સોશિયલ મીડિયામાંથી ‘મોદી કા પરિવાર’ શબ્દ હટાવવા, PM મોદીએ સમર્થકોને કરી અપીલ

|

Jun 11, 2024 | 7:33 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતભરના લોકોએ તેમના પ્રત્યેના સ્નેહના પ્રતીક તરીકે પોતાના સોશિયલ મીડિયા પર 'મોદી કા પરિવાર' લખ્યું હતું. આનાથી મને ઘણી તાકાત મળી છે. ભારતની જનતાએ સતત ત્રીજી વખત એનડીએને જીતાડીને બહુમતી આપી છે.

સોશિયલ મીડિયામાંથી મોદી કા પરિવાર શબ્દ હટાવવા, PM મોદીએ સમર્થકોને કરી અપીલ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સોશિયલ મીડિયા યુઝર્સને લોકસભા ચૂંટણીમાં તેમના સમર્થનમાં સોશિયલ મીડિયામાં લખેલ ‘મોદી કા પરિવાર’ને હટાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આપણે બધા એક પરિવાર છીએ તે સંદેશને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડ્યા પછી, હું ફરી એકવાર ભારતના લોકોનો આભાર માનું છું અને વિનંતી કરું છું કે તમે હવે તમારા સોશિયલ મીડિયામાંથી ‘મોદી કા પરિવાર’ લખેલા શબ્દને દૂર કરી શકો છો.

તેમણે વધુમાં કહ્યું કે આપણે બધા એક પરિવાર છીએ તે સંદેશ અસરકારક રીતે પહોંચાડ્યા પછી, હું લોકોને વિનંતી કરું છું કે તેઓ હવે તેમના સોશિયલ મીડિયામાંથી ‘મોદી કા પરિવાર’ શબ્દને દૂર કરે. ડિસ્પ્લે નામ બદલાઈ શકે છે, પરંતુ ભારતની પ્રગતિ માટે પ્રયત્નશીલ પરિવાર તરીકે અમારું બંધન મજબૂત અને અતૂટ રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી સમયે, વિપક્ષ દ્વારા નરેન્દ્ર મોદી પર પરિવારને લઈને કરાયેલા શાબ્દિક હુમલાના પ્રતિક વિરોધ રૂપે, કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, વિવિધ રાજ્યના ભાજપના મુખ્યપ્રધાન, ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકરો અને ભાજપના સમર્થકોએ સોશિયલ મીડિયામાં તેમના નામની સાથે મોદી કા પરિવાર શબ્દને જોડ્યો હતો.

Published On - 7:19 pm, Tue, 11 June 24

Next Article