મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ ગેરેજમાં રહીને માત્ર રોટલી અને પાણી પર પસાર કર્યા છે દિવસો!

|

Apr 22, 2019 | 6:36 AM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ફોબ્સૅ વર્લ્ડની 2019ના લિસ્ટમાં દુનિયાના 13માં સૌથી અમીર વ્યક્તિ છે. ત્યારે હાલમાં એક રિસર્ચ દ્વારા મુકેશ અંબાણી 10 સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં પહેલા ભારતીય છે. પણ ઘણાં લોકોને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાના 13માં સૌથી અમીર વ્યક્તિ, જે 2 બિલિયન ડૉલરના ઘરમાં રહે છે. ત્યારે એક સમયે તેમનો પરિવાર એક […]

મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ ગેરેજમાં રહીને માત્ર રોટલી અને પાણી પર પસાર કર્યા છે દિવસો!

Follow us on

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ફોબ્સૅ વર્લ્ડની 2019ના લિસ્ટમાં દુનિયાના 13માં સૌથી અમીર વ્યક્તિ છે. ત્યારે હાલમાં એક રિસર્ચ દ્વારા મુકેશ અંબાણી 10 સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં પહેલા ભારતીય છે.

પણ ઘણાં લોકોને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાના 13માં સૌથી અમીર વ્યક્તિ, જે 2 બિલિયન ડૉલરના ઘરમાં રહે છે. ત્યારે એક સમયે તેમનો પરિવાર એક નાના રૂમમાં 8-9 સભ્યોની સાથે એક ચાલીમાં રહેતો હતો.

TV9 Gujarati

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

મુકેશ અંબાણીએ તેમના બાળપણની જુની યાદોની વાત કરતા કહ્યું કે તેઓ મુંબઈની એક ચાલીમાં સંયૂક્ત પરિવારમાં કેવી રીતે મોટા થયા અને કેવી રીતે રહેતા હતા. મુકેશ અંબાણીએ જણાવ્યું કે ભુલેશ્વરની જય હિન્દ એસ્ટેટ ચાલીમાં રહેતા હતા. તેઓ તે સમયે 4-5 વર્ષના હતા.

તેમને જુની યાદોની વાત કરતા કહ્યું કે તેમના પિતા ધીરૂભાઈ અંબાણી ખુબ કડક સ્વભાવના હતા. એક સાંજે અમાર ઘરે મહેમાન આવ્યા હતા. તે વખતે મારી ઉંમર 11 વર્ષની હતી અને અનિલની ઉંમર 9 વર્ષની હતી. તે વખતે ઘરે આવેલા મહેમાનની સાથે અમે બંને ભાઈઓએ ખરાબ વર્તન કર્યુ હતુ.

મારી માતાએ મહેમાન માટે જમવાનું બનાવ્યુ હતુ તે અમે બંને ભાઈઓએ મહેમાનના જમતા પહેલા અમે જમી લીધુ હતુ. તે મહેમાન પહેલીવાર અમારા ઘરે આવ્યા હતા અને અમે બંને ભાઈઓ એક સોફાથી બીજા સોફા પર કુદી રહ્યા હતા. મહેમાન હતા તે છતા અમે અમારી મસ્તીમાં મસ્ત હતા.

તેના બીજા દિવસે મારા પિતાએ અમને બોલાવ્યા અને કહ્યું કે તમારે બંને ભાઈઓએ 2 દિવસ સુધી ગેરેજમાં રહેવાનું છે. જ્યાં સુધી તમારા વર્તનમાં સુધારો નહી આવે. અમારી માતાએ અમારા પિતાને વિનંતી કરી કે તેઓ 2 માસુમ બાળકો છે. અમે 2 દિવસ ગેરેજમાં રહ્યા હતા અને ફક્ત રોટલી અને પાણી પર 2 દિવસ પસાર કર્યા હતા અને ત્યારબાદ અમને અમારા વર્તનના લીધે પછતાવો થયો હતો અને અમારા બંને ભાઈઓ વચ્ચેનો સંબંધ વધ્યો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article