (Regular Bail): જો કોઈ ગુનામાં આરોપી પકડાય તો તે સામાન્ય જામીન માટે અરજી કરે છે. CrPCની કલમ 437 અને 439 હેઠળ નિયમિત જામીન આપવામાં આવે છે.
  2. આગોતરા જામીન (Anticipatory Bail): સ્પષ્ટપણે આ એક એડવાન્સ જામીન છે. એટલે કે ધરપકડ પહેલા જામીન. તમે ફિલ્મોમાં જોયું હશે કે પોલીસ કોઈ આરોપીને પકડવા આવે છે અને તે એક કાગળ આપીને પોલીસને પરત મોકલી દે છે. જ્યારે કોઈ વ્યક્તિને કોઈપણ ગુનાના આરોપમાં ધરપકડની આશંકા હોય છે, ત્યારે તે CrPCની કલમ 438 હેઠળ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરે છે. જામીન મળ્યા બાદ તે ધરપકડથી બચી જાય છે.
  3. વચગાળાના જામીન (Interim Bail): નિયમિત જામીન અથવા આગોતરા જામીન પર સુનાવણી માટે થોડા દિવસો બાકી હોય ત્યારે આ વચગાળાના જામીન આપવામાં આવે છે. આ જામીન ખૂબ જ ઓછા સમય માટે આપવામાં આવે છે.
  4. પોલીસ સ્ટેશનમાંથી મળનારા જામીન: જામીનપાત્ર કલમો હેઠળ નોંધાયેલા કેસ જેવા કે હુમલો, ધાકધમકી, દુર્વ્યવહાર, ગેરવર્તન જેવા નાના ગુનામાં ધરપકડ થાય તો પણ પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે. શુભમ ભારતીએ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં વ્યક્તિને જામીન બોન્ડ ભરવા અને ગેરેન્ટર રજૂ કરવા માટે કહેવામાં આવી શકે છે. આમ કરવાથી પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે.

 

જામીન આપવાનો આધાર શું છે?

કોઈપણ આરોપીને જામીન આપવાનો આધાર ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ ગણવાનો છે. એટલે કે જ્યાં સુધી તે કાયદાની નજરમાં દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ માનવા જોઈએ. આ આધારે તે વ્યક્તિ માટે આરોપી શબ્દનો ઉપયોગ થાય છે અને ગુનેગાર શબ્દનો ઉપયોગ થતો નથી. જ્યાં સુધી તેની સામેના આરોપો સાબિત ન થાય ત્યાં સુધી તે જેલમાં હોય તો તેને દોષિત ઠેરવવાને બદલે ટ્રાયલ હેઠળ હોવાનું કહેવાય છે. કાયદાના દૃષ્ટિકોણથી આ કેટલીક ટેકનીકલ શરતો છે.

 

ચાલો બીજા આધાર વિશે વાત કરીએ 1977માં રાજસ્થાન વિ બાલચંદના કેસમાં સુપ્રીમ કોર્ટમાં તત્કાલિન ન્યાયમૂર્તિ વી કૃષ્ણા અય્યરે બંધારણના મૂળભૂત અધિકારોના આધારે એક ઉદાહરણ સ્થાપિત કર્યું – “Bail is a rule, jail is an exception”. એટલે કે જામીનએ નિયમ છે જ્યારે જેલમાં મોકલવો એ અપવાદ છે. જો કે ઉપર પહેલા જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જામીનનો અર્થ સંપૂર્ણ સ્વતંત્રતા નથી.

 

ક્યા કારણોથી નથી મળતા જામીન?

  1. બિનજામીનપાત્ર ગુનામાં મામલો ઓછામાં ઓછો મેજિસ્ટ્રેટ પાસે તો જશે જ. જો તેમને લાગે કે મામલો ગંભીર છે અને મોટી સજા થઈ શકે છે તો તેઓ જામીન આપતા નથી.
  2. મૃત્યુ અથવા આજીવન કેદ કરતાં ઓછી સજાની શક્યતા પર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ કેસના સંજોગો અનુસાર જામીન આપી શકે છે. અપવાદની પરિસ્થિતિ અલગ હશે.
  3. સાથે જ સેશન્સ કોર્ટ કોઈપણ કેસમાં જામીન અરજી સ્વીકારી શકે છે. સેશન્સ કોર્ટ ગંભીર કેસમાં પણ જામીન આપી શકે છે, પરંતુ ઘણું ખરૂં કેસની યોગ્યતા પર નિર્ભર રહેશે.
  4. ચાર્જશીટ દાખલ થયા બાદ કેસના મેરિટના આધારે જામીનનો નિર્ણય લેવામાં આવશે. ચાર્જશીટનો અર્થ એ છે કે પોલીસે પૂરતી પૂછપરછ કરી છે અને તેમના તરફથી તપાસ પૂર્ણ કરી છે.
  5. ટ્રાયલ દરમિયાન મહત્વના સાક્ષીઓએ આરોપી વિરુદ્ધ નિવેદનો આપ્યા હોય તો પણ આરોપીને જામીન નહીં મળે.
  6. જો મામલો ગંભીર હોય અને સાક્ષીઓને ડરાવવા કે કેસને અસર થવાની આશંકા હોય તો ચાર્જફ્રેમ થયા બાદ પણ જામીન નહી મળે.
  7. એકંદરે, સમજી લો કે બિનજામીનપાત્ર ગુનામાં કોને જામીન આપવા જોઈએ અને કોને નહીં, તે આખરે કોર્ટ નક્કી કરે છે.

 

આ પણ વાંચો :  શાહરૂખના ઘરની બહાર આર્યનના જામીન માટે પંડિત કરી રહ્યા હતા હનુમાન ચાલીસા, Video સોશિયલ મીડિયા પર વાયરલ

Next Article