સિક્કામાં નીચે બનાવેલ આ નિશાનનો શું થાય છે? ભાગ્યે જ કોઈ જાણતું હશે વાસ્તવિક કારણ

|

May 26, 2021 | 5:08 PM

દરેક સીકા પર તેના પ્રોડક્શન વર્ષની નીચે 'ડોટ', 'સ્ટાર' કે ડાયમંડ જેવા નિશાન જોવા મળશે. જ્યારે અમુક સિક્કામાં કોઈ નિશાન નહીં હોય. પરંતુ શું તમે જાણો છો આ નિશાનનો મતલબ શું થાય છે?

સિક્કામાં નીચે બનાવેલ આ નિશાનનો શું થાય છે? ભાગ્યે જ કોઈ જાણતું હશે વાસ્તવિક કારણ
સિક્કા નીચે બનાવેલા નિશાનનો શું મતલબ હોય છે?

Follow us on

ભારત (India) માં છેલ્લા ઘણા દાયકાઓથી આપણે ફક્ત નોટો અને સિક્કાઓની મદદથી નાણાકીય વ્યવહાર કરી રહ્યા છીએ. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી, ‘ડિજિટલ પેમેન્ટ્સ’ દ્વારા ટ્રાન્ઝેક્શન થવાનું શરૂ થયું છે, પરંતુ આજે પણ મોટાભાગના લોકો છે જે ફક્ત કેસ અને રોકડમાં ટ્રાન્ઝેક્શન કરવાનું પસંદ કરે છે.

હાલમાં આપણા દેશમાં 2000, 500, 200, 100, 50, 20, 10, 5, 2 અને 1 રૂપિયાની નોટો ચલણમાં છે. આ ઉપરાંત ભારતમાં 1, 2, 5, 10, 20 રૂપિયાના સિક્કા પણ ચલણમાં છે. આપણે દિવસભરમાં ઘણી વખત સિક્કાઓથી વ્યવહાર કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય સિક્કાઓ પરના વિશેષ નિશાનો જોયા છે?

જો તમારી પાસે અત્યાર કોઈ સિક્કો છે તો તેને ધ્યાનથી જુઓ. દરેક સીકા પર તેના પ્રોડક્શન વર્ષની નીચે ‘ડોટ’, ‘સ્ટાર’ કે ડાયમંડ જેવા નિશાન જોવા મળશે. જ્યારે અમુક સિક્કામાં કોઈ નિશાન નહીં હોય. પરંતુ શું તમે જાણો છો આ નિશાનનો મતલબ શું થાય છે?

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

ચાલો તમને આના પાછળનું ચોક્કસ કારણ પણ જણાવીએ

ખરેખર આ જુદા જુદા નિશાન જે કોઈપણ સિક્કા પરના ‘ઉત્પાદન વર્ષ’ની નીચે જોવા મળે છે, તે દર્શાવે છે કે તેઓ દેશના કયા શહેરમાં બનાવવામાં આવ્યા છે. જી હા આ ચિહ્નો ટંકશાળની (Mint) ઓળખ માટે બનાવવામાં આવે છે. ટંકશાળનો અર્થ થાય છે જ્યાં સિક્કા બનાવવામાં આવે છે તે જગ્યા.

ભારતના આ શહેરમાં બને છે સિક્કા

ભારતમાં માત્ર 4 શહેર એવા છે જ્યાં સિક્કા બનાવવામાં આવે છે. આ શહેરોમાં કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને નોઈડાનો સમાવેશ થાય છે. કોલકાતા ટંકશાળ દેશની સૌથી જૂની મીંટ છે. જેની સ્થાપના 1757માં થઇ હતી. ત્યાર બાદ મુંબઈ ટંકશાળની સ્થાપના 1829 માં થઇ, હૈદરાબાદ ટંકશાળની સ્થાપના 1903 માં થઇ હતી. જ્યારે નોઇડા ટંકશાળની સ્થાપના આઝાદી બાદ 1984 માં થઇ હતી.

સિક્કા કેવી રીતે ઓળખાય છે?

‘કોલકાતા ટંકશાળ’માં બનાવેલા સિક્કાઓ પર કોઈ ચિન્હ હોતું નથી લખેલા નથી. ‘ડાયમંડ’ ‘મુંબઈ ટંકશાળ’ના સિક્કા પર બનાવવામાં આવે છે. આ સિવાય B અથવા M પણ ‘મુંબઈ ટંકશાળ’માં બનેલા સિક્કાઓ લખેલું હોય છે. ‘સ્ટાર’ ચિન્હ ‘હૈદરાબાદ ટંકશાળ’ના સિક્કા પર હોય છે. જ્યારે ‘નોઈડા ટંકશાળ’ના સિક્કાઓમાં ‘ડોટ’ નિશાન હોય છે.

 

આ પણ વાંચો: આ જગ્યા પર કાદવમાંથી મળે છે સોનુ, અહીંના લોકો રોજ સોનુ વેચીને કમાય છે પૈસા, જાણો રસપ્રદ માહિતી

આ પણ વાંચો: માતાને થયો કોરોના, તો બાળકો ચિઠ્ઠીમાં એવું કંઇક લખ્યું જેને વાંચીને તમે પણ થઇ જશો ભાવુક

Published On - 5:08 pm, Wed, 26 May 21

Next Article