હવે ઉંદર દ્વારા ફેલાતી બીમારીથી ખતરો: શું છે ‘લાસા ફીવર’? તેનાથી UKમાં થયું મોત, જાણો આ બીમારી વિશે

|

Feb 18, 2022 | 12:56 PM

What is Lassa fever: બ્રિટનમાં લાસા તાવના ત્રણ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત થયું છે. લાસા વાયરસ શું છે, તે કેવી રીતે ફેલાય છે, તેનાથી મૃત્યુનું શું જોખમ છે, જાણો આ સવાલોના જવાબ...

હવે ઉંદર દ્વારા ફેલાતી બીમારીથી ખતરો: શું છે લાસા ફીવર? તેનાથી UKમાં થયું મોત, જાણો આ બીમારી વિશે
what is lassa fever and what are its symptoms one patient died in uk from virus infection(Image-Tv9Bharatvarsh)

Follow us on

બ્રિટનમાં લાસા તાવના (Lassa fever) ત્રણ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત થયું છે. ત્રણેય દર્દીઓનું કનેક્શન પશ્ચિમ આફ્રિકન દેશોના (West African countries) પ્રવાસ સાથે જોડાયેલું છે. આ એક વાયરસ દ્વારા ફેલાતો રોગ છે. તેથી તેને ‘લાસા વાયરસ’ (Lassa virus) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો પહેલો કેસ 1969માં નાઈજીરિયાના (Nigeria) લાસા શહેરમાં નોંધાયો હતો, તેથી આ રોગનું નામ લાસા રાખવામાં આવ્યું હતું. સૌ પ્રથમ બે નર્સો લાસા તાવથી મૃત્યુ પામ્યા. આ પછી વિશ્વના ઘણા દેશોમાં તેના કેસ સામે આવ્યા.

લાસા વાયરસ શું છે, તે કેવી રીતે ફેલાય છે, તેનાથી મૃત્યુનું જોખમ શું છે? જાણો આ સવાલોના જવાબ…

લાસા તાવ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર લાસા તાવ એ વાયરસથી થતો રોગ છે. જે ઉંદરો દ્વારા ફેલાય છે. આ રોગ લાસા વાયરસથી સંક્રમિત ઉંદરોના મળ, પેશાબ અથવા ખાદ્ય પદાર્થોમાં ચેપ લગાવીને મનુષ્ય સુધી પહોંચી શકે છે. પશ્ચિમ આફ્રિકાના ઘણા દેશોમાં ઉંદરોની વસ્તી વધુ છે. તેથી જ અહીં વધુ કેસ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પશ્ચિમ આફ્રિકાના દેશોમાં આ રોગ સ્થાનિક તબક્કામાં છે, જેનો અર્થ છે કે લોકો હવે આ રોગ સાથે જીવતા શીખી ગયા છે. તેમાં બેનિન, ઘાના, ટોગો, સિએરા લિયોન, લાઇબેરિયા, માલી, નાઇજીરિયા અને ગિની જેવા દેશોનો સમાવેશ થાય છે.

લક્ષણો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેના 80 ટકા દર્દીઓમાં લક્ષણો દેખાતા નથી, પરંતુ જ્યારે તાવ, થાક, માથાનો દુખાવો, નબળાઈ જેવા લક્ષણો દેખાય છે. ત્યારે તેઓ એલર્ટ થઈ જાય છે. આ સિવાય ઉલ્ટી થવી, ચહેરા પર સોજો આવવો, લોહી આવવું, છાતી, કમર અને પેટમાં દુખાવો થવો એ ચેપના ગંભીર લક્ષણો છે. ચેપ પછી વાયરસને તેની અસર બતાવવામાં 2થી 21 દિવસનો સમય લાગી શકે છે.

આનાથી મૃત્યુનું જોખમ કેટલું છે?

WHOના રિપોર્ટ અનુસાર Lassa વાયરસના ચેપને કારણે મૃત્યુનું જોખમ 1 ટકા સુધી છે. જો કે સગર્ભા સ્ત્રીઓ સૌથી વધુ જોખમ છે. ચેપના 80 ટકા કેસોમાં કોઈ લક્ષણો દેખાતા નથી. તેથી વાયરસ શોધી શકાતો નથી. જો શરૂઆતના તબક્કામાં સારવાર ન મળે તો દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે. સારવાર વિના જીવનું જોખમ વધે છે.

લાસા વાયરસથી સંક્રમિત દર 5માંથી 1 દર્દીની સ્થિતિ ગંભીર હોઈ શકે છે. આ વાયરસ દર્દીના લીવર, બરોળ અને કિડની પર હુમલો કરે છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, દર્દી તેના લક્ષણો દર્શાવ્યાના 2 અઠવાડિયા પછી મૃત્યુ પામે છે. આવા કિસ્સાઓમાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર થાય છે, એટલે કે શરીરમાં એક કરતાં વધુ અંગો કામ કરવાનું બંધ કરી દે છે. CDC રિપોર્ટ કહે છે, ચેપ પછી બહેરાશની સમસ્યા પણ થઈ શકે છે, આ રોગની ગંભીરતાનો મોટો સંકેત છે.

તેના ચેપને રોકવા માટે ઉંદરોની નજીક જવાનું ટાળો. ઘરોમાં ઉંદરોના પ્રવેશને અટકાવો.

આ પણ વાંચો: Delhi Corona Update: દિલ્હીમાં આજે વર્ષના સૌથી ઓછા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 5 હજારથી ઓછા

આ પણ વાંચો: Health Tips : અળસીનું સેવન મહિલાઓની આ સમસ્યાઓ કરે છે દૂર, જાણો ખાવાની સાચી રીત

Next Article