Corona : દેશના યુવાનો કોરોનાની ચપેટમાં, મે માસમાં સંક્રમિતોમાં 26 ટકા 18 થી 30 વર્ષના વય જૂથના

|

May 26, 2021 | 7:47 PM

Corona : દેશમાં કોરોનાની ( Corona) બીજી લહેર યુવાનો( Youth)  માટે સૌથી ઘાતક  સાબિત થઈ છે અને તેના આંકડા હવે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દેશમાં 1 મેથી 25 મે સુધી  કોરોનાનો ચેપ લાગેલા 26% દર્દીઓ માત્ર 18 થી 30 વર્ષના યુવાન ( Youth) હતા.

Corona : દેશના યુવાનો કોરોનાની ચપેટમાં, મે માસમાં સંક્રમિતોમાં 26 ટકા 18 થી 30 વર્ષના વય જૂથના
મે મહિનામાં દેશના યુવાનો કોરોનાની ચપેટમાં

Follow us on

Corona : દેશમાં કોરોનાની( Corona)  બીજી લહેર યુવાનો( Youth)  માટે સૌથી ઘાતક  સાબિત થઈ છે અને તેના આંકડા હવે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દેશમાં 1 મેથી 25 મે સુધી  કોરોનાનો ચેપ લાગેલા 26% દર્દીઓ માત્ર 18 થી 30 વર્ષના યુવાન ( Youth) હતા.

કોરોનાના દર્દીઓમાં 26.58 ટકા લોકો 18 થી 30 વર્ષની વયના

કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ 1 મેથી 7 મેની વચ્ચે કુલ ચેપગ્રસ્ત કોરોનાના દર્દીઓમાં 26.58 ટકા લોકો 18 થી 30 વર્ષની વયના હતા. જ્યારે 8 મેથી 14 મેની વચ્ચે આ આંકડો 25.89 ટકા હતો. તેની બાદ 15 થી 21 મેની વચ્ચે કોરોના ચેપગ્રસ્ત લોકોમાં 25.64 ટકા લોકો 18 થી 30 વર્ષની વયના હતા અને 22 થી 25 મે સુધી એટલે કે છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના કુલ ચેપગ્રસ્ત લોકોમાંથી 25.60 ટકા 18 થી 30 વર્ષની વય જૂથમાં હતા.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

સરકારે જાહેર કરેલા આંકડા મુજબ તેની બાદ 31 થી 40 વર્ષની વય જૂથના લોકોને સૌથી વધુ ચેપ લાગ્યો છે. આ વય જૂથના 23.12 ટકા લોકોને 1 મેથી 7 મે દરમિયાન, 22.79 ટકા લોકોને 8 થી 14 મેની વચ્ચે, અને 15 થી 21 મેની વચ્ચે 22.58 ટકા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમજ છેલ્લા ત્રણ દિવસ એટલે કે 22 થી 25 મેની વચ્ચે આ આંકડો 22.24 ટકા હતો.
બાળકો માટે કોરોનાની ત્રીજી લહેર સૌથી જોખમી

એવું માનવામાં આવે છે કે બાળકો માટે કોરોનાની ત્રીજી લહેર સૌથી જોખમી હશે. જ્યારે હાલ આ સમયગાળામાં 10 ટકા કરતા પણ ઓછા બાળકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. 1 થી 7 મે દરમિયાન, કુલ કેસોમાં 7.82 ટકા આ વય જૂથના હતા. છેલ્લા ત્રણ દિવસમાં આ આંકડો વધીને 8.73 ટકા થયો છે.

કોરોનાની બીજી લહેર ધીમી પડીરહી છે

ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડીરહી છે, પરંતુ મૃત્યુની સંખ્યા સતત 4 હજારને પાર થઇ રહી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 208,886 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન લગભગ 4172 લોકોએ જીવ ગુમાવ્યો છે. મંગળવારે આ જ આંકડો 3,498 હતો. જ્યારે નવા નવા કેસ પણ બે લાખથી ઘટીને 1,95,815 નોંધાયા હતા.

Published On - 6:28 pm, Wed, 26 May 21

Next Article