આખરે TRAIN કેમ મોડી થાય છે ? રેલવે અધિકારીઓ ખુદ યાત્રા કરીને જાણશે કારણ

|

Jan 20, 2021 | 4:22 PM

આપણે ઘણીવાર જોતાં હોય છે કે ટ્રેન(TRAIN) સતત મોડી આવતી હોય છે. આ સમય ઘણીવાર કલાકોમાં થઈ જાય છે. મોડી ચાલી રહેલી ટ્રેનનો સમય સુધારવા માટે હવે ખુદ રેલવેના અધિકારીઓ (RAILWAY OFFICER) તેમાં પ્રવાસ કરશે.

આખરે TRAIN કેમ મોડી થાય છે ? રેલવે અધિકારીઓ ખુદ યાત્રા કરીને જાણશે કારણ

Follow us on

આપણે ઘણીવાર જોતાં હોય છે કે ટ્રેન(TRAIN) સતત મોડી આવતી હોય છે. આ સમય ઘણીવાર કલાકોમાં થઈ જાય છે. મોડી ચાલી રહેલી ટ્રેનનો સમય સુધારવા માટે હવે ખુદ રેલવેના અધિકારીઓ (RAILWAY OFFICER) તેમાં પ્રવાસ કરશે. પ્રવાસ દરમ્યાન વિલંબ થવાના કારણોને સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે. દિલ્હીના (DELHI) જુદા જુદા સ્ટેશનોથી દોડતી 12 ટ્રેનોને આ માટે નિશ્ચિત કરવામાં આવી છે. મંગળવારે દિલ્હી વિભાગીય રેલ્વે મેનેજરે ટ્રેનોના સમય પાલનને લઈને બેઠક યોજી હતી. જે પૈકી કેટલીક ટ્રેનો મોડી દોડી રહી હોવાનું બહાર આવ્યું હતું. આ વસ્તુ નજરે આવ્યા બાદ આ નિર્દેશ કરવામાં આવ્યો છે.

 

પ્રથમ તબક્કામાં આ અભિયાન સાત દિવસ (20થી 27 જાન્યુઆરી) સુધી ચાલશે. અધિકારીઓ નવી દિલ્હી, જૂની દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સહિત વિવિધ સ્ટેશનોથી દોડતી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં દિલ્હીથી રેવારી, પલવાલ અને એનસીઆર સ્ટેશનોની મુસાફરી કરશે. આ સમય દરમિયાન ટ્રેન સમયસર રવાના થઈ, ક્રોસિંગ ગેટ સમયસર બંધ કરવામાં આવ્યા હતા, જ્યાં સિગ્નલ મળ્યું નથી, જેવા પોઈન્ટને લઈને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. બીજા તબક્કામાં રિપોર્ટના આધારે સમય પાલન માટે સુધારણાનાં પગલા અમલમાં મૂકવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

ખાસ કરીને આ પોઈન્ટ પર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ક્રોસિંગ સમયસર બંધ થયું હતું કે નહીં, સિગ્નલ સમયસર આપવામાં આવ્યું હતું કે નહીં, જે ટ્રેન મોડી આવી તેનું સ્ટેશન સ્ટોપેજ ઓછું કરી દેવામાં આવ્યું. મોડી આવેલી ટ્રેનને સ્ટેશન પર ઊભી રાખવી. સ્ટેશન પર ટ્રેનને કાઢવા માટેનો યોજના બનાવવી. મંગલા લક્ષદીપ એક્સપ્રેસ, દિલ્લી-અમદાવાદ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો જે કાયમ મોડી ચાલતી હોય છે.

જે ટ્રેન મોડી ચાલી રહી છે તે ટ્રેનમાં રેલ્વેના આસિસ્ટન્ટ સંચાલન પ્રબંધક, સ્ટેશન સુપરવાઈઝર, ટ્રાફિક નિરીક્ષક અને અન્ય રેન્કના અધિકારીઓ ટ્રેનમાં મુસાફરી કરીને મોડું થવાનું કારણ જાણી શકશે. બુધવારે દિલ્હી આવનારી આશરે 13 ટ્રેનો ધુમ્મસના કારણે એકથી બે કલાક મોડી આવી હતી. ધુમ્મસને કારણે દિલ્હી આવનારી ટ્રેનો મોડી પડી રહી છે. સાત દિવસીય અભિયાન ઉપરાંત રેલવેના તમામ ટ્રાફિક નિરીક્ષકો અને સ્ટેશન સુપરવાઈઝરોને પણ ટ્રેનના સમય સુધારવા માટે આશ્ચર્યજનક નિરીક્ષણ કરવા સૂચના આપવામાં આવી છે. જેથી તેમાં સુધારો થઈ શકે. દિલ્હી મંડળ કચેરીમાં યોજાયેલી બેઠકમાં ખુલાસો થયો કે સિગ્નલ ન મળતાં, ક્રોસિંગ ગેટ બંધ ન થવું વગેરેને કારણે ટ્રેનો સતત મોડી દોડી રહી છે.

 

આ પણ વાંચો: AHMEDABADમાં યોજાયા અનોખા લગ્ન, 36 વર્ષનો વરરાજો અને 52 વર્ષની દુલ્હન

Published On - 4:19 pm, Wed, 20 January 21

Next Article