બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતના સભ્યપદ વિરુદ્ધ હિમાચલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કંગનાનું સંસદ સભ્યપદ રદ કરવાની માગ કરવામાં આવી છે. આ અરજી પર હાઈકોર્ટે કંગનાને નોટિસ પાઠવી છે. હાઈકોર્ટે કંગનાને 21 ઓગસ્ટ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે.
પિટિશન કરનાર લાઈક રામ નેગીએ કંગના વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જેમાં તેણે કોર્ટ પાસે કંગનાની ચૂંટણી રદ કરવાની માંગ કરી છે. નાયક વન વિભાગના ભૂતપૂર્વ કર્મચારી છે. તેને સમય પહેલા VRS મળી ગયું હતું. નેગીનું કહેવું છે કે તે ચૂંટણી લડવા માંગતો હતો પરંતુ મંડીના ચૂંટણી અધિકારી દ્વારા તેનું નામાંકન પત્ર ખોટી રીતે નકારી કાઢવામાં આવ્યું હતું.
નેગીની દલીલ છે કે જો તેમનું નોમિનેશન પેપર સ્વીકારવામાં આવ્યું હોત તો તેઓ જીતી ગયા હોત. અરજીમાં લાઈક રામ નેગીએ કોર્ટને અપીલ કરી છે કે કંગનાની ચૂંટણી રદ કરવામાં આવે. તેણે મંડી સીટ પર ફરીથી ચૂંટણીની માંગ કરી છે, નેગીની આ અરજી પર જસ્ટિસ જ્યોત્સના રેવાલે કંગનાને નોટિસ પાઠવીને 21 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે.
નેગીએ વધુમાં કહ્યું કે નામાંકન દરમિયાન, તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે સરકારી આવાસ માટે જાહેર કરેલ વીજળી, પાણી અને ટેલિફોન માટે કોઈ બાકી પ્રમાણપત્ર કે બિલ પણ આપવું પડશે. આ પ્રમાણપત્ર આપવા માટે તેમને બીજા દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા દિવસે જ્યારે તેમણે રિટર્નિંગ ઓફિસરને પેપર્સ સોંપ્યા ત્યારે તેમણે તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને નામાંકન નામંજૂર કર્યું હતું.
કંગનાએ હિમાચલની મંડીથી લોકસભા ચૂંટણી જીતી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને 74,755 મતોથી હરાવ્યા હતા. બહુજન સમાજવાદી પાર્ટીના ડો.પ્રકાશ ચંદ્ર ભારદ્વાજ ત્રીજા સ્થાને રહ્યા હતા. ભારદ્વાજને 4393 વોટ મળ્યા.