નવવધુને 10 ગ્રામ સોનું મફતમાં આપશે ભાજપ સરકાર, 1 જાન્યુઆરી 2020થી આ સ્કીમ લાગુ

|

Dec 31, 2019 | 7:30 AM

ભાજપ સરકાર 1 જાન્યુઆરી 2020થી નવી પરણિત દુલ્હનને મોટી ભેટ આપવા જઈ રહી છે. આસામની ભાજપ સરકાર તરફથી દુલ્હનને 10 ગ્રામ સોનું ભેટ તરીકે આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ઘણા નિયમો પણ રાખવામાં આવ્યા છે. દુલ્હનના પરિવારજનોએ લગ્નની નોંધણી કરાવી પડશે. દુલ્હને ઓછામાં ઓછું ધોરણ 10 સુધીનું ભણતર મેળવ્યું હોય. તેની સાથે જ […]

નવવધુને 10 ગ્રામ સોનું મફતમાં આપશે ભાજપ સરકાર, 1 જાન્યુઆરી 2020થી આ સ્કીમ લાગુ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

ભાજપ સરકાર 1 જાન્યુઆરી 2020થી નવી પરણિત દુલ્હનને મોટી ભેટ આપવા જઈ રહી છે. આસામની ભાજપ સરકાર તરફથી દુલ્હનને 10 ગ્રામ સોનું ભેટ તરીકે આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ઘણા નિયમો પણ રાખવામાં આવ્યા છે.

પ્રતિકાત્મક તસ્વીર

દુલ્હનના પરિવારજનોએ લગ્નની નોંધણી કરાવી પડશે. દુલ્હને ઓછામાં ઓછું ધોરણ 10 સુધીનું ભણતર મેળવ્યું હોય. તેની સાથે જ દુલ્હનના પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ યોજનાનો લાભ કન્યાના પ્રથમ લગ્ન પર જ મળશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સ્કીમનો લાભ લેવા માટે કન્યાએ તેમના લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ રજીસ્ટર કરાવવા પડશે. આસામની ભાજપ સરકારે આ યોજનાની જાહેરાત ગયા મહિને જ કરી હતી. અસમના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે આ યોજનાનું નામ ‘અરુંધતી સ્વર્ણ યોજના’ રાખ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સ્કીમ હેઠળ સોનું ફિઝિકલ ફોર્મમાં નહીં આપવામાં આવે. કન્યા દ્વારા લગ્નના રજીસ્ટ્રેશન અને વેરિફિકેશન પછી કન્યાના બેન્ક એકાઉન્ટમાં 30 હજાર રૂપિયા જમા કરવામાં આવશે. ત્યારબાદ કન્યાએ સોનાના ખરીદીની રસીદ સબમિટ કરાવી પડશે. એટલે કે સરકારની આ યોજના હેઠળ આપવામાં આવતા નાણાંનો ઉપયોગ અન્ય કોઈ જગ્યાએ થશે નહીં.

 

આ પણ વાંચો: આ રીતે 2 મિનિટમાં લિંક થઈ જશે તમારૂ પાનકાર્ડ અને આધારકાર્ડ, સરકારે માર્ચ 2020 સુધીનો આપ્યો સમય

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article