
મૂર્શિદાબાદ થયેલી હિંસામાં દરેક રાજકીય પાર્ટીઓ પોતાના રાજકીય રોટલા શેકી રહી છે. વાહનોમાં તોડફોડ, આગચંપી કરનારા લોકોને કેટલાક નેતાઓ ધાર્મિક કટ્ટરપંથી ગણાવી રહ્યા છે તો કેટલાક નેતાઓ હિંસાખોરો અને ઉપદ્રવીઓને પીડિત ગણાવી રહ્યા છે. મમતા બેનર્જીએ મૂર્શિદાબાદમાં ભડકેલી હિંસા બાદ ઈમામો સાથે એક સભા તો યોજી પરંતુ મૂર્શિદાબાદમાં મોબલિંચીંગમાં માર્યા ગયેલા પિતા-પુત્રના પરિવારને સાત્વના ન પાઠવી. સંસદમાં વક્ફ બિલ પાસ થયા બાદ દરેક પાર્ટી તેની રાજકીય મહત્વાકાંક્ષાને ધ્યાને રાખી બંગાળની હિંસાને તોલવી રહ્યા છે. મૂર્શિદાબાદમાં 8 એપ્રિલ, 11 એપ્રિલ અને 12 એપ્રિલે આ ત્રણ દિવસ દરમિયાન જૂદા જૂદા સ્થળોએ ઉપદ્રવીઓએ તોડફોડ, પથ્થરમારો અને આગચંપી કરી. આટલા મોટાપાયે હિંસા, તોડફોડને સદંતર રીતે એક વિવાદ ગણાવી મમતા બેનર્જીએ નકારી દીધી. હિંસાના સામે આવેલા દૃશ્યોને તે દુષ્પ્રચાર ગણાવી રહી છે. મૂર્શિદાબાદમાં તોફાની ભીડના તાંડવ પર મમતાનું સદંતર મૌન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મૂર્શિદાબાદની હિંસાને વક્ફ એક્ટનો વિરોધ ગણાવી સાંકેતિક રીતે યોગ્ય ગણાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. મૂર્શિદાબાદમાંથી ભડકેલી હિંસા બાદ 500થી વધુ હિંદુ...
Published On - 8:10 pm, Thu, 17 April 25