Green Fungus: ગ્રીન ફંગસ શું છે, જાણો ઈન્ફેક્શનથી બચવા શું કરવું જોઈએ

|

Jun 17, 2021 | 5:16 PM

Green Fungus: દેશભરમાં બ્લેક ફંગસ, સફેદ અને પીળા રંગની ફંગસના કેસો સામે આવ્યા બાદ મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક લીલા રંગની ફંગસ (green fungus)નો કેસ સામે આવ્યો છે.

Green Fungus: ગ્રીન ફંગસ શું છે, જાણો ઈન્ફેક્શનથી બચવા શું કરવું જોઈએ
File Image

Follow us on

Green Fungus: ભારતમાં કોરોના (corona)ના તાંડવ બાદ હવે ફંગસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બ્લેક, વ્હાઈટ અને યલ્લો ફંગસ બાદ હવે ગ્રીન ફંગસ (green fungus)નો પ્રથમ કેસ ભારતમાં સામે આવ્યો છે. દેશભરમાં બ્લેક ફંગસ, સફેદ અને પીળા રંગની ફંગસના કેસો સામે આવ્યા બાદ મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક લીલા રંગની ફંગસ (green fungus)નો કેસ સામે આવ્યો છે.

 

દર્દી કોરોનાથી સ્વસ્થ થયો હતો. ત્યારબાદ તેમને અન્ય રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું હતુ કારણ કે ડોક્ટરોને બ્લેક ફંગસ અથવા તો મ્યુકરમાકોસિસ (mucormycosis) હોવાની શંકા હતી, પરંતુ રિપોર્ટમાં સામે આવ્યું કે તેમને ગ્રીન ફંગસ (green fungus) હોવાનું સામે આવ્યું હતુ. દેશમાં ગ્રીન ફંગસનો આ સૌ પ્રથમ કેસ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

ગ્રીન ફંગસ શું છે

ઈન્દોરમાં શ્રી અરવિંદો ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (SAIMS)ના ડો. રવિ દોશીએ કહ્યું કે આ બિમારી એક એસ્પરગિલોસિસ સંક્રમણ છે, જેના પર સંશોધન કરવું ખુબ જરુરી છે. ડો.દોશીએ કહ્યું કે આ કેસ સંક્રમણ પહેલા અન્ય કેસોમાં માત્ર “જુનિયર પાર્ટનર” તરીકે જોવા મળ્યો હતો.

 

ગ્રીન ફંગસ અથવા એસ્પરગિલોસિસ ( Aspergillosis)એ ખુબ દુર્લભ સંક્રમણ છે. સામાન્ય રીતે જોવા મળતી ફંગસની પ્રજાતિને કારણે આ સંક્રમણ જોવા મળે છે, જેને એસ્પરગિલોસિસ કહેવામાં આવે છે. આ ફુગ ઘરની અંદર અને ઘરની બહાર પણ  જોવા મળે છે અને મોટાભાગના લોકો દરરોજ એસ્પરગિલોસિસ( Aspergillosis)ને શ્વાસમાં લે છે.

 

એસ્પરગિલોસિસ(Aspergillosis)ના રંગને રોગોના વધતા જતા લીસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. દેશમાં બ્લેક ફંગસ, સફેદ ફંગસ અને પીળા રંગની ફંગસના કેસો દેશમાં વધતી જતી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. જ્યારે ફંગલ સંક્રમણને અલગ-અલગ રંગોના નામ આપવામાં આવ્યા છે. તે ફંગસની એક પ્રજાતિના કારણે થાય છે.

 

એઈમ્સના ડિરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ હાલમાં જ કહ્યું કે અનેક પ્રકારની ફંગસનું સંક્રમણ થઈ રહ્યું છે. મ્યુક્રરોમાઈકોસિસ (mucormycosis), કૈન્ડિડા અને એસ્પરગિલોસિસ ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં જોવા મળે છે.

 

ગ્રીન ફંગસના લક્ષણો શું છે

એસ્પરગિલોસિસ (Aspergillosis) ફંગસના સુક્ષ્મ બીજાણુંઓ શ્વાસ લેવાથી થઈ શકે છે, જ્યારે સામાન્ય પરિસ્થતિમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ શરીરની અંદરના કોઈ પણ બીજાણુંનો વિકાસ દબાવી દે છે. કેટલાક કિસ્સાઓમાં બીજાણુંઓ વિકાસને દબાવવા સક્ષમ હોતા નથી. ઓછી રોગપ્રતિકારક શક્તિ (immunity)વાળા લોકો અને ફેફસાની બિમારીથી સ્વસ્થ થયેલા લોકોમાં એસ્પરગિલોસિસ થવાનું જોખમ વધારે છે.

 

COVID-19 સંક્રમિત લોકોમાં ફંગલ ઈન્ફેક્શન (Fungal infections)ની સંખ્યામાં વધારો થવાના વિવિધ કારણ જણાવ્યા છે. ફંગલ એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિ અથવા પ્રાણીઓ વચ્ચે ફેલાતો નથી. એસ્પરગિલોસિસ સંક્રમણમાં કફ, છાતીનો દુખાવો, તાવ, લોહીની ખાંસી, શ્વાસ ચઢવો જોવા લક્ષણો હોઈ શકે છે. જે દર્દીઓને તાજેતરમાં જ શ્વાસની બિમારીથી પીડાય છે, જેમકે કોરોના અથવા રોગપ્રતિકારક શક્તિ નબળી છે. તેઓએ સાવચેત રહેવાની સાથે-સાથે N95 માસ્ક પહેરવું  જરુરી છે.

ફંગલ ઈન્ફેક્શનથી બચવા શું કરવું?
ફંગલ ઈન્ફેક્શનને શારીરિક સ્વચ્છતા રાખી સંક્રમણને રોકી શકાય છે. ખુબ ધુળ અને સંગ્રહિત દૂષિત પાણીવાળા વિસ્તારોમાં જવાનું ટાળો અથવા તો આવા વિસ્તારોમાં જવા માટે  N95 માસ્ક પહેરી રાખો. તમારા ચહેરા અને હાથો સાબુથી વારંવાર ધોતા રહો.
Next Article