Puducherry : પુડુચેરીમાં પ્રથમ વખત ભાજપની સત્તા! એક જ યુનિયન ટેરિટરી હોવા છતાં પુડુચેરી ચાર અલગ વિસ્તારોમાં કેમ વહેંચાયેલું છે?

પુડુચેરી ભારતનું એક અનોખું કેન્દ્રશાસિત પ્રદેશ છે. જે દક્ષિણ ભારતમાં સ્થિત છે. પુડુચેરી ભારતના ચાર અલગ-અલગ ભૌગોલિક ભાગોમાં આવેલું છે. આ પ્રદેશ તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ફ્રેન્ચ સંસ્કૃતિ માટે ખાસ ઓળખાય છે.

Puducherry : પુડુચેરીમાં પ્રથમ વખત ભાજપની સત્તા! એક જ યુનિયન ટેરિટરી હોવા છતાં પુડુચેરી ચાર અલગ વિસ્તારોમાં કેમ વહેંચાયેલું છે?
Puducherry Union Territory
| Updated on: May 04, 2026 | 10:24 AM

પુડુચેરીનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે. પ્રાચીન સમયમાં આ વિસ્તાર દક્ષિણ ભારતના રાજ્યો સાથે સંકળાયેલો હતો. પુડુચેરીને વેપાર માટે મહત્વપૂર્ણ બંદર તરીકે ઓળખવામાં આવતો હતો. 16મી અને 17મી સદીમાં જ્યારે યુરોપિયન લોકો ભારત આવ્યા ત્યારે તે લોકોએ અહીં પોતાનું શાસન સ્થાપિત કર્યું. 1674માં ફ્રાન્કોઈસ માર્ટિનએ (Francois Martin) પુડુચેરીમાં ફ્રેન્ચ વસાહતની સ્થાપના કરી અને એક મહત્વપૂર્ણ વેપારી કેન્દ્ર તરીકે વિકસાવ્યું.

ફ્રેન્ચ શાસન દરમિયાન પુડુચેરીમાં યુરોપિયન શૈલીની ઈમારતો, રસ્તાઓ અને સંસ્કૃતિ વિકસિત થઈ. જે આજે પણ ત્યાં દેખાય છે. ભારતને 1947માં સ્વતંત્રતા મળી હતી. પરંતુ પુડુચેરી ફ્રેન્ચના નિયંત્રણ હેઠળ રહ્યું. સ્થાનિક લોકોના આંદોલન અને રાજકીય ચર્ચાઓના પરિણામે 1954માં આ વિસ્તાર ભારત સાથે જોડાયો. 1962માં પુડુચેરીને સત્તાવાર રીતે ભારતનો ભાગ જાહેર કરવામાં આવ્યો હતો.

પુડુચેરી ક્યા આવ્યું?

પુડુચેરી દક્ષિણ ભારતમાં આવેલું છે. પુડુચેરી શહેર તમિલનાડુ રાજ્યની અંદર આવેલો છે અને બંગાળના ખાડીના કિનારે વસેલો છે. આ વિસ્તાર બીચ માટે જાણીતો છે. તેના સિવાયના અન્ય ભાગો પણ અલગ અલગ રાજ્યોમાં ફેલાયેલા છે. જે તેની ભૌગોલિક રચનાને અનોખી બનાવે છે. આ રીતે પુડુચેરી એક એવી જગ્યા છે જે એક રાજ્યમાં હોવા છતાં અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલી છે.

પુડુચેરીના કેટલા ભાગો છે?

પુડુચેરી કુલ ચાર મુખ્ય જિલ્લાઓમાં વહેંચાયેલું છે. જેમાં પુડુચેરી શહેર, કરાઈકલ, માહે અને યાનમનો સમાવેશ થાય છે. આ ચારેય વિસ્તાર ભૌગોલિક રીતે એકબીજાથી અલગ છે. કરાઈકલ અને પુડુચેરી તમિલનાડુમાં છે. માહે કેરળમાં છે અને યાનમ આંધ્ર પ્રદેશમાં આવેલું છે. આ પ્રકારની રચના ભારતના અન્ય કોઈ પ્રદેશમાં જોવા મળતી નથી.

પુડુચેરી અલગ અલગ ભાગોમાં કેમ વહેંચાયું છે?

પુડુચેરી અલગ અલગ ભાગોમાં વહેંચાયું છે. પુડુચેરીના અલગ અલગ ભાગોમાં વહેંચાયેલા હોવાનો મુખ્ય કારણ તેનો ઐતિહાસિક વિકાસ છે. જ્યારે ફ્રેન્ચોએ ભારતમાં પોતાની વસાહતો સ્થાપિત કરી ત્યારે તેઓએ જુદા જુદા કિનારાના વિસ્તારોમાં પોતાની કોલોનીઓ બનાવી. આ કોલોનીઓ એકબીજાથી દૂર હતી, છતાં ફ્રેન્ચ શાસન હેઠળ એકસાથે સંચાલિત થતી હતી. જ્યારે ભારત સ્વતંત્ર બન્યું અને આ વિસ્તારોને ભારત સાથે જોડવામાં આવ્યા ત્યારે આ બધાંને એકસાથે લઈને એક જ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. આથી પુડુચેરી ભૌગોલિક રીતે અલગ હોવા છતાં તેઓ એક જ પ્રશાસન હેઠળ છે.

એક જ સરકાર સમગ્ર પ્રદેશ માટે કાર્યરત છે

પુડુચેરી એક એવો પ્રદેશ છે જ્યાં ઇતિહાસ, સંસ્કૃતિ અને આધુનિક વહીવટનો અનોખો મેળાપ જોવા મળે છે. ફ્રેન્ચ વારસો, ભારતીય પરંપરા અને અલગ અલગ ભાષાઓનું સંમિશ્રણ પુડુચેરીને વિશિષ્ટ બનાવે છે. ચારેય અલગ વિસ્તારો હોવા છતાં એક જ સરકાર સમગ્ર પ્રદેશ માટે કાર્યરત કરે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

 

આ પણ વાંચો, 03 મેના મહત્વના સમાચાર : નહીં મળે ગરમીમાંથી છૂટકારો, હવામાન વિભાગે તાપમાનના પારો હજુ કેટલો ઊંચે જશે તેની કરી આગાહી

Published On - 2:18 pm, Sun, 3 May 26

Follow Us