જાણો કેવી રીતે બચશો ખતરનાક ઝિકા વાયરસથી?

Oct 26, 2018 | 3:51 PM

દેશ દુનિયામાં આતંક મચાવનાર ઝિકા વાયરસે હવે રાજસ્થાન અને ગુજરાતમાં પણ દસ્તક દીધી છે. આ વાઈરસ એટલો ખતરનાક છે કે સમગ્ર દુનિયામાં તેના માટે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં 60 થી 75 લોકો ઝિકા વાયરસનો ભોગ બન્યા છે. જેમાંથી 45 લોકો સારવાર લઇ સ્વસ્થ્ય થયા છે. પરંતુ તંત્રએ તેના માટે એલર્ટ […]

જાણો કેવી રીતે બચશો ખતરનાક ઝિકા વાયરસથી?

Follow us on

દેશ દુનિયામાં આતંક મચાવનાર ઝિકા વાયરસે હવે રાજસ્થાન અને ગુજરાતમાં પણ દસ્તક દીધી છે. આ વાઈરસ એટલો ખતરનાક છે કે સમગ્ર દુનિયામાં તેના માટે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હાલમાં ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં 60 થી 75 લોકો ઝિકા વાયરસનો ભોગ બન્યા છે.
જેમાંથી 45 લોકો સારવાર લઇ સ્વસ્થ્ય થયા છે. પરંતુ તંત્રએ તેના માટે એલર્ટ જાહેર કર્યું છે. એડિસ મચ્છર ઝિકા વાયરસના વધતા જતા કેસો માટે મહત્વનુ કારણ છે. અમદાવાદમાં એડિસ મચ્છરોનું પ્રમાણ વધુ છે.

જુઓ વીડિયો :Ahmedabad: Separate isolation ward made for Zika virus patients in VS hospital- Tv9

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાત સરકારે બસ, ટ્રેન અને હવાઇયાત્રાથી રાજસ્થાનથી આવનાર લોકોની તપાસ કરવાનું શરૂ કર્યું છે.
એટલું જ નહીં અમદાવાદમાં સિવિલ અને વીએસ હોસ્પિટલમાં ઝિકા વાયરસ માટે ખાસ વોર્ડ બનાવવામાં આવ્યો છે.

પરંતુ આ ઝિકા વાયરસ છે શું ?
આ વાઈરસ એડિસ, એડીજી અને અન્ય મચ્છરોથી ફેલાય છે. આ ઉપરાંત ચિકનગુનિયા અને ડેન્ગ્યૂથી પણ ફેલાય છે.

જુઓ વીડિયોAhmedabad: 3 positive cases of Zika Virus suspected from Amraiwadi, authority denying report- Tv9

મુખ્ય લક્ષણ:

  • તાવ આવવો
  • સાંધાનો દુખાવો
  • આંખ લાલ થવી
  • થાક લાગવો
  • શરીર પર લાલ ડાઘ પડવા
  • માથું દુખવું
  • ડેન્ગ્યૂ જેવી બિમારીના લક્ષણો જોવા મળશે

શા માટે છે ખતરનાક?

  • આ વાઈરસની હજી સુધી કોઇ દવા શોધવામાં આવી નથી.
  • તેમજ તેનું કોઇ રસીકરણ પણ શક્ય નથી.
  • દક્ષિણ એશિયાના વાતાવરણમાં ઠંડકની સાથે ગરમી હોવાના કારણે ઝડપથી ફેલાયેલો છે

બિમારીના કારણે શું છે થાય છે અસર ?

  • માઇક્રોકેફીલ : આ બિમારીના કારણે જન્મનાર બાળકો કદમાં નાના અને તેમના મગજ અવિકસિત હોય છે
  • ગ્યૂલેન-બૈરે : શરીરમાં ન્યૂરોલોજિકલ તકલીફ થાય છે અને જેના કારણે શરીરમાં લકવો થવાની પણ શક્યતા છે

કેવી રીતે બચશો ઝિકા વાયરસથી? 

  • ઘરમાં મચ્છર ન થાય તેનું ધ્યાન રાખો
  • આ વાયરસ ગર્ભવતી મહિલાઓ માટે વધુ નુકસાનકારક હોય છે, જેથી તેમણે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઇએ
  • જો તમે પ્રવાસ પરથી પરત ફરો અને બે અઠવાડિયા સુધી તાવ કે અન્ય કોઇ લક્ષણ જણાય તો ડૉકટરની સલાહ લેવી જોઇએ.
  • ઘરના બારી અને દરવાજા પર જાળી લગાવવી જોઇએ
Next Article