WHO એ વધારી સૌની ચિંતા, કહ્યુ ડેલ્ટા વેરિએન્ટ પર કોરોના રસીની અસર ઓછી

|

Jun 22, 2021 | 8:12 AM

corona vaccine update : ડેલ્ટા વેરિઅન્ટમાં પણ પરિવર્તન આવ્યું છે, જેના કારણે વાયરસ વધુ સંક્રમણ ફેલાવે તે પ્રકારે ચેપી થઈ ગયો છે. વધુ ચેપી થઈ ગયેલા વાયરસનુ નામ ડેલ્ટા પ્લસ છે. પરંતુ આ વાયરસની ઘાતકતા અંગે અલગ અલગ દાવા થઈ રહ્યાં છે. ભારતીય વૈજ્ઞાનિકો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ કરતા પણ લેમ્બડાને વધુ ખતરનાક ગણાવે છે

WHO એ વધારી સૌની ચિંતા, કહ્યુ ડેલ્ટા વેરિએન્ટ પર કોરોના રસીની અસર ઓછી
કોરોનાના વાયરસનો નવો પ્રકાર ડેલ્ટા વેરિએન્ટ

Follow us on

corona vaccine : કોરોના વાયરસથી અત્યાર સુધીમાં દુનિયાભરમા 40 લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોના મહામારીમાં લોકોના જીવ બચાવવા માટે રસીના આગમનથી સૌ કોઈને ખૂબ રાહત મળી હતી, પરંતુ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ( WHO) કહ્યું છે કે ભારતમાં મળેલા ડેલ્ટા વેરિએન્ટ ( Delta variant ) પર કોરોના વાયરસની રસી ઓછી અસરકારક જોવા મળી રહી છે. જો કે, WHOની જાહેરાત સામે રાહત છે કે આ રસી મૃત્યુનું જોખમ ઘટાડે છે અને ગંભીર રોગથી બચાવે છે.

વિશ્વ આરોગ્ય સંગઠને વધારી ચિંતા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ( WHO ) કહ્યું કે કોરોના વાયરસમાં થઈ રહેલા ફેરફારના કારણે રસી બેઅસર સાબિત થઈ રહી હોવાનુ માનવામાં આવે છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ, ડેલ્ટા વેરિઅન્ટમાં થયેલા પરિવર્તનથીબન્યો છે. આ વાયરસ ખુબ ઝડપથી સંક્રમણ ફેલાવી દે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ (WHO ) પણ વાયરસના આ નવા સ્વરૂપ વિશે ચિંતા વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વના 29 દેશોમાં, વાયરસના બદલાયેલા નવા સ્વરૂપને કારણે સૌથી વધુ આરોગ્યક્ષેત્રે પ્રશ્ન સર્જયા છે. લોકોના મોત પણ આ વાયરસને કારણે થઈ રહ્યા છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

ડેલ્ટા નહી લેમ્બડા ખતરનાક

વરિષ્ઠ આઇસીએમઆર ( ICMR) વૈજ્ઞાનિકના જણાવ્યાનુસાર, દેશની ઘણીબધી સંસ્થાઓ કોરોનાના બદલાતા સ્વરૂપ અને તેના જીનોમને ડીકોડ કરવા માટે સતત રાત-દિવસ સંશોધન કરી રહી છે, ભારતમાં હજી સુધી, સંશોધનકર્તાઓને કોરોનાના આ બદલાયેલા સ્વરૂપ વિશે કોઈ કેસ મળ્યો નથી. ડેલ્ટા વેરિઅન્ટના ઘણા બધા પ્રકારો પણ બન્યા છે. જેના કારણે આપણા દેશમાં પણ સમસ્યા સર્જાઈ હતી. પરંતુ દક્ષિણ અમેરિકામાં કોરોનાના વાયરસના બદલાયેલા સ્વરૂપ લેમ્બડા (Lambda  Virus )અંગે વધુ સાવધાની રાખવી જરૂરી છે.

રસીના બંને ડોઝ લો
ડેલ્ટા વેરીએન્ટ અંગે વાત કરીએ તો, તે એવા લોકોને સંક્રમણ ફેલાવી શકે છે કે, જેમણે એન્ટી કોવિડ -19 રસીનો અડધો ડોઝ ( બે ડોઝ પૈકીનો એક ડોઝ ) મેળવ્યો છે અને તેથી જ તે સંક્રમણનો ભોગ બની રહ્યા છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેંડના જણાવ્યા અનુસાર, ઈગ્લેન્ડમાં જે લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે, તેઓ 88 ટકા સુધી સુરક્ષિત છે, પરંતુ જેમને ફાઈઝર અથવા એસ્ટ્રાઝેનેકા રસીનો એક જ ડોઝ મળ્યો છે, તે ફક્ત 33.5 ટકા જ સુરક્ષિત જણાયા છે.

રશિયાનો દાવો રસી અસરકારક
રશિયા દ્વારા કોરોના વાયરસની રસી, ડેલ્ટા વેરિઅન્ટ સામે વધુ અસરકારક હોવાનો દાવો કર્યો છે. રશિયાની રસીએ સ્પૂટનીક-વી એ વધુ ચેપી અને ઘાતક વેરિએન્ટ સામે સૌથી વધુ અસર દર્શાવી છે.

Next Article