Women Safety: છેડતીખોરોની હવે ખેર નથી, મહિલાઓની સુરક્ષા માટે રેલવેનો મોટો નિર્ણય, જાણો વિગત

|

Mar 22, 2021 | 2:04 PM

Women Safety: રેલવે સ્ટેશનો પર થતા મહિલાઓની વિરુદ્ધના ગુનાઓને લઈને રેલ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત ટૂંકા ગાળાની યોજના અને લાંબા ગાળાની યોજના બનાવવામાં આવી છે.

Women Safety: છેડતીખોરોની હવે ખેર નથી, મહિલાઓની સુરક્ષા માટે રેલવેનો મોટો નિર્ણય, જાણો વિગત
મહિલા સુરક્ષાને લઈને રેલવેનો મોટો નિર્ણય

Follow us on

Women Safety:  રેલવે મંત્રાલયે શનિવારે ટ્રેનો અને સ્ટેશનો પર મહિલાઓની સલામતી (Women Safety) માટે માર્ગદર્શિકા જારી કરી. તેમજ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને છેલ્લાં પાંચ વર્ષમાં મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાઓનો ડેટા બેઝ બનાવીને સમીક્ષા કરવાનો આદેશ અપાયો છે.

આ સાથે રેલવે પરિસરમાં કાર્યરત ગુનેગારોનો ડેટાબેસ બનાવવાનું કહ્યું છે. માર્ગદર્શિકામાં આરપીએફને સૂચના આપવામાં આવી છે કે સ્ટેશનો પર ઉપલબ્ધ મફત વાઈ-ફાઇનો ઉપયોગ પોર્ન ડાઉનલોડ કરવા માટે ના થાય. આવી ઘટનાઓને અટકાવવા રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરનો ઉપયોગ કરવાની વાટ કહેવામાં આવી છે.

આ ઉપરાંત રેલવે પરિસરમાં હાજર સુમસાન સ્થાનો, યાર્ડ અને પ્લેટફોર્મને તોડી પાડવાની સૂચના આપવામાં આવી છે. આદેશમાં એવા ખડકલો, મકાનો, પ્લેટફોર્મ્સને તોડી પાડવાની હાકલ કરવામાં આવી છે જ્યાં સુરક્ષાની હિલચાલ ન હોય. દિશાનિર્દેશોમાં જણાવાયું છે કે જ્યાં સુધી આ સ્થાનો તોડીના પાડવામાં આવે ત્યાં સુધી ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ત્યાં નિયમિત દેખરેખ રાખવી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, “તમામ પોસ્ટ કમાન્ડરો (પીસી) એ પાચાલા પાંચ વર્ષ દરમિયાન બળાત્કાર સહિત મહિલાઓ સામે થયેલા ગુનાની ઘટનાઓની વિગતો એકત્રિત કરીને ડેટાનું સંપૂર્ણ વિશ્લેષણ કરવું. આવા ગુનાઓની પાછળ, સુરક્ષા પ્રક્રિયામાં અંતર, સુરક્ષા મિકેનિઝમની નિષ્ફળતા, ગુનેગારો જે રીતે કામ કરે છે, મહિલાઓનો નબળો વર્ગ જેવાં કારણો હોય છે. સ્થળ, સમયગાળો દિવસ, મહિનો અને વર્ષ જેવી બાબતો, અગાઉના કેસોની તપાસ/ કાર્યવાહીની સ્થિતિ, ધરપકડ, ઠેકાણા, ગુનેગારો અને તેના સાથીઓ જેવી વસ્તુઓ પણ ગુનાઓમાં ભાગીદાર હોય છે.

માર્ગદર્શિકામાં જણાવાયું છે કે સરકારી રેલવે પોલીસ / સ્થાનિક પોલીસ, સ્ટેશન સ્ટાફ અને એનજીઓનાં સહયોગથી સાવચેતીપૂર્વક તપાસ કરવી જોઇએ. માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્લેટફોર્મ / યાર્ડ્સ, ત્યજી દેવાયેલા ક્વાર્ટર્સ, અલગ મકાનો, જે અસુરક્ષિત / અવ્યવસ્થિત છે તેને તાત્કાલિક તોડી પાડવા જોઈએ. જ્યાં સુધી તેઓને તોડી પાડવામાં ન આવે ત્યાં સુધી, ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ ચકાસણી માટે નિયમિતપણે ત્યાં જાઓ, ખાસ કરીને રાત્રે અથવા જ્યારે ત્યાં લોકોની ઓછી ઉપસ્થિતિ હોય ત્યારે ત્યાં દેખરેખ કરવી.

નિર્દેશો પણ અધિકારીઓને માર્ગદર્શન આપે છે કે ટ્રેન આવતી અથવા ઉપડતી હોય તેવા સ્ટેશનો પર મહિલા કોચ માટે બાજ નજર રાખવા અને પ્લેટફોર્મ પર સુરક્ષા તૈનાત કરવામાં આવે. માર્ગદર્શિકામાં મહિલા કોચ પર નજર રાખવા અને ટ્રેનના આગમન સમયે અને જવાના સમયે સુરક્ષા જવાનોને ગોઠવી રાખવા જેવા પગલા ભરવા પણ જણાવ્યું હતું.

ડેટા વિશ્લેષણના આધારે, દિશાનિર્દેશોમાં જણાવાયું છે કે ટૂંકા ગાળાની યોજના અને લાંબા ગાળાની યોજના સાથે આગળ વધવું જોઈએ. જો કે, ટૂંકા ગાળાની યોજનાને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવા કહેવામાં આવ્યું છે, જેમાં શંકાસ્પદ લોકો પર મોનિટરિંગ, ફરજ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના ચક્કર દરમિયાન નબળા સ્થળોની નિયમિત મુલાકાત લેવાનું જણાવવામાં આવ્યું છે. લાંબા ગાળાની યોજનામાં માળખાગત સુવિધાઓ, પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવા અને સુરક્ષાના અન્ય પાસાઓ શામેલ છે, જેમાં સમય લાગી શકે છે.

Next Article