આણંદ કૃષિ યુનિવર્સિટીના VC એ માનવતાની નવી મિશાલ રજુ કરી, જાણો એવું તો શું કર્યું ?

આણંદ કૃષિ યુનિવર્સિટીના VC એ માનવતાની નવી મિશાલ રજુ કરી, જાણો એવું તો શું કર્યું ?

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આજે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચની રીજનલ કમિટીની બે દિવસીય મીટીંગનો આજથી પ્રારંભ થયો જેમાં કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા ,આજે યોજાયેલ કાર્યક્રમમાં તાજેતરમાં ભારત સરકારનું પદ્મશ્રી સન્માન મેળવનાર જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ ગામના વલ્લભભાઇ મારવણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.   અને કાર્યક્રમના ૯૫ વર્ષીય પદ્મશ્રી વલ્લભભાઈનું કેન્દ્રીય રાજ્યમંત્રીના […]

Dharmendra Kapasi

| Edited By: Parth_Solanki

Feb 05, 2019 | 1:37 PM

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આજે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચની રીજનલ કમિટીની બે દિવસીય મીટીંગનો આજથી પ્રારંભ થયો જેમાં કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા ,આજે યોજાયેલ કાર્યક્રમમાં તાજેતરમાં ભારત સરકારનું પદ્મશ્રી સન્માન મેળવનાર જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ ગામના વલ્લભભાઇ મારવણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

અને કાર્યક્રમના ૯૫ વર્ષીય પદ્મશ્રી વલ્લભભાઈનું કેન્દ્રીય રાજ્યમંત્રીના હસ્તે સાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું જોકે સંચાલક દ્વારા વલ્લભભાઈ સ્ટેજ પર આવવા આમંત્રણ આપવામાં આવતા વલ્લભભાઈ પોતાની જગ્યા પર તો ઉભા થયા હતા પરંતુ સ્ટેજ પર પહોચવા તેમને સહારાની જરૂર પડી .

તેમની આસપાસ ઘણા વેજ્ઞાનિકો ,અને પ્રોફેસરો બેઠા હોવા છતાં પણ કોઈ તેમની મદદે ન આવતા ખુદ આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ખુદ સ્ટેજની નીચે પહોચી પદ્મ શ્રી વલ્લભભાઈને સ્ટેજ પર લઇ જવામાં મદદ કરતા હોલમા વલ્લભભાઈની આસપાસ બેઠેલા પ્રોફેસરો અને વેજ્ઞાનિકો રીતસરના છોભીલા પડી ગયા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati