AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું છે કલમ 370 જેને હટાવવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં આજે આવશે ચુકાદો ?

કલમ 370 હટાવવા પહેલા જ્યારે પણ તેની વાત થતી હતી, ત્યારે કાશ્મીરના ઘણા નેતાઓ અને સ્થાનિક લોકો તેનો વિરોધ કરતા હતા. અનુચ્છેદ 370નો પોતાનો ઇતિહાસ રહેલો છે. જે દરમિયાન કેટલાક સંજોગો એવા હતા જ્યારે રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. અમે તમને આ કલમ અને તેનો ઇતિહાસ શું છે તે જણાવીશું.

શું છે કલમ 370 જેને હટાવવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં આજે આવશે ચુકાદો ?
| Updated on: Dec 11, 2023 | 11:13 AM
Share

ચાર વર્ષ પહેલા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. 5 ઓગસ્ટ 2019માં ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવાની જાહેરાત કરી હતી. સંસદમાં ભારે હોબાળા વચ્ચે તેને રજૂ કરવામાં આવ્યુ હતુ. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો, પણ શું તમે જાણો છો કે કલમ 370 શું છે ?

ચાર વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકારો આપતી કલમ 370ને હટાવી દેવામાં આવી હતી. જેને નરેન્દ્ર મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય માનવામાં આવે છે. કેન્દ્રના કલમ 370ને હટાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. 5 ઓગસ્ટ 2019ના રોજ સુપ્રીમમાં નિર્ણય પર રોક લગાવતી અરજી કરવામાં આવી હતી. પોતાના ફાયદા માટે નિર્ણય લીધો હોવાનો કેન્દ્ર સરકાર પર આરોપ લાગ્યો હતો.

કલમ 370 હટાવવા પહેલા જ્યારે પણ તેની વાત થતી હતી, ત્યારે કાશ્મીરના ઘણા નેતાઓ અને સ્થાનિક લોકો તેનો વિરોધ કરતા હતા. અનુચ્છેદ 370નો પોતાનો ઇતિહાસ રહેલો છે. જે દરમિયાન કેટલાક સંજોગો એવા હતા જ્યારે રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. અમે તમને આ કલમ અને તેનો ઇતિહાસ શું છે તે જણાવીશું.

કલમ 370 શું છે ?

17 ઓક્ટોબર 1949ના રોજ કલમ 370નો ભારતના બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.આ કલમ મુજબ જમ્મુ અને કાશ્મીરને ભારતના બંધારણથી અલગ રાખવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરની સરકારને પોતાનું બંધારણ તૈયાર કરવાનો અધિકાર હતો. ઉપરાંત સંસદે જમ્મુ-કાશ્મીરમાં કોઈ કાયદો લાવવો હોય તો રાજ્ય સરકારની મંજૂરી લેવી પડતી હતી. જમ્મુ-કાશ્મીરનો રાષ્ટ્રધ્વજ પણ અલગ હતો અને અહીંના લોકો માટે રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું ફરજિયાત પણ નહોતું.

370 કલમ કેવી રીતે લાગુ કરવામાં આવી?

ઓક્ટોબર 1947માં કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિ સિંહે ભારત સાથે જોડાણના પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. તેઓ ભારતમાં રજવાડાના વિલીનીકરણ માટે સહમત થયા હતા. આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશનમાં લખવામાં આવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર વિદેશ, સંરક્ષણ અને સંદેશાવ્યવહારના મામલામાં તેની સત્તા ભારત સરકારને ટ્રાન્સફર કરશે. જે પછી વર્ષ 1949 માં જમ્મુ અને કાશ્મીર સરકારે આ માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો અને 27 મે 1949 ના રોજ કાશ્મીરની બંધારણ સભાએ તેને કેટલાક ફેરફારો સાથે સ્વીકારી લીધો. બાદમાં 17 ઓક્ટોબર 1949 ના રોજ તે ભારતીય બંધારણનો ભાગ બન્યો.

આ પણ વાંચો આ દેશના નાગરિકો હવે દેશ નહી છોડી શકે, જાણો કેમ લાગુ કરવામાં આવ્યો નિયમ

370ની કલમ હટાવ્યા પછી શું થયું?

5 ઓગસ્ટ 2019 ના રોજ ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો. તેની સાથે જ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">