માતાને થયો કોરોના, તો બાળકોએ ચિઠ્ઠીમાં એવું કંઇક લખ્યું જેને વાંચીને તમે પણ થઇ જશો ભાવુક

એક ચિઠ્ઠી ખુબ વાયરલ (Viral Letter) થઇ રહી છે. આ ચિઠ્ઠીનું લખાણ વાંચીને તમે પણ ભાવુક થઇ જશો. આ પત્ર કોરોના સામે લડી રહેલી માતાને બાળકો દ્વારા લખવામાં આવી છે.

માતાને થયો કોરોના, તો બાળકોએ ચિઠ્ઠીમાં એવું કંઇક લખ્યું જેને વાંચીને તમે પણ થઇ જશો ભાવુક
વાયરલ પત્ર
Follow Us:
| Updated on: May 26, 2021 | 2:28 PM

સમગ્ર દેશ કોરોના (Corona) સામે લડી રહ્યો છે. વ્યક્તિગત રીતે કોરોના સામે લડતા લોકો ઘણી તકલીફોમાંથી પસાર થતા હોય છે. અને આવામાં જ્યારે પરિવારમાં નાના બાળકો હોય અને એક મા બીમાર પડે છે ત્યારે ઘરની સમસ્યા ખુબ વધી જાય છે. આવા સમયે સમગ્ર પરિવારને મા સાથે બાળકોની પણ ચિંતા રહે છે. તેમજ કોરોના સામે લડી રહેલી માતાને પણ પોતાના બાળકોની વધુ ચિંતા હોય છે.

આ મહામારી દરમિયાન લોકોના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. લોકોએ તેમના પ્રિયજનો ગુમાવ્યા છે. ક્યાંક કોઈ બાળકે તેના માતાપિતાને ગુમાવ્યા છે, અને ક્યાંક નાના બાળકોએ આ રોગને કારણે વિશ્વને વિદાય આપી છે. દરેક જણ તેમના પ્રિયજનોની સંભાળ રાખે છે. સામાજિક અંતરથી સારસંભાળ રાખતા પ્રિયજન હૃદયથી જોડાયેલા હોય છે.

આ ઈમોશનલ લેટર થઇ રહ્યો છે વાયરલ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આવી પરિસ્થિતિ સાથે સંકળાયેલ એક ઘટના સામે આવી છે. જેને લઈને એક ચિઠ્ઠી ખુબ વાયરલ (Viral Letter) થઇ રહી છે. આ ચિઠ્ઠીનું લખાણ વાંચીને તમે પણ ભાવુક થઇ જશો. વાત જાણે એમ છે કે કોરોના સામે લડી રહેલી માતાને બાળકોએ પત્ર લખ્યો છે (children’s letter to mother). માતા ઘરના ઉપરના રૂમમાં આઇસોલેશનમાં છે ત્યારે બાળકોએ નીચેથી ચિઠ્ઠી લખી છે કે ‘મમ્મી અમે નીચે છીએ. તમારું સ્વાસ્થ્ય સારું થયું છે. અમે તમને જલ્દી જ લઈ જઈશું, ચિંતા કરતા નહીં.”

Viral letter from children to the corona infected mother

બાળકોનો પ્રેમ

આ પત્રની નીચે મુનમન, બુલબુલ, ગુડિયા, વિકાસ નામના ચાર બાળકોના નામ પણ લખાયેલા છે. આ પત્રમાં ખુબ ભાવુક કરી જાય એમ છે. અને આ સમયગાળામાં શિખામણ આપી જાય છે કે આ મહામારી દરમિયાન પણ હૃદયનું અંતર ઓછું ન થવું જોઈએ. માતાને આ બીમારીમાં પ્રોત્સાહન અને બળ પૂરું પાડવા માટે બાળકો તરફથી મળેલો આ સુંદર પત્ર પુરતો છે.

લોકો થઇ રહ્યા છે ભાવુક

લોકોને આ પત્ર અને બાળકોની પ્રેમ વ્યક્ત કરવાની આ રીત ખુબ પસંદ પડી રહી છે. લોકો આ ઉમદા કાર્યને વખાણી રહ્યા છે. તમે પણ આ મહામારીના સમયમાં મિત્રો, પ્રિયજનો, પરિવારના સ્વાસ્થ્ય વિશે પૂછતા રહો, તેમને પ્રોત્સાહિત કરતા રહો. તેમની સાથે વાતચીત કરો, દુર રહીને પણ ફોન પર સાથ આપો. કહેવાય છે કે હુંફ માણસને જલ્દી સાજા કરી દે છે.

આ પણ વાંચો: Alert: ઓનલાઈન દવા ખરીદી રહ્યો હતો યુવક, ગઠીયાઓએ ખાતામાંથી ઉપાડી લીધા એટલા લાખ

આ પણ વાંચો: શું બાબા રામદેવે ચુકવવા પડશે 1000 કરોડ રૂપિયા? IMA એ મોકલી નોટિસ અને કરી આ માંગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">