Ajab Gajab News: એક એવું ગામ કે જ્યાં રહે છે માત્ર એક જ વ્યક્તિ, જાણો શું છે આ પાછળનું કારણ

|

Dec 18, 2021 | 11:39 PM

લગભગ ત્રણ દાયકા પહેલા આ ગામમાં લગભગ 200 લોકો રહેતા હતા, પરંતુ આજના સમયમાં આ ગામમાં માત્ર એક જ વ્યક્તિ રહે છે.

Ajab Gajab News: એક એવું ગામ કે જ્યાં રહે છે માત્ર એક જ વ્યક્તિ, જાણો શું છે આ પાછળનું કારણ

Follow us on

Ajab Gajab News: ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે પણ આપણે ઘરે એકલા (alone) હોઈએ છીએ ત્યારે કંટાળો આવવા લાગે છે અને આપણે ઘરની બહાર ફરવા નીકળીએ છીએ. પરંતુ જરા કલ્પના કરો કે તમે ઘરની બહાર ફરવા ગયા છો અને જો તમને તમારા વિસ્તારમાં કોઈ ન દેખાય તો તમને કેવું લાગશે. આ કોઈ વાર્તા નથી પણ હકીકત છે.

 

જ્યાં શહેરોનું જીવન (urban life) ધમધમતું હોય છે, ત્યાં ગામડાનું જીવન (Rural Life) તેનાથી સાવ અલગ હોય છે. જો કે આજના યુગમાં લોકો ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર કરવાનું ચાલુ રાખે છે. પરંતુ અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં આજે ફક્ત એક જ વ્યક્તિ રહે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

અમે રશિયાની સરહદ પર આવેલા ડોબ્રુસા ગામ વિશે વાત કરી રહ્યા છીએ, કહેવાય છે કે સોવિયત સંઘના તૂટ્યા પછી આ ગામના તમામ લોકો નજીકના શહેર અને અન્ય કેટલીક જગ્યાએ સ્થાયી થવા માટે ગયા હતા. તે જ સમયે, કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા. આ પછી આ વર્ષની શરૂઆતમાં અહીં ત્રણ લોકોને બચાવવામાં આવ્યા હતા, જેમાંથી જેન્ના અને લિડિયા નામના કપલની ગત ફેબ્રુઆરીમાં હત્યા કરવામાં આવી હતી. આ પછી આ ગામમાં માત્ર એક જ વ્યક્તિ ગેરિસા મુંટેન રહી ગયો છે.

 

આ રીતે દુર કરે છે પોતાની એકલતા

લગભગ ત્રણ દાયકા પહેલા આ ગામમાં લગભગ 200 લોકો રહેતા હતા, પરંતુ આજના સમયમાં આ ગામમાં માત્ર એક જ વ્યક્તિ રહે છે. ગેરિસા મુંટેન સાથે કોઈ રહેતું ન હોવા છતાં તે ગામમાં એકલી નથી. તેમની સાથે અનેક જીવો રહે છે. ગેરિસા 5 કૂતરા, 9 તુર્કી પક્ષીઓ, 2 બિલાડી, 42 મરઘીઓ, 120 બતક, 50 કબૂતર અને હજારો મધમાખીઓ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે.

 

ગેરિસા મુંટેને આ વિશે જણાવ્યું “તેમના ગામમાં લગભગ 50 ઘર હતા, પરંતુ હવે સોવિયત સંઘના તૂટ્યા પછી મોટાભાગના લોકો નજીકના શહેર મોલ્ડોવા, રશિયા અથવા યુરોપમાં સ્થાયી થયા છે.” ગેરિસાનું માનવું છે કે એકલા રહેવાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

 

 

પોતાની એકલતા દૂર કરવા માટે મુંટેને આ અનોખી પદ્ધતિ અપનાવી. “ખેતરોમાં કામ કરતી વખતે તે વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ સાથે વાત કરતો રહે છે,” મન્ટેન કહે છે. ગેરિસા સમજાવે છે કે “તેની સાથે વાત કરવા માટે અહીં કોઈ નથી.” 65 વર્ષીય ગેરિસા મુંટેનના જણાવ્યા અનુસાર “જેના અને લિડિયા લોજિન્સ્કી ગામના બીજા છેડે રહેતા હતા અને તે ઘણીવાર તેમની સાથે ફોન પર અથવા રૂબરૂ વાત કરતા હતા, પરંતુ હવે તેમના મૃત્યુ પછી તેઓ અહીં એકલા છે.”

 

 

આ પણ વાંચો: ભારતીય ટીમના કોચ બનવા ઈચ્છતા હતા આ ભારતીય દિગ્ગજ, સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો

 

આ પણ વાંચો: AMRITSAR : સ્વર્ણમંદિરમાં ગુરુ ગ્રંથ સાહેબના અપમાનનો પ્રયાસ, SGPCના કર્મચારીઓએ માર મારતા યુવકનું મોત

Next Article