Who is Aviva Baig: સાસુ બનશે પ્રિયંકા ગાંધી વાડ્રા, કોણ છે થનારી પુત્રવધુ અવિવા બેગ?

રેહાન વાડ્રાની સગાઈ દિલ્હી સ્થિત અવિવા બેગ સાથે થઈ છે. બંને પરિવારોની સંમતિથી આ સમારોહ એક ખાનગી સમારંભમાં યોજાયો હતો. રેહાન અને અવિવા એકબીજાને લાંબા સમયથી ઓળખે છે.

Who is Aviva Baig:  સાસુ બનશે પ્રિયંકા ગાંધી વાડ્રા, કોણ છે થનારી પુત્રવધુ અવિવા બેગ?
| Updated on: Dec 30, 2025 | 12:29 PM

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાના દીકરા રેહાન વાડ્રાની સગાઈ થઈ ચૂકી છે. સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીની રહેવાસી પોતાની ગર્લફ્રેન્ડ અવીવા બેગની સાથે સગાઈ થઈ છે. બંન્ને પરિવારની સંમતિથી આ સગાઈ થઈ છે. ટુંક સમયમાં લગ્નની તારીખ પણ સામે આવશે. રેહાન અને અવીવા લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા.

અવિવા ફોટોગ્રાફર અને પ્રોડ્યુસર છે. તે રાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ખેલાડી પણ રહી ચૂકી છે.અવીવાએ દિલ્હીની મોર્ડન સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તે ઓપી ઝિંદલ ગ્લોબલ યૂનિવર્સિટીમાંથી મીડિયા કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝ્મમાં ડિગ્રી મેળવી હતી. અવીવા બેગ ફુટબોલ ખેલાડી પણ રહી ચૂકી છે.

અવીવા એટેલિયર 11ની કો-ફાઉન્ડર

અવીવા એટેલિયર 11ની કો-ફાઉન્ડર પણ છે. જે એક ફોટોગ્રાફિક સ્ટુડિયો અને પ્રોડક્શન કંપની છે. આ ભારતની એજન્સી, બ્રાન્ડ અને ક્લાઈન્ટની સાથે કામ કરે છે. છેલ્લા પાંચ વર્ષોમાં, તેમણે મેથડ ગેલેરી સાથે યુ કાન્ટ મિસ ધીસ (2023), ઈન્ડિયા આર્ટ ફેરનો યંગ કલેક્ટર્સ પ્રોગ્રામનો ભાગ રૂપે યુ કાન્ટ મિસ ધીસ (2023), ધ ક્વોરમ ક્લબનો ધ ઈલ્યુસરી વર્લ્ડ (2019), અને ઈન્ડિયા ડિઝાઇન આઈડી, K2 ઈન્ડિયા (2018) માં પ્રદર્શન કર્યું છે.

રેહાન વાડ્રા વિશે જાણો

રેહાન વાડ્રા એક વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે જે 10 વર્ષની ઉંમરથી જ પોતાના કેમેરા લેન્સ દ્વારા દુનિયાને કેદ કરી રહ્યો છે. મુંબઈના કોલાબામાં સ્થિત એક સમકાલીન આર્ટ ગેલેરી, APRE આર્ટ હાઉસ પરના તેમના બાયો અનુસાર, તેમના પોર્ટફોલિયોમાં વાઈલ્ડલાઈફ, સ્ટ્રીટ અને કોર્મશિયલ ફોટોગ્રાફીનો સમાવેશ થાય છે.

2021માં રેહાન વાડ્રાએ નવી દિલ્હીના બીકાનેર હાઉસમાં પોતાનું પહેલું સોલો પ્રદર્શની, ડાર્ક પરસેપ્શન શરુ કર્યું હતુ. જેમાં તેમણે કલ્પનાની આઝાદીની થીમને એક્સપ્લોર કર્યું હતુ. આ પ્રદર્શનમાં તેમણે 2017માં સ્કુલ ક્રિકેટ મેચ દરમિયાન આંખમાં ઈજા થયા બાદ રોશની, સ્થળ અને સમયની સાથે પોતાનો અનુભવ દેખાડ્યો હતો.

રેહાન વાડ્રાએ કહ્યું કે, આંખના અકસ્માત પછી મે અનેક પ્રોજેક્ટમાં બ્લેક એન્ડ વ્હાઈટ શુટ કરવાનું શરુ કર્યું હતુ. વસ્તુઓ જોવાનો અંદાજ બદલ્યો અને રોશની મેળવવા માટે અંધારાના કોન્સ્પેટનો ઉપયોગ કર્યો હતો. પોતાની માતા પ્રિયંકા ગાંધી વાડ્રાથી પ્રેરિત થઈ. ફોટોગ્રાફી રેહાનનું બાળપણની ફેવરિટ વસ્તુ રહી છે.

ગાંધી પરિવારની લાડલી દીકરી પ્રિયંકા ગાંધીનો આજે છે જન્મદિવસ, આવો છે વાડ્રાનો પરિવાર અહી ક્લિક કરો